માળીયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ એક જાગૃત નાગરિકનો 181 પર કોલ આવ્યો અને જાણ કઈ કે, એક નાની વયની દીકરીના બાળલગ્ન થવાના છે. આ બાબતની જાણ થતાં કેશોદ સીટી ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર અરુણાબેન કોલડિયા તથા મહીલા પોલીસ ગીતાબેન સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયા અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી તથા બાળલગ્ન પતિબંધક અધિકારી સાથે સ્થળ પર પોહચી ગયા હતા.
181ની ટીમ દ્વારા જે દીકરી-દીકરાના લગ્ન થઈ રહ્યા હતા તેના પરિવારને મળી જન્મ અંગેનું પ્રમાણપત્ર માગતા દિકરીની ઉં.17 વર્ષ અને 3 માસ હોય અને દીકરાની ઉં. 22 વર્ષ અને 21 દિવસ હોય જેથી દીકરાની ઉંમર પુખ્ત કાયદાની દૃષ્ટિએ હોય પરંતુ દીકરીની ઉંમર પુખ્ત લગ્ન યોગ્ય કાયદાની દ્રષ્ટિએ ના હોય જયારે લગ્ન કંકોત્રી સાથે ડોક્યુમેન્ટ્સ જોતા દીકરીના લગ્ન બે દિવસ બાદ હોય અને લગ્ન લખાય ગયેલ હોય જેથી સ્થળ પર દીકરીના માતા પિતા તથા દીકરાના પરિવારના સભ્યો હાજર હોય અને બંનેના પરિવારને મળી કાયદાકીય સમજ આપેલ અને 18 વર્ષ દીકરીના પૂર્ણ થાય પછી જ દીકરીના લગ્ન કરવા અને જો 18 વર્ષ પૂર્વે લગ્ન કરે તો કાયદાકીય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી હતી અને 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અને બાળલગ્ન પ્રતિબંધક ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવેલ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા ધારાધોરણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.