ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તેમજ કેશોદ તાલુકામાં સીમ ચોરીના બનાવો વધતા ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પીએસઆઇ એસ.એન.સોનારા તથા પોલીસ સ્ટાફ દ્વારા સીમ ચોરીના બે શખ્સોને રૂા.2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
મેંદરડા પોલીસ સ્ટેશનમાં રાજેસર, રાજાવાડ, સમઢીયાળા સહિત ગામોમાં સીમ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. ત્યારે પોલીસ દ્વારા સીમ ચોરીને બનાવો અટકાવવા ખાસ કોંબીંગ હાથ ધર્યુ હતુ. જેમાં પેટ્રોલીંગ દરમિયાન વંથલી તાલુકાના ટીંકર ગામનો ફીરોઝ ઇસ્માઇલ સાંધ અને અબ્દુલ ઉર્ફે અબુ જુમા સાંધને ઝડપીને તેની પાસેથી ઇલેકટ્રીક બાઇક, ગેસની બોટલો, ઘરઘંટી, સોયાબીન મગફળી, એરંડા, ઘઉં, સીલાઇ મશીન સહિત રૂા.2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે આ બંને ઇસમોએ 50 કરતા વધારે ખેતરોમાં ખુલ્લામાં પડેલ ચીજ વસ્તુ સહિત જણસીની ચોરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે મેંદરડા મહિલા પીએસઆઇ સોનારા દ્વારા હજુ કેટલી સીમ ચોરીમાં સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.