બીમારી અને અકસ્માતના બહાને રૂ. 6.38 લાખ પડાવ્યાનો આરોપઃ ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુધી પહોંચી પોલીસ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુંસિયા ગીર ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફેક આઈડી બનાવી અન્ય યુવક સાથે પ્રેમસંબંધ કેળવી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ મામલે ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઘુસિયા ગીર ગામના રોનક સોલંકીને ઝડપી પાડ્યો છે. આરોપીએ priyanshi_ptl_006 નામની ફેક આઈડી મારફતે યુવતી બનીને યુવક સાથે સંપર્ક કેળવ્યો હોવાનો આરોપ છે. પ્રાથમિક વિગતો મુજબ, આરોપીએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બીમારી, હોસ્પિટલમાં સારવાર, અકસ્માત અને ઓપરેશન જેવાં કારણો આગળ ધરી નાણાંની જરૂરિયાત દર્શાવી હતી. આ બહાનાં હેઠળ યુવક પાસેથી અલગ-અલગ મોબાઇલ નંબર પર ઓનલાઇન માધ્યમથી કુલ રૂ. 6.38 લાખ ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે. આ રીતે યુવક સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, આરોપીએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બીમારી, હોસ્પિટલમાં સારવાર, અકસ્માત અને ઓપરેશન જેવાં કારણો આગળ ધરી નાણાંની જરૂરિયાત દર્શાવી હતી. આ બહાનાં હેઠળ યુવક પાસેથી અલગ-અલગ મોબાઇલ નંબર પર ઓનલાઇન માધ્યમથી કુલ રૂ. 6.38 લાખ ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે. આ રીતે યુવક સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ ઘટનાની તપાસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ખાતાની વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મળેલી કડીઓના આધારે પોલીસે તાલાલાના ઘુસિયા ગીર ગામના રોનક સોલંકીને ઝડપી પાડ્યો હતા
- Advertisement -




