નાનામવા ચોક આર.એમ.સી. ગ્રાઉન્ડમાં વેસ્ટ નાખવા બદલ મહાપાલિકાની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
નિર્મળ ગુજરાત-2.0 અભિયાન અંતર્ગત નાનામવા ચોક આર.એમ.સી. ગ્રાઉન્ડમાં બાંધકામ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.5,000/-નો દંડ કરવામાં આવેલ.
શહેરના વોર્ડ નં.8માં આજે સવારે 11:00 કલાકે નાનામવા ચોક ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં બાંધકામ વેસ્ટ નાંખવા બદલ મકાન માલિક વિશાલભાઈ પાસેથી રૂ.5,000/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. કામ ચાલુ હતું અને વેસ્ટ પડેલ હતો તેનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.