કુલ 72 સર્કલોની યાદી તૈયાર કરાઇ: સીસીટીવીના આધારે ડિઝાઇન બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. શહેરના મુખ્ય 7ર સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ કાબુ બહાર જતું હોવાનું અને ટ્રાફિકજામના દ્રશ્યો અવાર નવાર સર્જાઈ રહ્યા છે. જેમાં ટ્રાફિક સર્કલ ઉપર કરવામાં આવેલા બાગ બગીચાઓ તેમજ એજન્સીઓ દ્વારા સર્કલને ડેવલોપ કરવામાં આવ્યું હોય જેમાં રોડનો મોટોભાગ કપાઈ જતો હોય હવે મહાનગરપાલિકાએ અનેક સર્કલો નાના કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. જમાં મુખ્ય 8 સર્કલોનો સર્વે પુરો થતા હવે આસર્કલોની નવીડિઝાઈન તૈયાર કરી સર્કલ નાના અને મોટા કરવામાં આવશે. તેમ મનપાના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા
મળેલ છે.
શહેરમાં અનેક સર્કલો ઉપર બ્યુટીફીકેશન કરવાના કારણે રોડનો મોટોભાગ તેમાં રોકાઈ જાય છે. પરિણામે વાહન ચાલકોને પુરતા પ્રમાણમાં જગ્યા મળતી ન હોવાથી અવાર નવાર ટ્રાફિકજામ થતાં હોય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકના સંયુક્ત ઉપક્રમે મીટિંગ યોજાઈ હતી. જેમાં ડેવલોપ કરવામાં આવેલા સર્કલોની નવેસરથી ડિઝાઈન તૈયાર કરી રોડ વધુને વધુ ખુલ્લો રહે અને ટ્રાફિકમાં સરળતા રહે તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા મહદ અંશે હલ થઈ શકે તેમ છે. તેવું નક્કી કરી ત્રણેય ઝોનના 72 સર્કલોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એજન્સી દ્વારા સીસીટીવી કેમેરાના આધારે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ખાતે વાહનોની અવર-જવર તેમજ વાહનોની સંખ્યા અને ક્યા કારણોસર ટ્રાફિક થાય છે. તે સહિતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પ્રારંભીક ધોરણે કોટેચા ચોક સહિતના 8 સર્કલોનો સર્વે પૂર્ણ થતા હવે આ સર્કલ ઉપર જૂની ડિઝાઈન રદ કરી નવી ડિઝાઈન પ્રમાણે બ્યુટીફીકેશન પણ જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા પણ હલ થાય તે મુજબની નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. જયારે બાકી રહેલા સર્કલોનું પણ રિપોર્ટ તૈયાર કરવામાઆવી રહ્યો છે.