કોરોનાની બીજી લહેર મંદ પડી ગઈ છે અને ત્રીજી લેવાની આશંકાઓ વચ્ચે આગામી ૧૫મી નવેમ્બરથી લગ્ન શરૂ થશે અને તે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. લગ્ન પ્રસંગો માટે અત્યારથી જ મેરેજ હોલ પાર્ટી પ્લોટ અને હોટલોમાં ૩૦૦થી વધુનું બુકિંગ થઇ ગયું છે.
ગત વર્ષે કોરોનાના કારણે મોટાભાગના લગ્ન સમારંભોની પરવાનગી નહીં મળતા રદ કરવા પડ્યા હતા. અને ત્યારબાદ પણ બીજી લહેર આખી જતા લોકો એ 20 થી 30 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં લગ્ન સમારંભ યોજ્યા હતા. જો કે હવે સરકારે લગ્નોમાં 400 મણસો સુધીની છૂટ મળી ગઈ છે. આગામી નવેમ્બરથી કમુરતા પુરા થતા લગ્ન સિઝન શરૂ થઈ જશે. પંરતુ તે માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
- Advertisement -
સુરત મનપા તેમજ ખાનગી પાર્ટી પ્લોટ વગેરેનું બુકીંગ શરૂ થઇ ગયુ છે. ઇવેન્ટ મેનેજર ગૌરવ જરીવાલાએ કહ્યું કે 15 નવેમ્બરે દેવઉઠી એકાદશી પછી નવેમ્બર 19થી 13 ડિસેમ્બર સુધી લગ્નના શુભ મુહૂર્ત છે. અને આ માટે લોકોએ બુકીંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. ત્રીજી લહેર આશંકા વચ્ચે જો કે ટોકન મની આપીને બુકીંગ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ-મે 2021માં ઘણા લગ્નોપ્રસંગો યોજી શકાયા ના હતા, હવે તે નવેમ્બર અને ડિસેમ્બરમાં થશે. સુરત મનપા અને પ્રાઇવેટ પ્લોટ મળીને અત્યાર સુધી 300થી વધારે પાર્ટી પ્લોટ બુક થઇ ગયા છે.બેન્ડબાજા, બગી અને મંડપ માટે પણ એડવાન્સ બુકીંગ થયું છે.


