અમરેલી એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડયા
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
અમરેલીના નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણ થયુ હતુ. સાવરકુંડલાના શિવાજીનગર પટેલ વાડી પાસે બાઇક સવાર યુવક ભરત પાધડાળનું અપહરણ થયુ હતુ. ફોરવ્હીલ કારમાં આવેલા 3 શખ્સોએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કર્યું. ભરતભાઇ વશરામ પાધડાળ નામના યુવકનું ફોરવહીલ કારમાં અપહરણ થયુ છે. સ્વિફ્ટ ગાડી ૠઉં03 ઇંઅ 8134 માં આવેલા આરોપીઓએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કરેલ. હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે ભરત પાધડાળનું અપહરણ થયું હોવાની વિગતો મળી રહી છે. પોલીસે અપહરણ કરનારની શોધખોળ શરૂ કરી હતી. અપહરણ કર્તા આરોપી ભરતભાઇ પાધડાળનું અપહરણ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાવરકુંડલા ટાઉનમાંથી થયેલ અપહરણના ગુનાનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીઓને અમરેલી એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા હતા.
- Advertisement -
વિગત એવી છેકે, વિપુલભાઈ લખમણભાઈ પાઘડાળ, ઉ.વ.42, રહે.સાવરકુંડલા, જેસર રોડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતાના કુટુંબી ભાઈ ભરતભાઈ વશરામભાઈ પાઘડાળને ત્રણ અજાણ્યા આરોપીઓએ સ્વીફટ કાર રજી. નં.જી.જે.03.એચ.એ.8134 માં ભરતભાઇને બળજબરી પુર્વક બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ આપતાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. 11193052250033 /2025 બી.એન.એસ. કલમ 140(3), 61(2)(બી), 3(5) મુજબનો ગુન્હો અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ રજી. થયેલ. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ ઉપરોકત સાવરકુંડલા ટાઉનમાં બનેલ અપહરણના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહ્યત વ્યકિતને સહી – સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ વલય વૈદ્યનાઓની રાહદબરી હેઠળ અપહરણના બનાવ અન્વયે રેપીડ એકશન પ્લાન તૈયાર કરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.ડી.ચૌધરી તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પો.ઇન્સ. સી.એસ. કુગસીયા, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા સાવરકુંડલા ટાઉન પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ અને અપહરણ કરનાર વ્યકિતીઓ અંગે સઘન તપાસ હાથ ધરતા ચાર અપહરણકારોને ફોરવ્હીલ કાર સાથે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી અપહરણ થનાર વ્યકિતને સહી-સલામત છોડાવવામાં સફળતા મળેલ છે. જેમા પકડાયેલ આરોપપી (1) તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા, ઉ.વ.31, રહે.નાના ઈંટોળા, તા.પડધરી, જિ.રાજકોટ. (2) ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ઉ.વ.25, રહે.મેટોડા, જી.આઈ.ડી.સી., આસ્થા રેસીડન્ટ, તા.લોધીકા, જિ.રાજકોટ. (3) કિશોરભાઇ નારણભાઈ પંપાણીયા, ઉ.વ.32, રહે.ખીરચરા ઘેડ, તા.કેશોદ, જિ.જુનાગઢ. (4) પિયુષભાઈ રામજીભાઈ સાવલીયા, ઉ.વ.42, રહે.સુરત, પાસોદરા પાટીયા, સૌરાષ્ટ્ર ટાઉન શીપ, તા. કામરેજ, જિ.સુરત. મુળ રહે.સરસઇ (ગોરખપરા), તા.વિસાવદર, જિ.જુનાગઢ. ઉપરોકત પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.આર.ડી.ચૌધરી તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પો.ઇન્સ. સી.એસ.કુગસીયા, એલ.સી.બી. પો.સ.ઈ. એસ.આર.ગોહિલ, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.