શહેરની સદર બજાર સહિતના અનેક માર્ગો પર ચિક્કી, પતંગ અને જીંજરાનું ધૂમ વેચાણ
બજારોમાં ઉત્તરાયણ પૂર્વે લોકોની ભીડ જામી
રાજકોટના રંગીલા લોકો હંમેશા તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે અને ઉતરાયણ પર્વને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉતરાયણ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવા રાજકોટની બજારોમાં પતંગ,ચીકી અને જીંજરાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
- Advertisement -
શહેરની સદર બજારમાં વિવિધ પ્રકારની નાંની મોટી પતંગોએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. તો બીજી બાજુ વિવિધ માર્ગો પર જીંજરા અને ચીકીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ઉતરાયણ પર્વ પર ખાસ કરીને ચીકી અને જીંજરા ખાવાનું મહત્વ રહેલું છે. ત્યારે બજારોમાં પતંગ, જીંજરા ચીકી લેવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.