ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો મદદરૂપ સહાય યોજના વિશે માહિતી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
યાત્રિકોની અવર જવર રહેતી હોય છે જ્યારે પાલીતાણા શહેરમાં કોઈ મોટો ઉદ્યોગન હોવાથી અહીંની પ્રજા મોટા ભાગે ખેતીવાડી, હીરા ખસું, ડોળી, છૂટક મજુરી કામ, ભરતકામ તેમજ આજુબાજુ ગામથી આવતા લોકોની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ તેમજ આવતા યાત્રિકોના વેપાર સાથે જોડાયેલી છે. જ્યારે આવા વેપાર કરતા લોકો જુદી-જુદી જગ્યા પર ઉભા રહી પોતાના પરિવારના ગુજરાન ચલાવા વર્ષોથી ધંધો રોજગાર કરી રહ્યા છે. જ્યારે આ એક જેન ધર્મનું તીર્થ સ્થાન હોવાથી જૈન શ્રદ્ધાળું યાત્રિકોના ધર્મ અનુકૂળ જૈન અલ્પહાર વગેરે રોજગાર કરી રહ્યા છે. પાલીતાણામાં કાયદાઓ મુજબ જુદી જુદી જગ્યા પર શ્રમિક પરિવાર પરિવાર ના જવાબદારી માટે રોજગાર કરી રહીયા છે અને સરકારના કાયદા માન આપી અને ખોટી કનડગત ન થાય એ માટે સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સ ઓર્ગેનાઈઝેશન પાલિતાણા ધ્વરા ગુજરાત હાઇકોર્ટમાં ન્યાઈક હિત માટે પીટીશન દાખલ કરવામાં આવી છે. જ્યારે આવા તમામ પરિવારના સભ્યોની આજરોજ તા.10.1.2025ના દિન રામવાડી ખાતે વાર્ષિક મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં સંસ્થાના પૂર્વ માર્ગદર્શક પૂર્વ સાસંદ સ્વ પ્રસ્વંદનભાઈ મહેતા, સ્વ. કીર્તિભાઈ પંડયા, સ્વ ગુશુભાઈ ત્રિવેદી તેમજ ભારત સરકારમાં જ્યારે સાંસદ ભવનમાં સ્ટ્રીટ વેન્ડિંગ બિલ પસાર કરવામા આવ્યું અને એમના સાથી બનેલા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાને યાદ કરવામાં આવ્યા હતા. જયારે આવા શ્રમિક રોજગાર ધંધા કરતા લોકો માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની સહાય યોજનાઓ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવતા યાત્રિકોને કોઈ ને અડચણ ન પડે એવી રીતે પોતાના ધંધા રોજગાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.