ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ નવનિયુક્ત પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદે ચાલતી જુગાર પ્રવૃત્તિને અંકુશમાં લેવા આદેશ થતા સી.ડિવિઝન પીઆઇ વી.જે.સાવજ અને તેમની ટિમને મળેલી હકીકતના આધારે શહેરના ઘાંચીપટ વિસ્તાર પાછળ આવેલ શ્રીજી રેસીડેન્સી એપાર્મેન્ટના સામે આવેલ રહેણાંક મકાને મનીષાબેન ભીમજી મારુના ઘરે મહિલા જુગાર રમતી હોવાની બાતમી મળતા રેઇડ કરી હતી જેમાં રોકડ સહીત 1.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ વિગત પ્રમાણે ઘાંચીપટ પાછળ રહેતા મનીષાબેન મારુ પોતાના અગંત ફાયદા માટે બહારથી અન્ય મહિલાને બોલાવી જુગાર રમાડતા હતા પોલીસે રેઇડ દરમિયાન ઇમારાનાબેન નજીરભાઇ પૂછડા, રેખાબેન જગદીશ વાઘેલા, રીટાબેન મહેશભાઈ પરમાર, શારદાબેન હરિભાઈ અસોદડીયા, ગીતાબેન જેન્તીભાઇ વાણવી, પુષ્પાબેન વજુભાઇ અડોદરીયા અને હલુબેન ઇબ્રાહિમ સમા મળીને કુલ 8 મહિલાને રોકડ રૂપિયા 32,560 મળી જુગાર સાહિત્ય સાથે કુલ રૂપિયા 1,12,560 નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ અટક કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.



