ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
અવિશ્રમ સેવા અને ત્યાગની ભૂમિ ગિરનારની તળેટીમાં આવેલા ગુરુ ગૌરક્ષનાથ આશ્રમમાં લાખો યાત્રિકો માટે રોજ દરરોજ ભોજનના પ્રસાદની વ્યવસ્થા થાય છે. અહીં માત્ર અન્નનુંનહી દરેક દેવી દેવતાની સાથે જ અન્નદેવતાનું પૂજન થાય છે. જ્યાં ભોજન પ્રસારિત નહી, પરંતુ ભક્તિ વહેતી હોય છે. ગિરનારની ગોદમાં સ્થિત ગુરુ ગૌરક્ષનાથ આશ્રમ એક એવું તપસ્થળ, જ્યાં માણસમાત્ર નહિ, પણ દરેક જીવમાત્રના કલ્યાણની ભાવના રહે છે. સાધુ સંતો વર્ષોથી અહીં અન્નક્ષેત્ર ચલાવતા આવ્યા છે. જ્યાં દરેક યાત્રિક, શ્રદ્ધાળુ ભોજન નહીં પ્રસાદ રૂપે અન્ન ગ્રહણ કરે છે. અહીં એક પરંપરા છે. નાના મોટા સૌ કોઈ આવે ગરીબ હોય કે તવંગર બધાને સન્માન સાથે પ્રસાદ આપવાનો પણ ખાસ અન્નદેવતાનું અપમાન ક્યારેય નહીં! પરંતુ તાજેતરમાં એક ઘટના આવી સામે આવી જ્યાં આશ્રમના આ સાધુ સંતો અને સેવકોના સંયમની કસોટી લાગી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે સમયમર્યાદા પૂરી થયા છતાં, કેટલીક યાત્રિકોએ આગ્રહપૂર્વક ભોજન માંગ્યું. તેમ છતાં આશ્રમની પરંપરા મુજબ તેમનું ભોજન પ્રેમથી પીરસાયું. પરંતુ દુરભાવ સાથે આ યાત્રિકોના એક જૂથે પોતાની થાળીમાં અન્નનો બગાડ શરૂ કર્યો. જ્યારે એક સેવકે શાંતિથી આગ્રહ કર્યો કે ’અન્ન દેવ છે, તે પડતો મૂકી નહી, પ્રેમથી ગ્રહણ કરો. ત્યારે જવાબમાં જો મળ્યું, તો અશ્રદ્ધા અને અયોગ્ય વર્તન! એક યાત્રિકે ટેબલ ઉપર રાખેલા પ્રસાદમાં તોડફોડ કરી, રસોડું ઊજાડી નાખ્યું. જાણે કોઈ ફિલ્મી વિલન હોય. આ દૃશ્યો ઈઈઝટમાં સ્પષ્ટ નોંધાયેલા છે. જયારે સંતો અને સેવકોએ તેમને શાંતિથી ગેટ સુધી છોડી આવ્યા હતા પરંતુ ત્યાં પણ એક મહિલા દ્વારા સાધુ સંતો સામે અપશબ્દોનો વરસાદ થયો. આમ છતાં, એક સાધુસ્વરૂપે ઉપસ્થિત થયેલા સેવકે સ્ત્રીને સમજાવ્યું અને અંતે યાત્રિકોના પરિવારજનો પણ માફી માંગીને પસ્તાવો વ્યક્ત કર્યો.
- Advertisement -
View this post on Instagramજમવાનું પડતું મૂકવાની બાબતે પરિવારને ટોકતાં આખા કુટુંબે તોડફોડ કરી
જમવાનું ઢોળ્યું અને સેવકોને માર માર્યો
આશ્રમના સંચાલક શેરનાથ બાપુએ શું કહ્યું
અન્નક્ષેત્ર એ સાધુ સંતોનું હ્રદય છે. વિવાદ નહિ, પ્રેમ આપીએ પણ મર્યાદાની સમજ હોવી જરૂરી છે.અને આથી કોઈ પોલીસ ફરિયાદ પણ નહીં કરવામાં આવી. પ્રશ્ર્ન છે આવા લોકો કે જે ઘમંડ, ઉદ્ધતાય અને અવિનયથી ધાર્મિક સ્થાનો પર ગંદકી ફેલાવે, સંતોના શ્રમને ઠોકર મારી, સેવા કરનારાને હેરાન કરે તેમની સાથે સમાજે શું કરવું જોઈએ? સમાધાન આઘા છે કાયદો બોલે પહેલા સંસ્કાર બોલવા જોઈએ. સંસ્કાર નહીં સમજે તો સમાજ અવાજ ઉઠાવે. અને જો સમાજ પણ ન શીખવે તો સાચા સાધુસંતોનું ’ત્રીજું નેત્ર’ ખુલવા દેવું જોઈએ!” “આ શ્રદ્ધાનું સ્થળ છે.અન્નક્ષેત્ર છે.અહીં ભોજન નહી, ભક્તિ મળે છે.તો આવો, શ્રદ્ધાથી આવીયે અને મર્યાદાથી જઈએ! તેવું દરેક સનાતની ધાર્મિક લાગણી ધરાવતા ભક્તો કહે છે.



