By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    3 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    3 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
CRIME

રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ

Khaskhabar Editor
Last updated: 2026/07/29 at 3:11 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
32 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

હવે CCTVની તપાસ થશે : ભોગ બનનાર યુવકના પરિવારની CBI તપાસની માગ

- Advertisement -

આ બહુચર્ચિત કેસમાં અગાઉ ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ સહિતની તપાસમાં મળી છે ક્લિનચીટ

ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ આકસ્મિક મોતના કેસમાં હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. મોત પહેલા રાજકુમાર જાટ રાજકોટ-અમદાવાદ હાઈવે નગ્ન અવસ્થામાં નજરે પડ્યાના CCTV મળી આવ્યા હોય કોર્ટે તેની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, મૃતક કયા સંજોગોમાં નગ્ન હાલતમાં ફરતો હતો તે પ્રશ્ન છે. CCTV મુદ્દે તપાસનો રીપોર્ટ સાયલન્ટ છે. રાજકુમાર જાટનું આકસ્મિક મોત થયાનો ગુનો રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જો કે, તેના પરિવારજનો આ બનાવ અકસ્માતનો નહીં પણ હત્યાનો હોવાનું માની રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે,આ હત્યામાં પૂર્વ MLA અને તેનો પુત્ર સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. પરિવારે આ કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે. અરજદારના વકીલે આ પહેલા થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીના પ્રભાવમાં હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન કરી રહી છે. તેઓની માંગ CBI તપાસની છે. 2 માર્ચ, 2025ના રોજ આરોપીના ઘરમાં મૃતકને માર મરાયો હતો, તેના પિતાને પણ લાફા માર્યા હતા. તે રાતથી રાજકુમાર ગાયબ થયો હતો. બીજા દિવસે તેના ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. તેને બ્લુ પેન્ટ અને ગ્રે ટીશર્ટ પહેર્યું હતું.તે CCTVમાં નગ્ન અને ત્યારબાદ બીજા કપડામાં દેખાય છે. વ્યક્તિ પોતાના ઘરથી દૂર એક જ રાતમાં 52 કિલોમીટર કેવી રીતે ચાલી શકે ? તેને પહેલા પહેરેલા કપડાં મળ્યા નથી. તેને નગ્ન ચાલવા મજબૂર કોને કર્યો ? તે નગ્ન ચાલતો હતો ત્યારે કેટલીક ગાડીઓ તેનો પીછો કરતી હતી તેમને લાગે છે કે તેને મારીને લકઝરી સામે નાખી દેવાયો હતો. વળી તે ઘરેથી મોબાઈલ ફોન લીધા વગર ગયો હતો. અમુક બાબતોનો તાળો મળતો નથી. તેની ડેડ બોડી ઉપર 42 ઇજાના નિશાન હતા. લકઝરી સાથેના અકસ્માતમાં આવું કેમ બને ? તેના ગુદામાં ઇજા હતી, અમુક પ્રકારની ઇજાઓ માર મારવાથી થાય તેવી જ અકસ્માતમાં થાય નહીં. આરોપી સામેથી કહે અને પોલીસ નકામા પ્રશ્નો કરીને તેનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરી નાખે છે, વળી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ એવું કારણ આપીને નથી કરાતો કે તેની ઉંમર 60 વર્ષ ઉપરની છે.

સુરેન્દ્રનગર પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ 7 મહિના પહેલા કોર્ટ સમક્ષ મુકાયો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે SP અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં CDR અને નાર્કો એનાલિસિસ, સાહેદોનાં નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે, એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે. ત્રણ બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એક મૃતક ખોવાયેલાની ફરિયાદ પર, એક NC કમ્પ્લેન્ટ પર અને એક અકસ્માત મૃત્યુની ફરિયાદ પર. તપાસ અધિકારીએ 5 બાબત ધ્યાનમાં રાખી તપાસ કરી છે.

- Advertisement -

રાજકોટમાં એક જ સ્થળે ત્રણ કે વધુ વર્ષથી ફરજ બજાવતા 84 કર્મીઓની આંતરિક બદલી : સૌથી વધુ ટ્રાફિક શાખાના 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક

રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહિવટી સુગમતા અને કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે શહેરના વધુ 84 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે અગાઉ 49 જવાનોની એકસાથે હેડક્વાટરમાં બદલી કરવામાં આવી હતી સૌથી વધુ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા વધુ 84 પોલીસ જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે આ બદલીના લીથામાં જે પોલીસ કર્મચારી ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ જે પોલીસ કર્મચારીઓ એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હતા તેમને પ્રાધાન્ય આપીને આ બદલીઓ કરવામાં આવી છે.સૌથી વધુ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.

ક્યાં પોલીસ સ્ટેશનમાંથી કેટલા જવાનોની બદલી
એ ડિવિઝન પોલીસ સ્ટેશન : 5
એરપોર્ટ પોલીસ સ્ટેશન : 8
આજી ડેમ પોલીસ સ્ટેશન : 4
બી ડિવિઝન પોલીસ સ્ટેશન : 6
ભક્તિનગર પોલીસ સ્ટેશન : 5
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન : 5
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન : 4
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન : 5
માલવીયાનગર પોલીસ સ્ટેશન : 5
પ્રનગર પોલીસ સ્ટેશન : 4
તાલુકા પોલીસ સ્ટેશન : 3
થોરાળા પોલીસ સ્ટેશન : 4
ટ્રાફિક શાખા : 26

તુ છુટાછેડા આપી દે, જો છુડાછેડા નહી આપે તો હુ લીવઈનમાં રહીશ કહી પતિની ધમકી

રાજકોટમાં મવડી મેઈન રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા મીરાબેન ગિરીશભાઈ રૂડકીયાએ લાલુ પારેખ ટાઉનશીપમાં રહેતા તેના પતિ ગિરીશ જેન્તીભાઇ રૂડકિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપર બતાવેલ સરનામે છેલ્લા ત્રણેક માસથી મારા દીકરા સાથે રહુ છું મારા લગ્ન ગિરીશ ભાઇ રૂડકીયા જે મારા સગા બહેન પારૂલબેન રાકેશભાઇ રૂડકીયાના દિયર થાય તેની સાથે 2015માં થયા હતા મારો દીકરો 5 વર્ષનો થયો ત્યાર બાદ પતિ મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવાનુ ચાલુ કરેલ અને મને તુ ગમતી નથી. મને છુટા છેડા આપી દે, જો તુ મને છુડાછેડા નહી આપે તો હુ જીનલ સાથે લીવીંગમાં રહીશ. તારા કરતા મને વધુ જીનલે સાચવ્યો છે. આમ કહી મને માનસિક ત્રાસ આપતા મારા પરિવારજનોએ મારા પતિને અવાર નવાર સમજાવેલ પરંતુ તે સમજતા નહી અને કોઈની વાત માનતા નહી અને મને તથા મારા દિકરાને સારી રીતે રાખતા નહી. મારા પતિ મારી સામે મોબાઇ લ ફોનમાં મેસેજથી જીનલ સાથે વાત કરતા અને મને બોલાવતા પણ નહી જેથી જીનલ સાથે વાત નહી કરવાનુ કહેતા તે મારા પર ગુસ્સે થઇ મારા ઉપર અવાર નવાર હાથ પણ ઉપાડી લીધેલ આમ મને શારિરીક ત્રાસ પણ આપતા હતા મારા પતિ મને બોલાવતા નહી અને પત્ની તરીકે રાખતા નહી જેથી મારા સસરા જેન્તીભાઇ મારા પતિને કહેલ કે મીરાને તારે બોલાવી ન હોય અને પત્ની તરીકે રાખવી ન હોય તો મારા ઘરમાંથી બહાર નીકળી જા જેથી મારા પતિ પોતાની મેળે અમારાથી અલગ લાલુ પારેખ ટાઉનશીપમાં રહેવા જતા રહેલ આ દરમિયાન મારા પતિ અમારા સસરાના ઘેર આવતા અને મારા સસરા ને કહેતા કે મને મીરા સાથે છુટા છેડા અપાવી દો મારે મીરા સાથે રહેવુ નથી અને તેમ છતાં મારા સાસરીવાળાએ મારા પતિ સાથે ઘરમેળે અમારૂ સમાધાન કરાવેલ પરંતુ મારા પતિ મને બોલાવતા નહી અને પત્ની તરીકે રાખતા નહી અને મારા પતિએ છેલ્લા બે વર્ષથી મને અવાર નવાર શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

મૈત્રીકરાર કરનાર ત્રંબાના ટ્રાન્સપોર્ટરના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી : ” બંનેને પતાવી જ દેવા છે ” : પરિણીતાના પિતા, કાકા સહીત ચાર સામે ફરિયાદ

મૂળ ગોંડલના દડવાના અને હાલ ત્રંબા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કામ કરતા પાર્થ સવજીભાઈ લીંબાણી ઉ.29એ નરેન્દ્ર ડાંગર, કાથડભાઈ ડાંગર, અજીતભાઈ ડાંગર અને રવિભાઈ રાઠોડ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે અમારા ગામ દડવા રહેતા ક્રિષ્ના સુખાભાઈ ડાંગર ઉ.29 સાથે છેલ્લા દશેક વર્ષથી પ્રેમસબંધ છે અને આ ક્રિષ્નાના આશરે નવેક વર્ષ પહેલા વડીયા ગામ ખાતે જયરાજ ગોગળા સાથે લગ્ન થયેલ હતા અને તેમને સંતાનમાં એક દીકરો છે અને ગઈ તારીખ 20ના સાંજના હું તથા ક્રિષ્ના સાથે નીકળી ગયા હતા અને ત્યાંથી અમદાવાદ ખાતે જઈ મૈત્રી-કરાર કર્યા છે અને ત્યાંથી અમો દ્વારકા ગયા હતા અને અમારા બંનેના ફોનના સીમકાર્ડ બંધ રાખ્યા હતા બાદ આજે મે સીમકાર્ડ ફોનમાં નાખી ફોન ચાલુ કરી મારા મોટા બહેન શ્રધ્ધાબહેનને ફોન કરી વાત કરતા ફોનમાં જણાવેલ કે, “”તુ અમને ફોનના કરીશ આ લોકો અમને ધમકાવે છે અને માતા-પિતાને હેરાન કરે છે. તેમ કહી ફોન કાપી નાખેલ અને બાદ બપોરના ફરીથી ફોન કરતા મને જણાવેલ કે, ગઈકાલ રાત્રીના ક્રિષ્નાના ભાઈ નરેન્દ્રભાઈ ડાંગર તથા તેના કાકા કાથડભાઈ તથા અજીતભાઈ અને રવીભાઈ ઘરે આવ્યા હતા અને જેમ-ફાવે તેમ ગાળો બોલી ઝઘડો કરેલ અને કહેલ કે, તારો દીકરો પાર્થ અને ક્રિષ્ના જયાં પણ મળશે તેમને જીવતા નહીં મુકીએ અને તેઓ ક્યાં છે તેમ નહીં કહો તો તમારા ટાંટીયા ભાંગી નાખશુ અને એ બંનેને પતાવી જ દેવા છે તેમ કહી ધમકી મારી હતી અમને પણ ફોનમાં આ રીતે ધમકાવે છે.” તેમ વાત કરી હતી અને મારા ગામનો મારો મિત્ર અલ્કેશ મારે ત્યાં ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે તેને અમે ઈન્સ્ટાગ્રામમાં વાત કરતા તેણે પણ અમને જણાવેલ કે ગઈ તારીખ 20ના રાત્રીના ચારેય તારા ઘરે આવ્યા હતા અને તારા માતા-પિતા અને ભાઈ-બહેનને જેમ-તેમ બોલી ધમકી મારેલ કે, તારા દિકરા પાર્થ અને ક્રિષ્ના જ્યાં પણ મળશે તેમના ટાંટીયા ભાંગી નાખશુ અને તેમને બંનેને પતાવી દઈશુ.” તેમ જણાવેલ હતુ અને અમને આ ઉપ રોક્ત ચારેયનો ડર હોય કે તેઓ અમને મારશે અને અમને અમારા જીવનુ જોખમ હોય જેથી આજી ડેમ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી હતી.

તારું લફરું હતું તે મેં પૂરું કર્યું છે તેના દોઢ લાખ આપવા પડશે કહી કારખાનું અને મકાનને તાળા મારી દીધા

રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા અને શ્રીહરી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં બફકામની મજુરીનુ કારખાનુ ચલાવતા હાર્દિકભાઈ જયસુખભાઈ પરમાર ઉ.39એ વેલનાથ સોસાયટીમાં રહેતા સુભાષ દેહાભાઈ હુંબલ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 3 તારીખે સુભાષભાઈ મને બપોરના રણુજા મંદિરની સામે રોડ ઉપર મળ્યા હતા અને મને કહેલ કે તારે અગાઉ જે છોકરી સાથે લફરૂ હતુ તે બાબતની મેટર મે પુરી કરેલ તેના રૂપિયા દોઢ લાખ મને આપ નહીતર આ તારા લફરા બાબતે બધાને કઈ દઈશ અને બદનામ કરીશ તેવુ મને કહેતા મે તેમને કહેલ કે કઈ મેટર અને કયા રૂપિયા મારે તને કોઇ રૂપિયા આપવાના થતા નથી તેવુ મે કહેતા આ સુભાષભાઈ ત્યાથી જતા રહેલ અને પછી બે દિવસ બાદ હું મારા ઘરે હતો ત્યારે આ સુભાષભાઈએ મને ફોન કરી કહેલ કે તારે મને દોઢ લાખ રૂપિયા ક્યારે આપવાના છે તેમ કહેતા મે કહેલ કે મારે તમને કોઈ રૂપિયા આપવાના થતા નથી તેવુ કહેતા તેને મને કહેલ કે તારે જ્યા ફરિયાદ કરવી હોય ત્યા કરી લેજે હુ મારા રૂપિયા તારી પાસેથી લઈને જ રહીશ અને તારા કારખાને પણ તાળા મારી દઈશ અને તે જે મકાન ભાડે આપેલ છે ત્યાંથી તારા ભાડુઆતને પણ હું ભગાડી દઈશ અને તે મકાનને તુ ભુલી જા જે અને તારુ કારખાનુ બંધ કરી તારો ધંધો બંધ કરી દઈશ તેવુ મને કહેલ અને ત્યાર બાદ તા.20ના સવારે મારા કારીગર મુકેશભાઈ સરવૈયાનો ફોન આવેલ અને મને કહેલ કે આપણા કારખાને કોઈએ બીજું તાળું મારેલ છે. જેથી હું અને મારી પત્નિ નિલમ તથા મારો સાળો પ્રદિપભાઈ બધા તાત્કાલિક અમારા કારખાને ગયેલ અને ત્યા પહોચતા અમારી બાજુના કારખાનાવાળા અરવિંદભાઈ ખુંટએ મને કહેલ કે કોઈ ભાઈ વેલનાથમાથી આવીને તાળા મારી ગયેલ. અને ત્યાર બાદ ચારેક દિવસ બાદ મારુ મકાન જે કોઠારીયામા મારૂતી રેસીડેન્સીમા આવેલ છે જે મે ભાડે આપેલ છે તેને ગઈ તા.23ના રાત્રીના તાળા મારી દિધેલ જેની જાણ સવારમાં મારા ભાડુઆત મહેશભાઈએ કરી હતી આ સુભાષભાઇ રૂબરૂ મારી માતા અરૂણાબેનને મળેલ અને કહેલ કે હજુ જો આ તમારો દિકરો હાર્દિક મને દોઢ લાખ રૂપીયા નહી આપે તો તેના હું સોસીયલ મીડીયામા વાઈરલ કરીશ અને તેના સાસરીયા સમાજમાં ફોટા વાયરલ કરીશ અને બદનામ કરીશ અને તને જાનથી મારી નાખીશ અને મારા રૂપીયા વધતા જશે અને હવે ચાર લાખ થશે તેવી ધમકી આપી હતી જે મને મારી માતાએ વાત કરી હતી જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સના સરકારી ક્વાટરમાંથી 3 લાખની ચોરી : પતિ જૂનાગઢ ગયો હોય બાદ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

મૂળ અમરેલીના હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ સરકારી ક્વાર્ટરમાં રહેતા અને ગ્લોબલ એરટેક સીસ્ટમમા છેલ્લા એક વર્ષથી સર્વીસ એંજીનીયર તરીકે ફરજ બજાવતા વિશાલભાઇ અરવીંદભાઇ ભટ્ટ ઉ.33એ 3,08,400ની ચોરી અંગે પ્રનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ તથા મારા પત્ની નેહાબેન બન્ને સરકારી ક્વાર્ટર્સમા રહીએ છીએ અને મારા પત્ની નેહાબેન સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે ગત તા.26ના હુ મારા ઘરે જુનાગઢ ખાતે મારા મમ્મીને હાથમાં ફેક્ચર થયુ હોઇ તેમના ખબર અંતર પુછવા માટે જુનાગઢ જવા નીકળ્યો હતો અને ત્યા રાત્રી રોકાણ કરી તા.27ના રોજ હુ મારા મમ્મીને લઇ દવાખાને ગયેલ ત્યારે બપોરના બે-અઢી વાગ્યાના અરસામા મારી પત્ની નેહાબેનનો ફોન આવેલો અને કહ્યું કે આપણા ઘરમાં ચોરી થઇ છે જેથી હું જુનાગઢથી રાજકોટ આવી ગયો હતો અને દંપતીએ જોયું તો લાકડાના કબાટમા રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું તાપસ કરતા 4 જુદા જુદા વજનની સોનાની વીંટી, 2 સોનાની બંગડી, 1 સોનાનો પેન્ડલવાળો ચેઇન, 1 સોનાનો હાર, 1 સોનાનો પેન્ડલ સેટ, 1 ચાંદીની વીંટી, 1 જોડી ચાંદીના સાંકળા, 6 ચાંદીની માછલી અને 2 ચાંદીના બ્રેસલેટ સહીત 3,08,400ની ચોરી થઇ હોવાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ઝડપાઇ : ચાર શખ્સો પાસેથી 1.39 લાખનો મુદામાલ કબ્જે કરતી એલસીબી

રાજકોટ જિલ્લામાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી રીક્ષા ગેંગને રૂરલ એલસીબી ટીમે ઝડપી લીધી છે રીક્ષા ગેંગના ચાર સભ્યોને પકડી પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી નાખી 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જેતપુરમાં રહેતા દિનેશભાઈ મંગળીયાભાઈ ડામોરને સરદાર ચોકથી એક પેસેન્જર રીક્ષામાં બેસાડી ચાર શખ્સોએ જેતલસર તરફ જવાના રસ્તે વાતોમાં વળગાવી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ 15000 ચોરી લીધા હોય આ અંગે ફરિયાદ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાઈ હોય આ ગુનાને અંજામ આપનાર ગેંગને પોલીસે ઝડપી લીધા છે પોલીસે શાપરના હુસેન ઉર્ફે દાઉદ મલેક, શિવમ ઉર્ફે રાજા અજયસિંગ રાજપુત, રાજકોટના ભરત મૂળજી ચંદ્રપાલ અને રવિ રમેશ ચૌહાણની ધરપકડ કરી હતી ઝડપાયેલ ટોળકીએ પોલીસ સમક્ષ અલગ અલગ ત્રણ ગુનાની કબુલાત આપતા જણાવ્યું હતું કે તેમણે ગઈ તા. 22 જુલાઈના રોજ શાપર ખાતે બુધવારીમાંથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી 4000ની રોકડ કાઢી લીધી હતી. ગત તા. 27 જુલાઈના રોજ ચારેય આરોપીઓ રાજકોટથી રિક્ષામાં બેસી જેતપુર જવા નીકળ્યા હતા દરમિયાન ભુણાવા ગામના પાટીયા પાસેથી એક પેસેન્જરની રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી 700 રોકડા કાઢી લીધા હતા બાદમાં તે જ દિવસે જેતપુર ખાતે પહોંચી સરદાર ચોકથી આગળ જુનાગઢ તરફ જવાના રસ્તા પરથી પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી 15 હજારની રોકડ કાઢી લીધાની રિક્ષા ગેંગના સભ્યોએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જેથી રૂરલ એલસીબી ટીમે ચારેય શખ્સોની ધરપકડ કરી રોકડ 19 હજાર, ચાર મોબાઈલ અને જીજે-03-સીટી-2203 નંબરની રીક્ષા મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો હુસેન મલેક અગાઉ પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં દારૂના સાત ગુનામાં, ભરત ચંદ્રપાલ અગાઉ રાજકોટ, જૂનાગઢ, મોરબીમાં દારૂ અને ચોરી સહિતના 13 ગુનામાં અને શિવમ રાજપુત અગાઉ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દારૂ, ચોરી સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઉપલેટાના યુવકનો ઝેર પી આપઘાત : વતન છોડી હિજરત કરી કુતિયાણા શિફ્ટ થયો તો પણ વ્યાજખોરો મારી નાખવાની ધમકી આપતા

ઉપલેટાના વ્યાજખોરોએ 60 ટકા વ્યાજ વસુલતા 30 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે યુવકને મરવા મજબુર કરવા સહિતની કલમ હેઠળ ઉપલેટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ કુતિયાણા રહેતાં મૂળ ઉપલેટાના વતની હરેશભાઇ મનસુખભાઇ સોલંકી ઉ.30એ ખાખીજાળીયાના સાગર બાવનજી સુવા, ઉપલેટાના મનસુખ લખમણ મકવાણા, ઈકબાલ, સંજય સીંગડીયા, નાથાભાઈ સામે ઉપલેટા પોલીસમાં મરવા મજબૂર, મનીલેન્ડ એકટ સહિતની આકરી કલમો હેઠળ નોંધાવેલી ફરિયળમાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ ઉપલેટા ખાતે રહેતા હતા ચારેક વર્ષ પૂર્વે યુવાનને તરબૂચના વેપાર અર્થે પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેથી સાગર પાસેથી 30 હજાર વ્યાજે લીધા હતા જેના વ્યાજ પેટે માસીક 2 હજાર ચૂકવતા હતા સાત-આઠ મહિના સુધી વ્યાજ ચૂક્યું હતું બાદમાં વ્યાજ નહીં ચૂકવી શકતા સાગર વ્યાજની ઉઘરાણી કરતો હોય તેને પૈસા ચૂકવવા યુવાને મનસુખ મકવાણા પાસેથી દરરોજ 300 વ્યાજ પેટે ચૂકવવાની શરતે 15 હજાર વ્યાજે લીધા હતા મનસુખ મકવાણાએ દૈનિક 300 એટલે કે માસિક 60% જેટલું વ્યાજ વસુલતા યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયો હતો મનસુખ મકવાણાને વ્યાજ ચૂકવવા યુવાને નાથા પ્રમુખ આહીર પાસેથી માસિક 2 હજાર વ્યાજ ચૂકવવાની શરતે 10 હજાર વ્યાજે લીધા હતા. બાદમાં સતત વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા યુવાને ઇકબાલભાઇ પાસેથી દૈનિક 200 ચૂકવવાની શરતે 10 હજાર વ્યાજે લીધા હતા ચારેય વ્યાજખોરો પૈસા માટે સતત માનસિક ત્રાસ આપતાં હોય યુવાને વધુ એક વ્યાજખોર સંજય સિંગડિયા પાસેથી 10 હજાર માસિક 2 હજાર વ્યાજ પેટે ચૂકવવાની શરતે મેળવ્યા હતા પાંચેય વ્યાજખોરો યુવાન પાસેથી 60% સુધીનું વ્યાજ વસુલતા હોય અને પૈસાની સતત પઠાણી ઉઘરાણી કરતા હોય યુવાનને વ્યાજખોરોના ત્રાસથી પોતાના વતન ઉપલેટાથી હીજરત કરવાની ફરજ પડી હતી યુવાને પરિવાર સાથે વતન પોરબંદરના કુતિયાણા ગામે જતાં રહેલ હતા. ત્યાર બાદ પણ વ્યાજખોરો અલગ અલગ શખ્સો મારફતે વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું સાગરએ ઉપલેટા ખાતે આવેલ ફરિયાદીના મકાન પર કબ્જો કરી લીધો હતો. જયારે વ્યાજખોર ઇકબાલ ફોન કરી વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી કરી હતી. જો વ્યાજ અને મૂડી પરત નહિ આપે તો યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી યુવાને ગત તા.22-07ના રોજ સરદારગઢ ગામે સ્મશાન ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ઘટનાને પગલે યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ માણાવદર પોલીસે મની લેન્ડ એક્ટની કલમો હેઠળ પાંચેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી ઝીરો નંબરથી ઉપલેટા પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. દરમિયાન યુવાને સારવાર દરમિયાન ગત તા.23-07 ના રોજ દમ તોડી દિધો હતો યુવકના મૃત્યુથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

રાજકોટમાં એલસીબી ઝોન 1-2ના ત્રણ દરોડામાં 6.11 લાખનો દારૂ ઝડપાયો : માંડાડુંગર પાસેથી 4.43 લાખનો દારૂ ભરેલી કાર સાથે એકની કરી ધરપકડ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1 અને 2ની ટીમે ત્રણ દરોડા પાડી 6,11,640 રૂપિયાના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે જયારે નામચીન બુટલેગર સહીત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એલસીબી ઝોન 1ના પીએસઆઈ મોવલિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મનરૂપગિરી ગોસ્વામી, નીખિલભાઈ પિરોજીયા, નરેન્દ્રભાઈ ગઢવી સહિતના મળેલી બાતમી આધારે આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર તરફના રસ્તા પર રાત્રે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી દારૂની મોટી 252 બોટલ અને દારૂના 192 ચપલા મળી આવતા કારચાલકનું નામઠામ પૂછતાં પોતે ખોડિયારનગરમાં રહેતો રવિ ભીખુભાઇ ગીડા હોવાનું જણાવતા પોલીસે 4,42,800નો દારૂ, કાર સહીત 12,42,800નો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં ખોડિયારનગરના મયુર બાબુભાઇ ગીડાનું નામ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાવી મયુરની શોધખોળ હાથ ધરી છે તેમજ એલસીબી ઝૉન 2ના પીએસઆઈ ચુડાસમાની રાહબરીમાં એએસઆઈ હરપાલસિંહ જાડેજા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફે બાતમી આધારે ભીલવાસમાં દરોડો પાડી 1,60,800ની કિંમતના દારૂના 480 ચપલા મળી આવતા કબ્જે કરી હાજર નહીં મળી આવેલા કુખ્યાત ઈરફાન નજીરભાઈ ઠાસરીયા અને સદ્દામ ઉર્ફે ગડો સમશેરભાઈ કાથરોટીયા વિરુદ્ધ પ્રનગરમાં ગુનો રજીસ્ટર કરાવી બંનેની શોધખોળ હાથ ધરી છે તેમજ આ જ વિસ્તારમાં બીજો દરોડો પાડી વાહનમાં 8,040 રૂપિયાની કિંમતના 24 ચપલા લઈને નીકળેલા પંકજ નટુભાઈ કડવાતરની ધરપકડ કરી પૂછતાછ કરતા તેમાં પણ ઈરફાન ઠાસરીયાનું નામ ખુલતા બીજો ગુનો નોંધાવી ઈરફાનની શોધખોળ હાથ ધરી છે.

આટકોટના જુના પીપળીયા પાસે કારમાંથી 4.71 લાખનો દારૂ ઝડપાયો : રાજસ્થાનથી ડિલિવરી દેવા આવેલ ત્રિપુટીની ધરપકડ : 10.74 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીએ આટકોટના જુના પીપળીયા ગામ પાસે વોચ ગોઠવી કારમાંથી 4.71 લાખના દારૂ સાથે ત્રણ રાજસ્થાની સપ્લાયરની ધરપકડ કરી કુલ 10.74 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂના રીસીવર અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વાઘાભાઇ આલ, જીતેન્દ્રભાઇ ગોહિલ, અમિતદાન સુરૂ સહિતનો સ્ટાફ આટકોટના જુના પીપળીયા ગામ પાસે પહોંચતા ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કારમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરી આટકોટથી સાણથલી તરફ પસાર થનાર છે. જેથી સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આટકોટ તરફથી ક્રેટા કાર આવતા તેને અટકાવી અંદર જોતા તેમાં બેઠેલા ત્રણ શખ્સોના નામ પુછતા રાજસ્થાનના ઓમપ્રકાશ બાબુલાલ ગોદારા, ભીખારામ પાંચારામ ગોદારા અને ગણપતલાલ પાંચારામ ગોદારા હોવાનુ જણાવ્યુ હતું પોલીસની ટીમે કારમાં જોતા વચ્ચેની સીટમા નીચેના ભાગે તથા પાછળની ડીકીમા દારૂની બોટલો જોવા મળતા મોંઘી સ્કોચ અને વ્હીસ્કીની કુલ 321 બોટલ મળી આવતા 4.71 લાખનો દારૂ અને કાર મળી કુલ 14.75 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી દારૂના રીસીવર અંગે તપાસ હાથ ધરી છે.

બહેનપણીએ ફોન કરી મારી ખોટી વાતો કેમ ફેલાવે છે કહી ત્રણ શખ્સોને મોકલી હુમલો કરાવ્યો : તુ ગમે ત્યાં રસ્તામાં ભેગી થઈશ ત્યાં જ તને પતાવી દઈશ જીવતી નહીં જાવા દઉં. કહી ધમકી

રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલ ગુંદાવાડી સોસાયટીમાં રહેતા રિંકલબેન મુરલીધરભાઈ ભાવનાણી ઉ.22એ વિજયગીરી, અજય, ધર્મેશ વાઘેલા અને જ્હાન્વી મકવાણા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.27ના રોજ રાત્રીના મારા ફોનમાં મારી મિત્ર જાન્હવીનો ફોન આવેલ અને વાત કરેલ કે, તુ મારી ખોટી વાતો કેમ ફેલાવે છે જેથી મે તેને સમજાવેલ કે મે તારી કોઈને વાત કરી નથી તો આ જાન્હવી કહેવા લાગેલ કે મારી પાસે પ્રુફ આવશે એટલે તને જોઈ લઈશ. તેમ કહી ફોન રાખી દીધેલ હતો અને રાત્રીના હું તથા અમારા સંબંધી નીખીલભાઈ અમો બંને મારી મિત્ર પાયલબેન જે રણુજામંદીર પાસે ભુમેશ્વરી સોસાયટીમાં રહેતી હોય તેમના ઘરે જમવા ગયા હતા અને જમીને ત્યાં જ બેસી વાતો કરતા હતા ત્યારે તા.28ના રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ એક કાર પાયલબેનના ઘરની સામે આવી હતી અને તેમાંથી ત્રણ ઈસમો ઉતર્યા હતા જોર-જોરથી પાયલબેનના ઘરની સામે બોલતા હોય જેથી હું તથા નીખીલભાઈ ચંદારાણા, પાયલ અગ્રાવત તથા મારી મિત્ર અંજલી અગ્રાવત અમે બહાર શેરીમાં આવી જોયુ તો વિજયગીરી, અજયભાઈ અને ધર્મેશ વાઘેલા ઉભા હતા અને આ વિજયગીરી મને કહેવા લાગેલ કે તુ કેમ જાન્હવીની ખોટી વાતો ફેલાવે છે તેમ કહી મને જેમ-ફાવે તેમ ગંદી ગાળો બોલવા લાગેલ જેથી અમારા સગા નીખીલભાઈ તેમને ગાળો બોલવાની ના પાડતા આ વીજયગીરી નીખીલભાઈ પાસે જઈ તેમને બે-ત્રણ લાફા મારી દીધા હતા જેથી મને ડર લાગતા હું પાયલબેનના ઘરમાં જવા જતા અજયભાઈ તેનો ઘરનો દરવાજો બંધ કરી મને પકડી અને મને ઢીંકા-પાટુનો માર મારવા લાગેલ અને નીખીલભાઈને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ હોય જેથી નીખીલભાઈ તેના મારથી બચવા તેની સાથે ઝપા-ઝપી કરતા ધર્મેશ વાઘેલાએ નેફામાંથી છરી કાઢીને નીખીલભાઈને મારવા દોડેલ અને શેરીમાં આજુ-બાજુ ના માણસો ભેગા થઈ જતા વિજયગીરી તથા અજયભાઈ મને ધમકી આપેલ કે, તુ ગમે ત્યાં રસ્તામાં ભેગી થઈશ ત્યાં જ તને પતાવી દઈશ જીવતી નહીં જાવા દઉં. તેમ ઘમકી મારી તેઓ તેમની કાર લઈ જતા રહ્યા હતા અને આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાંથી 8 બાળકો, 2 મહિલા, 2 પુરુષને ભિક્ષાવૃતિમાંથી મુક્ત કરાવ્યા : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની બાળ સુરક્ષા એકમ સાથે સંયુક્ત કામગીરી

રાજકોટની એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ અને વિવિધ વિભાગોની સંયુક્‍ત ટાસ્‍ક ફોર્સ દ્વારા શહેરમાં ભિક્ષાવળત્તિ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, રાજકોટ બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા ભિક્ષુક ગળહ, પુરૂષ ભિક્ષુક ગળહ તથા ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનની સંયુક્‍ત ટીમો દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારો અને ટ્રાફિક સિગ્નલો આસપાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ તપાસ દરમિયાન બોલપેન તથા બૂક વેચવાના બહાને ચાર રસ્‍તા-સિગ્નલો પર ભિક્ષાવળત્તિ કરતા ૮ બાળકો, ૨ પુરૂષો અને ૨ મહિલાઓ મળી કુલ ૧૨ વ્‍યક્‍તિઓને ભિક્ષાવળત્તિમાંથી મુક્‍ત કરાવવામાં આવ્‍યા હતા. મુક્‍ત કરાવવામાં આવેલા ૮ બાળકોને ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્‍યા હતા. કમિટી દ્વારા આ બાળકોના વાલીઓને બોલાવીને ભિક્ષાવળત્તિ ન કરાવવા માટે સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન હેઠળ તમામ બાળકોના યોગ્‍ય શિક્ષણ માટેની વ્‍યવસ્‍થા પણ હાથ ધરવામાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ કે. કે. ગોહિલ અને તેમની ટીમના એએસઆઈ અજય શુકલા, જીગ્નેશ મારુ સાથે આ કામગીરીમાં સમાજ સુરક્ષા અધિકારી, રાજકોટ બાળ સુરક્ષા એકમ, મહિલા તથા પુરૂષ ભિક્ષુક ગળહની સંયુક્‍ત ટીમ અને ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇનની ટીમ પણ સામેલ થઇ હતી.

શરીરમાં થતી બળતરાથી કંટાળી વૃધ્ધનો ઝેર પી આપઘાત

રાજકોટના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ રહેતાં 61 વર્ષીય વૃધ્‍ધને શરીરમાં બળતરા થતી હોઇ તેનાથી કંટાળી જઇ ઝેર પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ કૈલાસ પાર્કમાં રહેતાં હસમુખભાઇ નાગજીભાઇ રાઠોડ ઉ.61 નામના વૃધ્‍ધે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરી લેનારા હસમુખભાઇને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પોતે રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં હસમુખભાઇને શરીરમાં, પેટમાં બળતરા થવાની બિમારી હતી. તેનું નિદાન, સારવાર, દવા કરાવવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળી તેમણે આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી.

રાજકોટથી ભિક્ષાવૃતિ કરી પારેવડાં જતા મદારી યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત : સોખડા ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ બનેલો બનાવ : પરિવાર શોધવા નીકળ્યો ત્યારે લાશ મળી

કુવાડવાની સોખડા ચોકડી નજીક રસ્‍તો ઓળંગી રહેલા પારેવડાના મદારી યુવાનને અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેનું ઘટના સ્‍થળે જ ગંભીર ઇજા થવાથી મોત થયું છે. આ યુવાન પારેવડાથી રાજકોટ ભિક્ષાવૃતિ કરવા માટે આવ્‍યો હતો. રાતે પરત પોતાના ઘરે જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. કુવાડવા પોલીસે અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્‍યા મુજબ પારેવડા ગામે કૃષ્‍ણાનગરમાં રહેતો અમદીનાથ ભોટનાથ બામણીયા-મદારી નામનો યુવાન ગઇકાલે સવારે પારેવડાથી રાજકોટ ભિક્ષાવૃતિ કરવા આવ્યો હતો. બાદમાં રાતે પરત પોતાના ઘરે આવતો હતો એ વખતે કુવાડવા નજીક સોખડા ચોકડી પાસે રસ્‍તો ઓળંગતો હતો ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક તેને ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ શૈલેન્‍દ્રસિંહ બી. જાડેજા સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો મૃતક અમદીનાથ ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસે પારેવડામાં જ રહેતાં મૃતકના સાઢુભાઇ અજયનાથ પોપટનાથ સોલંકીની ફરિયાદ પરથી જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃત્‍યુ પામનાર અમદીનાથને સાંજે છએક વાગ્‍યે પત્‍નિ સીતાબેને ફોન કર્યો ત્‍યારે તેણે પોતે હવે રાજકોટથી ઘરે આવવા નીકળી ગયો છે તેવી વાત થઇ હતી. પરંતુ બાદમાં મોડેથી ફરી ફોન જોડતાં ફોન રીસીવ થતો નહોતો. આથી સીતાબેને બનેવી અજયનાથની ઘરે જઇ વાત કરી હતી. આ પછી બધા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. એ દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે આઇઓસી પ્‍લાન્‍ટ પાસે ટોળુ ઉભુ હોઇ ત્‍યાં તપાસ કરતાં એક યુવાન રસ્‍તો ઓળંગતી વખતે કોઇ વાહનની ઠોકરે આવી જતાં તેનું મોઢુ, કમરનો ભાગ, સાથળ વચ્‍ચેનો ભાગ છુંદાઇ ગયેલા જોવા મળ્‍યા હતાં. આ પછી ખબર પડી હતી કે આ લાશ અમદીનાથની છે. આ રીતે મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે

You Might Also Like

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ મકવાણાનું ગોંડલ ખાતે સન્માન

બેડી ગામ પાસે એક જ પરિવારના ત્રણ બાળકો – યુવાનના તળાવમાં ડૂબી જતા મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
Next Article ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIMEરાજકોટ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?