રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સમાજ પાર્ટી પ્લોટ, ન્યૂ 150 ફૂટ રીંગ રોડ પર એક દિવસીય ગરબાનું આયોજન
સનાતન સંસ્કૃતિ, પરંપરા અને ગરબાની લોકસંસ્કૃતિને જીવંત રાખવાના શુભ આશય સાથે સમસ્ત રઘુવંશી પરિવાર માટે આગામી તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારના રોજ ભવ્ય એકદિવસીય ગરબા મહોત્સવ ‘હાલો ને આપણા મલકમાં’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક ઉત્સવ સમાજ પાર્ટી પ્લોટ, ન્યુ ૧૫૦ ફૂટ રિંગ રોડ, કટારીયા ચોક પાસે, રાજકોટ ખાતે રાત્રે ૮ કલાકે યોજાશે.
- Advertisement -
નવરાત્રી એ માત્ર ઉત્સવ નહીં પણ આપણી વિરાસત અને ગૌરવપૂર્ણ ઓળખ છે. નવી પેઢી પોતાની ધરોહરથી જોડાયેલી રહે અને પરિવાર સાથે મળીને ઉત્સાહભેર ગરબે ઘૂમી શકે તે માટે રઘુવંશી યુવા શક્તિ સંઘના સહયોગથી આ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વધુમાં વધુ ખેલૈયાઓ અને પરિવારજનો જોડાઈ શકે તે હેતુથી પ્રવેશ ફી માત્ર ૪૯/- રાખવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે, નવરાત્રી એ માત્ર તહેવાર નથી પરંતુ આપણી સાંસ્કૃતિક વિરાસત અને ગૌરવપૂર્ણ ઓળખ છે. નવી પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તેવા ઉમદા હેતુથી રઘુવંશી યુવાશક્તિ સંઘના સહયોગથી આ પારિવારિક આયોજન હાથ ધરાયું છે. વધુમાં વધુ ખેલૈયાઓ અને પરિવારો ઉત્સાહભેર જોડાઈ શકે તે માટે પ્રવેશ ફી માત્ર ₹૪૯/- રાખવામાં આવી છે. સમગ્ર રઘુવંશી સમાજ એક તાંતણે બંધાઈને ગરબાની રમઝટ માણે તે માટે શહેરીજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




