પાકિસ્તાની પત્રકારે પ્રશ્ન પૂછવાની ગુસ્તાખી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું, એક આતંકી દેશ મને પ્રશ્ન પૂછે છે!
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો જવાબ આપતા ભારતના મહિલા ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોટે જવાબ આપ્યો, 9/11ના માસ્ટર માઈન્ડને તેઓએ જ શરણ આપી હતી
- Advertisement -
સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં વધુ એક વખત પાકિસ્તાનના ત્રાસવાદના રોદણા અને માનવ અધિકારના લવારા પર ભારતે જડબાતોડ જવાબ આપીને ઈસ્લામાબાદને સ્તબ્ધ કરી દીધુ હતુ તથા ખાસ કરીને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફને ‘કઠપુતળી’ ગણાવતા તેમની સરકાર તો પાક સેના ચલાવે છે તેવુ મોઢેમોઢ કહી દીધુ હતું.
રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં ભાગ લેવા આવેલા પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી આતંકવાદ-કાશ્મીર જેવા તેના જૂના પુરાણા વાકયોથી ભાષણ કર્યુ હતું. તેને જવાબ અપાયો તો વિદેશમંત્રી એસ.જયશંકર જયારે સાઈબેરીયાના વિદેશમંત્રી સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા.
તો એક પાક પત્રકારે કહ્યું કે હવે ભારત અમારા દેશ (પાકિસ્તાન) પેટે ત્રાસવાદને ટેકો આપવાનું બંધ કરશે. તેઓ પ્રશ્ન પુછાતા જયશંકરે આંચકો લાગે તેવો જવાબ આપતા કહ્યું કે એક ત્રાસવાદી દેશ મને પ્રશ્ન પૂછે છે, જવા દો..
આમ પુરી પ્રેસ કોન્ફરન્સમાં પાક પત્રકારની બોલતી બંધ કરી દીધી હતી તો બીજી તરફ રાષ્ટ્રસંઘમાં શાહબાઝ શરીફના ભાષણનો જવાબ આપતા ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ પેટલ ગેહલોટે જણાવ્યું કે, આજે બપોરે રાષ્ટ્રસંઘ સામાન્ય સભામાં રાખવામાં આવ્યો હતો અને તે એ સંસ્થા છે તેની સામે પાક પ્રતિનિધિ (શાહબાઝ શરીફ)નું માથુ ઝુકેલુ છે પણ પાક.ના લોકો જેને ફોર્મ નં.૪૭ સરકાર કરે છે તેની પાસે આ જ અપેક્ષા રાખી શકાય છે.
પાકના પ્રતિનિધિની કેટલીક ગજબની વાતો સાંભળવા મળી. તેઓએ ન્યુયોર્ક શહેર તથા દુનિયા ૯/૧૧ના ભયાનક હુમલા સંદર્ભમાં પાક.ને અરીસો બતાવ્યો અને જણાવ્યું કે એ યાદ રાખવાની જરૂર છે કે આ હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનની પાક સેનાની મુખ્ય એકેડેમી પાસે સલામત(આ ફોર્મ ૪૭ એ ૨૦૨૪ની ચુંટણીમાં સેનાએ ગડબડી કરીને જે રીતે ઈમરાનખાનને પરાજીત કર્યા તે સંદર્ભમાં પાકમાં વપરાઈ રહ્યા છે. ચુંટણીમાં ફોર્મ નં.૪૭ પરિણામ અંગેનું ફોર્મ છે, ભારતીય મહિલા પ્રતિનિધિ પેટલ ગેહલોટે પાકને કહ્યું કે તમારા જ પાટનગર ઈસ્લામાબાદમાં તેના જ નાગરિકો સામે કિલ્લેબંધી કરે છે. તેઓએ કહ્યું કે આ સરકાર સેનાની છે. સેના દ્વારા અને સેના માટે ચાલે છે અને પાકની અસલીયત તેના ૨૭માં સંબોધનમાં છે. (જેમાં જનરલ અસીમ મુનીરને આજીવન પાક સેનાના વડા નિશ્ચિત કરાયા છે.) આમ રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું ભારે પડી ગયું હતું.




