કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે હાજીભાઈ ઓડિયાના નામની જાહેરાત કરવામાં આવતા જ રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને વિરોધનો સૂર ઉઠ્યો
વર્ષે અંદાજે બેથી ત્રણ અબજનું બજેટ ધરાવતી રાજકોટ મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિ નક્કી કરવાનું ‘મુહૂર્ત આખરે આવી ગયું છે, આજે(30 સપ્ટેમ્બર) ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવાર સમિતિના સભ્ય બનવા માટે ફોર્મ ભર્યા હતા.ભાજપે કોઈ પણ નામને લઇ વિવાદ ન સર્જાય તે માટે ખાસ કાળજી રાખી છેલ્લે સુધી સભ્યોના નામ અંગે સસ્પેન્સ રાખી ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર હતી, જ્યારે કોંગ્રેસે તો સીધો ઉમેદવારને ફોર્મ ભરવા મોકલ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે હાજીભાઈ ઓડિયાના નામની જાહેરાત કરવામાં આવતા જ રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને વિરોધનો સૂર ઉઠ્યો છે. કોંગ્રેસના જ અગ્રણી નેતાઓ કમલેશ કોઠીવાર અને વિજયસિંહ જાડેજાએ આ નિર્ણય સામે ભારે અસંતોષ વ્યક્ત કરી ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપનાં ઈશારે કોંગી ઉમેદવાર પસંદ કરાયો, પક્ષમાં સમર્પિત અને વફાદાર કાર્યકરોને બદલે એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે જે વિરોધ પક્ષ તરીકે યોગ્ય રજૂઆત પણ કરી શકે તેમ નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ વખતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી તમામ 11 નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામમાં પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયાના ભાઈનું નામ જાહેર કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે આ માટે તેમના દ્વારા લોબિંગ પણ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જો કે આવું થાય તો ભાજપમાં પણ પરિવાર વાદ ચાલતો હોવાનું ચિત્ર સામે આવી શકે છે. કારણ કે આજે જાહેર કરેલ નામો પૈકીનું એક નામ ડોલીબેન ટાંક પણ ભાજપ નેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીમાં દીકરી પણ છે.
ભાજપના સભ્યોના નામ
હર્ષિત કાવર
- Advertisement -
વિરેન્દ્ર ભટ્ટ
યોગરાજસિંહ જાડેજા
હરેશ કાનાણી
ડૉ. તૃપ્તીબેન શુકલ
કલ્પનાબેન કયાડા
દ્રુપલબેન (ડોલીબેન) ટાંક
પિન્ટુ રાઠોડ
કેયુર મશરૂ
પ્રવીણ ચાવડા
કોંગ્રેસના ઉમેદવાર
હાજીભાઈ ઓડિયા




