By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    12 minutes ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    23 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    23 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    23 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    23 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
રાષ્ટ્રીય

પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/13 at 4:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
12 Min Read
SHARE

સિદ્ધહસ્ત ગુજરાતી લેખક સૌરભ શાહની કલમે તાજેતરની ઘટનાઓનું એનાલીસિસ

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિંધુ જળસંધિને અભરાઈએ ચડાવી દીધી ત્યારે શું મોદીને આંતરરાષ્ટ્રીય અદાલત કે અન્ય કોઈ બંધનો-વિઘ્નો નડતાં નહોતાં? આમ છતાં મોદીએ પાકિસ્તાનનું પાણી અટકાવ્યું ને. મોદીએ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે લોહી વહેતું હોય ત્યાં સુધી પાણી નહીં વહી શકે

- Advertisement -

મોદી કંઈ મનમોહન સિંહ કે રાજીવ કે ઈન્દિરા નથી, નહેરુ પણ નથી, આ બધા કરતાં મોદી અનેક રીતે ઘણા ઘણા શ્રેષ્ઠ છે

પહેલગામ કૃત્ય અને ઓપરેશન સિંદુર

વડાપ્રધાને જે નથી કર્યું, જે વાત અધ્યાહાર રાખી છે તે એ છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી સામે નમતું જોખવાની ભારતને હવે જરૂર જ નહીં પડે, પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને છેલ્લા અઠવાડિયા-પંદર દિવસમાં ભારતે કચડી નાખી છે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22 મિનિટના રાષ્ટ્રને (ખરેખર તો પાકિસ્તાન-ચીન સહિત દુનિયાના તમામ રાષ્ટ્રોને) સંબોધીને કરેલા પ્રવચનમાંથી બાવીસ મુદ્દાઓ એવા મળે જેની છાપાવાળાઓ હેડલાઈન બનાવી શકે. પણ ભારતના દરેક પ્રમુખ અખબારે વાજબી રીતે જ આઠ કોલમમાં આ એક (અને સૌથી અગત્યનો એવો) મુદ્દો હાઈલાઈટ કર્યો- ન્યુક્લિયર બ્લેકમેઈલવાળો મુદ્દો.
બાંગ્લાદેશ છૂટું પડ્યું તેના બીજા જ વરસથી 1972થી પાકિસ્તાને અણુબોમ્બ બનાવવાની કવાયત શરૂ કરી હતી જે છેક 1998ના અંતમાં પૂરી થઈ. એ પહેલાં, 11 મે 1998ના દિવસે ભારત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ રાજસ્થાનના પોખરણમાં પ્રયોગરૂપે અણુબોમ્બના ધડાકા કરી ચૂક્યું હતું.
1999ની કારગિલ યુદ્ધ વખતે અને તે પછી સર્જાયેલી દરેક ભારત-પાક ક્રાઈસિસ વખતે આપણા શાસકોને ડરાવવામાં આવતા કે ‘અમનની આશા’ રાખો, પાકિસ્તાન સાથે લડવામાં કોઈ સાર નથી, એ તો પાગલ છે, એની પાસે અણુબોમ્બ છે, ભારતને ગમે ત્યારે તબાહ કરી નાખશે.
મોદીએ ગઈકાલે પાકિસ્તાનને અને એને મદદ કરી રહેલા ચીન સહિતના તમામ દેશોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે પાકિસ્તાન ભારત સામે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે એમ છે તો ભારતે કંઈ પોતાના અણુબોમ્બ શોકેસમાં મૂકીને દેખાડવા માટે બનાવ્યા નથી.

અગાઉની કેટલી અને કઈ શાંતિ મંત્રણાઓથી પાકિસ્તાન સાથેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું છે કોઈ કહેશો?

મોદી સૌ પ્રથમ વડાપ્રધાન છે જે જાહેર પ્રવચનમાં કહે છે કે પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર પાળેપોષે છે, પાકિસ્તાનની સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ખુલ્લેઆમ હજુ સુધી કોઈએ આવો પડકાર આપ્યો નથી

વડાપ્રધાને ન્યુક્લિયર બ્લેકમેઈલની ધમકીને ફગાવી દીધી એનો સૌ પ્રથમ અને સીધોસાદો અર્થ એ જ છે તમે સૌ સમજો છો- પાકિસ્તાન અણુબોમ્બ ઝીંકશે તો ભારત વળતો ઘા કરશે. પણ વડાપ્રધાને જે નથી કર્યું, જે વાત અધ્યાહાર રાખી છે તે એ છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી સામે નમતું જોખવાની ભારતને હવે જરૂર જ નહીં પડે, પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને છેલ્લા અઠવાડિયા-પંદર દિવસમાં ભારતે કચડી નાખી છે. આ બાબતે પાકિસ્તાન તો કંઈ બોલવાનું નથી અને ભારતે બોલવાની જરૂર નથી.
ગઈ કાલ બપોરના પ્રેસ બ્રીફિંગમાં ઍર માર્શલ એ. કે. ભારતીને એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કિરાના હિલ્સ ખાતેની પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને ભારતે નુકસાન પહોંચાડ્યું છે એવી વાત હવામાં છે તે સાચી છે કે શું? ત્યારે ઍર માર્શલ ભારતીએ જવાબમાં આછું સ્મિત કરીને કહ્યું હતું: ‘કિરાના હિલ્સમાં ન્યુક્લિયર ઈન્સ્ટોલેશન છે એની અમને તો ખબર જ નથી, તમે માહિતી આપી તે બદલ આભાર!’

સામેથી ભારતને સીઝફાયર કરવાનું કહ્યું હતું એવું મોદી જ્યારે પ્રવચનમાં કહે છે ત્યારે એનો સ્પષ્ટ અર્થ એ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે કોઈ ત્રીજા દેશે ટાંગ નથી અડાવી.
પાકિસ્તાન શું કામ ભારતને કહે કે ભૈસા’બ હવે હુમલાઓ બંધ કરો? એની પાસે તો ન્યુક્લિયર બોમ્બ છે જ, વાપરે.
પણ ઑપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાનમાં ચારથી વધારે ભૂકંપની ઘટના બની. હળવા આંચકાના આ ભૂકંપ કુદરતી ઉથલપાથલને કારણે નહીં પરંતુ અણુબોમ્બ ફૂટવાને લીધે થયા હોઈ શકે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે. પાકિસ્તાનના આ ન્યુક્લિયર બોમ્બ ત્યારે જ ફૂટે જ્યારે ભારત પાકિસ્તાનના છમકલાંઓનો સામનો કરવા પાકિસ્તાનમાં ઘૂસીને તાંડવ કરે.
ત્રણેય સેનાઓના ડીરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે જે પહેલી પ્રેસ કૉન્ફરન્સ 11મી મેએ કરી ત્યારે આરંભમાં શિવ તાંડવ સ્તોત્ર મોટા અવાજે વગાડવામાં આવ્યું. બીજા દિવસની પ્રેસ બ્રીફિંગમાં રામચરિતમાનસની જાણીતી ચોપાઈ ટાંકવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું છે કે જો વિવેક, વિનંતીથી ન માને એને ડર દેખાડો તો જ એ તમને વહાલો થવા આવે.
પાકિસ્તાને શું કામ ભારતને સીઝફાયરની પ્રપોઝલ આપીને વહાલા થવું પડ્યું?

હવે એક પછી એક ઘટનાક્રમના ડોટ્સ જોઈન કરતા જાઓ અને છેવટે જે આખું ચિત્ર ઊભું થાય છે તે જુઓ- મોદીના રાજમાં ભારતે પાકિસ્તાનથી ડરવાની જરૂર નથી.
22 એપ્રિલની પહેલગામની આતંકવાદી ઘટનાના બે અઠવાડિયા પછી ઑપરેશન સિંદૂર અમલમાં મૂકાય છે. આ પંદર દિવસ દરમિયાન મોદીવિરોધીઓ મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતા રહ્યા કે મોદી કેમ કોઈ પગલાં લેતાં નથી. આ બાજુ કેટલાક હરખપદુડા તથાકથિત હિન્દુવાદીઓ પણ કહેવા લાગ્યા કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના વિસ્તાર પર આક્રમણ કરીને એને ભારતમાં ભેળવી દો, બલુચિસ્તાનને આઝાદી અપાવો, પાકિસ્તાનના ચાર-ચાલીસ-ચારસો ટુકડી કરી નાખો,

મોદીએ પ્રવચન દરમિયાન ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો

ના. મોદીએ ક્યાંય કહ્યું કે કોઈ ત્રીજા દેશની દરમિયાનગીરી કે ધમકી)ને લીધે ભારતને સીઝફાયર કરવાની મજબૂરી પડી. ના. તો પછી તમે શેના કૂદાકૂદ કરતાં થઈ ગયા છો? માપમાં રહો.

પાકિસ્તાનને ખેદાનમેદાન કરી નાખો, પાકિસ્તાનની પૂંછડી વાંકી છે ને વાંકી જ રહેવાની છે માટે એને કાપી નાખો.
છાપાં, ટીવી ચેનલો અને સોશ્યલ મીડિયામાં ચાલતા આ કકળાટને સમજુ લોકો કાન બંધ રાખીને સાંભળ્યા કરતા હતા. 7મી મેએ ભારત સરકાર તરફથી સૌ પ્રથમવાર સત્તાવાર માહિતી આપવામાં આવી એ પછી લગભગ રોજ વિદેશ ખાતું અને પછીથી સંરક્ષણ ખાતું ભારતની પ્રજાને શું-શું બની રહ્યું છે તે વિશે અપડેટ કરતું રહે છે. જે વાતો કોન્ફિડેન્શ્યલ હોય તેને જાહેર કરવાની જીદ મીડિયાએ ના કરવાની હોય. સોશ્યલ મીડિયાના દોઢડાહ્યા સાહેબબહાદુરોએ પણ પોતાની રિચ વધારવા કે પોતે કેટલા જાણકાર છે એવું બતાવવા અફવાઓને આધારે ન તો ટ્વિટર પર ચરકવા માટે પહોંચી જવાનું હોય ન ફેસબુક પર જઈને એની વોલનો દુરુપયોગ કરવાનો હોય.

મોદીએ પોતાના 22 મિનિટના પ્રવચનમાં જે વાત નથી કરી તે એ છે કે પાકિસ્તાન સાથેના આ સંઘર્ષમાં ભારતે પણ કોલેટરલ ડેમેજ સહન કરવાનું આવશે અને તે વખતે દેશપ્રેમની વાતો કરનારાઓએ પલટી મારીને કાગારોળ ન મચાવવી જોઈએ કે હાય-હાય પેટ્રોલના ભાવ વધી ગયા, ભારતે કેટલા સૈનિકો ગુમાવ્યા, કેટલાં બાળકો અનાથ થઈ ગયાં, હજારો કરોડ રૂપિયાનાં શસ્ત્રો-સાધનો વપરાઈ ગયાં, દેશ હવે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો, મોદીએ આવી ખોટી ફાંકાબાજી કરવાની શું જરૂર હતી? અગાઉના વડાપ્રધાનોની જેમ શાંતિ-મંત્રણાઓ કરીને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું જોઈતું હતું?
અગાઉની કેટલી અને કઈ શાંતિ મંત્રણાઓથી પાકિસ્તાન સાથેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું છે કોઈ કહેશો? મોદી સૌ પ્રથમ વડાપ્રધાન છે જે જાહેર પ્રવચનમાં કહે છે કે પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર પાળેપોષે છે. પાકિસ્તાનની સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ખુલ્લેઆમ હજુ સુધી કોઈએ આવો પડકાર આપ્યો નથી. પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓથી માત્ર ભારત જ પરેશાન નથી. મોદીએ ધ્યાન દોર્યું એમ ભારતે પાકિસ્તાનનાં જે આતંકવાદી થાણાંઓ પર પ્રહાર કર્યો તે થાણાંઓના કર્તાહર્તાઓ અમેરિકાના 9-11 અને લંડનના ટ્રેન ધડાકાઓમાં પણ ઈન્વોલ્વ હતા.

પાકિસ્તાનને ખેદાન-મેદાન કરી નાખો, પાકિસ્તાનની પૂંછડી વાંકી છે ને વાંકી જ રહેવાની છે માટે એને કાપી નાંખો

ભારત આખા વિશ્ર્વને પરેશાન કરતી પાકિસ્તાનની સરકારનો ટેકો ધરાવતી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યું છે- આખી દુનિયાને જો શાંતિ જોઈતી હોય તો સૌ કોઈએ આ કાર્યમાં ભારતને સાથ આપવાનો હોય, નહીં કે પાકિસ્તાનને- મોદીએ બહુ જ ઓછા શબ્દો તળે રહેલા અન્ડરકરન્ટનો મેસેજ દુનિયાને પહોંચાડી દીધો.

પાકિસ્તાન કરતાં પણ ભૂંડી ભૂમિકા ભારતમાં રહીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરતા કોંગ્રેસીઓ, રાજદીપ-રાણા જેવા પત્રકારો અને છદ્મ હિંદુવાદીઓ ભજવી રહ્યા છે. મોદી માટેનો એમનો દ્વેષ દર સેકંડે પ્રગટ થાય છે જે હવે હિંદુદ્વેષ અને ભારતદ્વેષમાં પલટાઈ રહ્યો છે. મોદીને મામૂલી માણસ ગણીને કેટલાક જોકરો મોદી વિશે એલફેલ બોલતા થઈ ગયા છે. આ સૌ દેશદ્રોહીઓ છે જેમાં કેટલાક ગુજરાતીઓ પણ છે. મોદીની સૂઝસમજમાં જો તમને ભરોસો ના હોય તો તમારે ચૂપ બેસવાનું હોય, સોશિયલ મીડિયા પર, યુ-ટયૂબની ચેનલો પર કે છાપા-ટીવીની ડિબેટોમાં અક્કલનું પ્રદર્શન ના કરવાનું હોય. મોદી પાસે વિદેશમંત્રી એસ. જયશંકર અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ ઉપરાંત ત્રણેય સેનાઓના વડા, આ ત્રણેયની સાથે કોઓર્ડિનેશન કરતા સીડીએસ (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જેવા ઉચ્ચ કક્ષાના સલાહકારો છે અને આ દરેક સલાહકારો પાસે સેંકડો, હજારો અને લાખો એવા વફાદારો છે જેઓ આ દેશનું રક્ષણ કરવા માટે જાન આપી દેવા તૈયાર છે.

મોદીની મજાક કરવામાં તમે લોકો આ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છો એનું કંઈ ભાન છે તમને? યુદ્ધ ફાટી નીકળે તો ઊંઘતા ના ઝડપાઈએ એટલે પૂર્વતૈયારીરૂપે સાયરન અને બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવાનો સરકારે આદેશ આપ્યો ત્યારે કેટલાય લફંગાઓએ મોદીની ઠેકડી ઉડાવવા માંડી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વીડિયોમાં કહેલાં નિવેદનો પછી અમુક ભારતદ્વેષીઓ મોદીની મજાક કરતા થઈ ગયા હતા. મોદીએ પ્રવચન દરમિયાન ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો? ના. મોદીએ ક્યાંય કહ્યું કે કોઈ ત્રીજા દેશની દરમિયાનગીરી કે ધમકી)ને લીધે ભારતને સીઝફાયર કરવાની મજબૂરી પડી. ના. તો પછી તમે શેના કૂદાકૂદ કરતાં થઈ ગયા છો? માપમાં રહો. મોદી તમને ટ્રમ્પની ટીકા કરવાની જવાબદારી સોંપે ત્યારની વાત ત્યારે.

કોંગ્રેસીઓ મોદીની સિદ્ધિઓ, મોદીની દૃઢતા અને મોદીની પહોંચને ઓછી આંકવા પચાસ-પંચાવન વર્ષ પહેલાંની ઘટનાને બાદ કરીને ઈન્દિરા ગાંધીને લઈ આવ્યા. એ કેટલાં મહાન હતાં, લોખંડી હતા વગેરે. આપણાવાળા કોંગ્રેસીઓની આ રમતમાં અટવાઈને દલીલો કરવા માંડ્યા કે લોખંડી મહિલાએ સિમલા કરાર કરીને જીતેલો પ્રદેશ પાછો કેમ આપી દીધો, 93,000 શત્રુસૈનિકોને કેમ છોડી દીધા? હકીકતમાં આ નરેટિવમાં ઘસડાઈ જવાની જરૂર જ નહોતી. કારણ કે વાત આખી આડે પાટે લઈ જવા માટે શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં એક કોંગ્રેસી બિરાદરે ગપગોળો ચલાવ્યો કે વિકિપીડિયા જુઓ, જીનિવા ક્ધવેન્શન પ્રમાણે ઈન્દિરા ગાંધીના હાથ બંધાયેલા હતા. આની સામે તરત જ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિંધુ જળસંધિને અભરાઈએ ચડાવી દીધી ત્યારે શું મોદીને આંતરરાષ્ટ્રીય અદાલત કે અન્ય કોઈ બંધનો-વિઘ્નો નડતાં નહોતાં? આમ છતાં મોદીએ પાકિસ્તાનનું પાણી અટકાવ્યું ને. મોદીએ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે લોહી વહેતું હોય ત્યાં સુધી પાણી નહીં વહી શકે.

ભારતે કે પાકિસ્તાને એકમેક સામે યુદ્ધની સત્તાવાર ઘોષણા નથી કરી માટે ‘યુદ્ધવિરામ’ જેવો શબ્દ વાપરવો વધુ પડતો છે, ખોટો જ છે. પણ સામાન્ય લોકો માટે આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે આથી સીઝફાયર બોલવામાં કોઈ જ વાંધો નથી. પોતાને બહુ મોટા જીઓપોલિટિક્સના જાણકાર અને ડીફેન્સ એક્સપર્ટ કહેવડાવનાર ગુજરાતી સોશિયલ મીડિયા પર કૂદાકૂદ કરનારાઓને જે કહેવું હોય તે કહે.
પાયાની વાત એક જ છે. રાષ્ટ્ર માટે જ્યારે જ્યારે કોઈ નિર્ણાયક ઘડી સર્જાય છે ત્યારે દોઢડાહ્યાઓને સાંભળવાના નહીં, વાંચવાના નહીં, જોવાના નહીં. સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી રાહ જોવાની. અને એ દરમિયાન કે એ પછી પણ ભરોસો રાખવાનો કે આ મોદીયુગ છે. મોદી કંઈ મનમોહન સિંહ કે રાજીવ કે ઈન્દિરા નથી. નહેરુ પણ નથી. આ બધા કરતાં મોદી અનેક રીતે ઘણા ઘણા શ્રેષ્ઠ છે. રાહુલ અને કેજરીવાલ જેવા વિદૂષકોની તેમ જ આ બંને જોકરોનું સમર્થન કરનારી જમાતની કોઈ હેસિયત નથી કે તેઓ મોદીના સામર્થ્ય વિશે એક હરફ પણ ઉચ્ચારી શકે.

 

 

 

You Might Also Like

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

TAGGED: INDIA AND PAKISTAN WAR, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
Next Article કાજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર NQAS એવોર્ડથી સન્માનિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કાલે ધોળકા બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
સર્વેશ્વર ચોક કા રાજાના દર્શને પહોંચ્યા આગેવાનો, બાપ્પાના આશીર્વાદથી ધન્ય બન્યા
આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
કોમ્પ્યુટરની મદદથી સૂક્ષ્મ કણોની ગતિ અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા સરળ: ડૉ. ગુરુદત્ત ગૌર
મનપાના જન્મ-મરણ વિભાગમાં 4 લાખ મરણ નોંધ પેન્ડિંગઃ CRS પોર્ટલ પર અપલોડ ન થતાં નાગરિકો પરેશાન
મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?