પાવરચોરી કરી વીજબિલની રકમ વર્ષો સુધી નહીં ચૂકવતા લોકોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
વિસાવદર સિવિલ કોર્ટમાં પીજીવીસી એલ.કંપનીના સબ ડિવિઝન નંબર એકના કાર્યક્ષેત્રમાં આવતા જુદા જુદા ગામના લોકો દ્વારા પોતાના રહેણાંકી મકાને પીજીવીસીએલ કંપની લાઈન માંથી પાવર ચોરી કરતા હોય આ બાબતે વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામે પાવરચોરીની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ ત્યારબાદ કંપની તરફથી બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર દર્શનાબેન વિસાવાડિયા દ્વારા વિસાવદર કોર્ટમાં પીજીવીસીએલના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.11/03/24ના રોજ ચાર દાવા દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદીઓને રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદીઓ કોર્ટમાં હાજર રહેલા નહિ.
આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે દોઢ માસ જેટલા સમયમાં તેમની સામેના દાવાઓ ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર દોઢ મહિના જેવા સમયગાળામાં હુકમ કરતા પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષો સુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.