ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ હવામાન વિભાગની આગાહીના પગલે એક દિવસ અગાઉ રાત્રીના સમયે ભારે પવન સાથે આંધી આવી હતી અને જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડયો હતો. ત્યારે ગરમીમાં આંશીક રાહત મળી હતી પણ બીજા દિવસથી ફરી તાપમાનનો પારો ઉંચકાતા લોકો ભારે ગરમીથી અકળાઇ ઉઠ્યા છે. છેલ્લા એક દિવસથી 41 ડીગ્રી પાર તાપમાન જોવા મળી રહ્યુ છે. ફરી ગરમીનો પારો ઉંચો જતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ અતિશય ગરમીના લીધે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે, હવામાન વિભાગે હજુ 16 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે જો વરસાદ પડે તો ફરી તાપમાન નીચુ જવાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.