By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    4 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    3 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    3 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    3 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    4 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor
Last updated: 2026/08/31 at 2:55 PM
Khaskhabar Editor 1 month ago
Share
10 Min Read
SHARE

આઈ જેતબાઈ, આઈ આવળ અને જૈન તીર્થના પવિત્ર વારસાને જાળવી રાખતું આણંદ જિલ્લાનું છેવાડાનું ગામ

રેખા પટેલ (ડેલાવર)
 
વાલવોડની વાત આવે ત્યારે મહીસાગર નદી, તેના કોતરોની સુંદરતા સાથે આઈ જેતબાઈ અને આઈ આવળ અને જૈન તીર્થકર નજર સમક્ષ આવી જાય છે. ગુજરાતનું આણંદ જિલ્લામાં આવેલું છેવાડાનું ગામ. અહીંથી મહીસાગરનો મોટો વિશાળ પટ દૂર સુધી આંખોને ઠંડક આપે. છેક દૂર નજર ખેંચો તો વડોદરાની રીફાઈનરીની ચમક ઝબકારા મારે. આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. મોટાભાગનું જીવન અમેરિકા જેવા આધુનિક દેશમાં વીત્યું છે, આથી હું પણ કોઈ વાત ઉપર આંધળો વિશ્વાસ ધરાવતી નથી. છતાં આંખે દેખેલી, અનુભવેલી વાતોને ઠુકરાવી પણશકાતી નથી. કારણ આ મારું ગામ છે. મારું જન્મસ્થળ.

- Advertisement -

આપણી ભારતીય શ્રદ્ધા, સંસ્કૃતિ, લોકઆસ્થા, સંતપરંપરા, દેવી-દેવતાઓ અને પેઢીઓથી ચાલી આવતી લોક પરંપરાઓથી સમૃદ્ધ છે. ગુજરાતના અનેક ગામોનીઓળખ માત્ર તેમના ભૌગોલિક સ્થાનથી નહિ પરંતુ ત્યાં જીવંત રહેલી પરંપરાઓ તેમને એક આગવી સાંસ્કૃતિક ઓળખથી થતી હતી. આવી જ એક પવિત્ર અને હૃદયસ્પર્શી પરંપરા વાલવોડ ગામ સાથે જોડાયેલી છે. વાલવોડ માં આઈ જેતબાઈ અને આઈ આવળ પ્રત્યેની શ્રદ્ધા માત્ર મંદિર કે પૂજા સુધી મર્યાદિત નથી; તે ગામના સામાજિક જીવન, કુટુંબોની આસ્થા અને પેઢીઓથી ચાલતી લોકરીતિઓ ઊંડે સુધી વણાયેલી છે.

ખાસ કરીને રક્ષાબંધનના પાવન દિવસે યોજાતી માતાજીની સવારી, ઘરેઘરે વહેંચાતો ઘઉંની ઘુઘરીનો પ્રસાદ, ચારણો તથા પટેલોના ઘરોમાં થતો માતાજીનો આવકાર અને અંતે મહીસાગર નદીના પવિત્ર કિનારે શ્રીફળ ઉપર જળ છંટકાવની વિધિ લોકજીવનનું એક અનોખું સાંસ્કૃતિક પ્રકરણ છે. વાલવોડ ગામમાં પટેલો અને ચારણો બહુ સંપથી રહેતા આવ્યા છે. આથીચારણી પરંપરા અહીની સંસ્કૃતિમાં એકરસ થઇ ગઈ છે. જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે જે છેક અહી ચરોતરમાં પણ મળે છે. ચારણ સમાજ ગુજરાતના ઇતિહાસ અને લોક સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ચારણોએ કાવ્ય, વીરગાથા, વંશાવળી, લોકસ્મૃતિ અને દેવી-આરાધનાની પરંપરાને પેઢી દર પેઢી જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ચારણ સમાજની ધાર્મિક પરંપરામાં “આઈ” શબ્દને અત્યંત પવિત્ર સ્થાન છે.તેમના દુહા છંદ અને આરાધનામાં માતાને રક્ષક, પાલક અને કલ્યાણકારી તરીકે માનવામાં આવે છે. વાલવોડની પરંપરામાં પણ આઈ જેતબાઈનું વિશેષ સ્થાન છે. સાથે આઈ આવળની સ્મૃતિ અને આરાધના પણ જોડાયેલી છે. ભક્તિ માત્ર ચારણ સમાજ પૂરતી મર્યાદિત ના રહેતા ગામના અન્ય સમાજો, ખાસ કરીને પટેલ પરિવારો પણ ભાવનાત્મક રીતે જોડાઈ ચુક્યા છે. જે સમગ્ર ગામની સામૂહિક લોકઆસ્થા બની ગઈ.

- Advertisement -

વાલવોડના લોકો માટે આઈ જેતબાઈ અને આઈ આવળ માત્ર પૂજનીય દેવીઓ નથી. તેઓ ગામની રક્ષક શક્તિઓ પણ છે. માન્યતા પ્રમાણે માતાજીના આશીર્વાદથી ગામ અને ગામનાં પરિવારો સુખી રહે છે, મુશ્કેલીઓથી રક્ષણ પામે છે એવી લોકઆસ્થા આજે પણ જળવાઈ છે. આઈ આવળનું નામ પણ ચારણોની લોકદેવી પરંપરામાં શ્રદ્ધાપૂર્વક લેવામાં આવે છે. ચારણોની દેવી-આરાધના પરંપરા ખૂબ જ વિશાળ છે. આઈઓની કથાઓમાં શક્તિ, સત્ય, ત્યાગ, રક્ષણ અને ધર્મના મૂલ્યો જોવા મળે છે.રક્ષાબંધનનાં દિવસે માતાનું પૂજા આરાધના કરતી એક સ્ત્રીને આઈનું બિરુદ આપવામાં આવે છે.

માન્યતા પ્રમાણે આ દિવસે તેમના શરીરમાં આ ભાવ અતિ ઉગ્ર રીતે સવાર થાય, જેને તેમનામાં માતાજીની સવારી આવી તેમ કહેવાય છે.
વાલવોડમાં એક આગવી લોકપરંપરાને કારણે આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે આઈ માતાજીની સવારી નીકળે છે, સાથે ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. લોકો જોડાય છે અને તે ગામના ઘરો સુધી પહોંચે છે.
આ કોઈ એક પરિવારની કે એક જ્ઞાતિની વિધિ નથી. ચારણોના ઘરો સાથે પટેલોના ઘરોમાં પણ માતાજીની સવારી પહોંચે છે.
આ પરંપરાનું સૌથી સુંદર સામાજિક પાસું છે. ઘરનાં લોકો શ્રદ્ધાપૂર્વક માતાજીનું સ્વાગત કરે છે. સાથે હોય છે ઘઉંની ઘુઘરીથી ભરેલી થાળી. પ્રસાદનું વિતરણથાય છે અને પરિવારજનો માતાજીના આશીર્વાદ મેળવે છે. આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે.

ઘઉંની ઘુઘરીનો પ્રસાદ ગુજરાતના ગ્રામ્ય જીવનમાં ઘઉં માત્ર અનાજ નથી. તે અન્ન, જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. માતાજીને ઘઉંની ઘુઘરી અર્પણ કરવી અને પ્રસાદ ઘરેઘર પહોંચાડવો એ લોકમાન્યતા મુજબ આ પ્રસાદ પાછળ જાણે એક સામૂહિક સંકલ્પ રહેલો છે કે ગામમાં કોઈ ઘર અન્નવિહોણું ન રહે અને દરેક પરિવાર સુખ-સમૃદ્ધિથી જીવન વિતાવે.
ચારણ અને પટેલ સમાજ વચ્ચેનો ભાવનાત્મક સેતુ આજ સુધી ભાઈચારો વ્યક્તકરે છે.

દિવસભરની સવારી, ભક્તિ, પ્રસાદ અને ઘરેઘરનાં આશીર્વાદ બાદ યાત્રા મહીસાગરના કિનારે પહોંચે છે. મહીસાગર માત્ર એક નદી નથી; તે આ પ્રદેશના જીવનનું અંગ છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતૃત્વ અને પવિત્રતાના સ્વરૂપમાં જોવાની પરંપરા રહી છે.
આ વિધિમાં ગામના દરેક ઘરેથી શ્રીફળ લાવવામાં આવે છે. જે પરિવારની પોતાની લાગણી હોય છે. કોઈ પરિવાર સુખ-શાંતિ માટે પ્રાર્થના કરતો હોય, કોઈ સંતાનના કલ્યાણ માટે, કોઈ સ્વાસ્થ્ય માટે, તો કોઈ પોતાના સમગ્ર પરિવાર અને ગામના મંગલ માટે.
મહીસાગરના કિનારે પહોંચ્યા પછી આ બધી વ્યક્તિગત પ્રાર્થનાઓ જાણે એક સામૂહિક પ્રાર્થનામાં પરિવર્તિત થઈ જાય છે. માતાની દૂત સમી આઈ મહીસાગરના જળનો છંટકાવ શ્રીફળ ઉપર કરે છે.

અહી સમગ્ર ગામના કલ્યાણની ભાવના રહેલી છે. સમય હતો આ જળ છંટકાવથી કેટલાય શ્રીફળ આપોઆપ ફાટી જતા. એટલી બધી ઊર્જા આ જળમાં એકત્રિત થતી હતી. જોકે આ માન્યતા નથી, વર્ષો પહેલા આમ થતા અનેક લોકોએ આંખે જોયેલું છે. આજે જેને કોસ્મિક એનર્જી કહેવાય છે એજ શક્તિ એનર્જી ત્યારે હાલ કરતા વિશેષ હતી તે હકીકત છે.

આઈ જેતબાઈનું નામ વાલવોડની લોકપરંપરા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. એ વિશેની કથાઓ અને પ્રસંગો મૌખિક પરંપરામાંથી પેઢી દર પેઢી વહેતો આવ્યો જીવંત વારસો છે. ગામના વડીલો તેમની સાથે જોડાયેલી લોકવાતો અને પ્રસંગો નવી પેઢીને સંભળાવે છે. તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ લોકો શ્રદ્ધાપૂર્વક એકત્ર થાય છે અને પરંપરાને આગળ વધારે છે.

લોકવાયકા મુજબ, એક વખત આઈ જેતબાઈ પાણીનો ઘડો લઈને જઈ રહ્યાં હતાં. ત્યારે વાલવોડના રાજાએ આઈ પર કુદ્રષ્ટિ નાખી. આઈને રાજાની આ દૃષ્ટિ યોગ્ય ન લાગી અને તેમણે રાજાને શ્રાપ આપ્યો.

આઈ ના શ્રાપને કારણે રાજાની આંખોની દૃષ્ટિ જતી રહી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે આઈ ની શક્તિ તથા પવિત્રતાને સ્વીકારી.
આ વાતનો સંદેશ પણ એ છે કે સ્ત્રીનું સન્માન કરવું અને કોઈ પ્રત્યે કુદ્રષ્ટિ ન રાખવી. તર્ક વિતર્ક છોડીને વિચારીએ તો આજ આપણી સાચી સંસ્કૃતિ છે જે સાચો માર્ગ બતાવે છે.

આ ગામનું ત્રીજું આકર્ષણ છે શ્રી ચંદ્રમણિ જૈન તીર્થ. જે જૈન ધર્મના આઠમાં તીર્થકર છે. જેમની શ્વેત આ ગામમાંથી પ્રતિમા આપોઆપ મળી આવી હતી. જૈન સાહિત્ય પ્રમાણે આ ગામનું નામ વારીખીલ્ય નગરી જેનો વાલ્મીકી નગરી તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામેલ છે.
આ મહીસાગરના કિનારે આજુબાજુ કોતરોમાં સ્થિત કુકડીયો ગઢ તરીકે ઓળખાતી જગ્યામાં વાલ્મીકી ઋષિનો આશ્રમ હોવાનો ઉલ્લેખ પણ મળેલા છે. આ પ્રમાણે આ જગ્યા ખુબ પવિત્રછે.
અહી જૈન ભગવાન આદિનાથના બે પુત્રો દ્રવિડજી અને વારિખીલ્યજી એ કઠોર તપશ્ચર્યા કરી હોવાની વાત છે.
અહી જૈન તીર્થ પ્રમાણે સુંદર મંદિર અને ઔષધી ઉદ્ધાન પણ બનાવ્યો છે, જ્યાં ખુબ શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય છે. અહી ધર્મશાળા અનેભોજનશાળા પણ ઉપલબ્ધ છે.

અંતમાં ખુબ રસપ્રદ એવી વાત જણાવું તો સ્થાનિક પરંપરાની લોક્વાતો પ્રમાણે મહીસાગર નદી ખંભાતના અખાતને મળે છે ભરતી વેળાએ દરિયા નાપ્રચંડ સ્થાનિક પરંપરામાં એવી સુંદર વાત છે, કહેવાય છે કે મહીસાગર જ્યારે ખંભાતના અખાત તરફથી દરિયાના ભરતીના પ્રચંડ પાણીનો સ્પર્શ પામે છે, ત્યારે તેની ઉછળતી લહેરો વાલવોડ–કુકડિયા ગઢના વિસ્તારમાં આવીને જાણે શાંત થઈ જાય છે. કુકડીયો ગઢ એ એક ઉંચો ટેકરો છે ઉપર પુરાણું ભોલેનાથનું મંદિર છે.

લોકમાન્યતા પ્રમાણે આ ભૂમિની તપશ્ચર્યા અને પવિત્રતાનો પ્રભાવ છે. કુકડિયા ગઢ પર હજારો તાપસોએ કરેલી સાધનાથી આ ધરતી સિદ્ધ બનીહોવાનું માનવામાં આવે છે. તેથી દરિયાની ઉછળતી શક્તિ પણ અહીં આવીનેજાણે શાંતિ ધારણ કરે છે—આવી ભાવનાત્મક લોકવાત વાલવોડના તીર્થની મહિમામાં ઉમેરાય છે.

જોકે વૈજ્ઞાનિક રીતે “દરિયાનું પાણી અહીં આવીને ચમત્કારથી શાંત થાય છે” એવો પુરાવો ઉપલબ્ધ સ્ત્રોતોમાં નથી. પરંતુ બીજી રીતે જૈન તીર્થની પરંપરાઅને સ્થાનિક લોકસ્મૃતિમાં મહીસાગર–કુકડિયા ગઢ–તપસ્યા વચ્ચેનું આજોડાણ ખૂબ સુંદર અને પવિત્ર રીતે જીવંત છે.

તીર્થના ઉપલબ્ધ વર્ણનમાં પણ મહીસાગર કિનારે કુકડિયા ગઢ અને ૮૮,૦૦૦ તાપસોની તપશ્ચર્યાનો ઉલ્લેખ છે. જ્યાં આટલા બધા તાપસોની તપશ્ચર્યાથી ધરતી સિદ્ધ બની હોય, ત્યાં પ્રકૃતિ પણ શાંતિનો અનુભવ કરે છે. તેથીવાલવોડની મહીસાગર માત્ર નદી નથી,
એ તપ, શાંતિ અને સિદ્ધિની સાક્ષી માનવામાં આવે છે.” મારું બાળપણ આ ધરતી ઉપર આ જગ્યામાં વીત્યું છેતેનો આનંદ અને તેની અસર પણ હજુ મારામાં જીવંત છે.

આજના આધુનિક યુગમાં જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. ગામડાંઓ પણ આધુનિકતાની અસરથી બદલાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં પરંપરાઓનું સંરક્ષણ માત્ર જૂની રીતો જાળવવા માટે નથી, પરંતુ પોતાની સાંસ્કૃતિક ઓળખને જાળવવા માટે જરૂરી છે.
આથી આવા અનેક ગામોના તેમની પરંપરાનું દસ્તાવેજી કરણ થવું જોઈએ.

વડીલો પાસેથી જૂની સ્મૃતિઓ જૂના ફોટોગ્રાફ, જૂની પેઢીના સંસ્મરણો, ભજનો, લોકગીતોઅને સંબંધિત કુટુંબોની મૌખિક માહિતી પણ ભેગી કરવામાં આવે તો ભવિષ્યનીપેઢી માટે એક અમૂલ્ય સાંસ્કૃતિક વારસાગ્રંથ તૈયાર થઈ શકે.
બાકી ગામ તો ગામ છે. અહીં સ્વચ્છતા માટે થોડી હજુ પણ મહેનત કરવાની જરૂર છે.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Next Article રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?