બેસ્ટ યુઝર એવોર્ડનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજ જ્ઞાન કેન્દ્ર (લાઈબ્રેરી) દ્વારા ડો. એસ. આર. રંગનાથન ડેની તથા લાઈબ્રેરીયન્સ ડેની બેસ્ટ યુઝર એવોર્ડ વિતરણ દ્વારા જ્ઞાનવર્ધક ઉજવણી કરવામાં આવી હતી સાથે જ કાર્યક્રમને નેશનલ ડિજિટલ લાયબ્રેરી ઓફ ઈન્ડીયા ગઉકઈં ક્લબ સાથે પણ જોડવામાં આવેલ હતો.આ પ્રસંગે વી.વી.પી.ના ટ્રસ્ટી નવિનભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રસંગોચિત માર્ગદર્શન આપતાં જણાવેલું કે આપણે દરેક મહાપુરૂષોને રૂબરૂ મળી નથી શકતા પણ તેમની આત્મકથાનું પુસ્તક વાંચી તેમને આપણે જાણી શકીએ છીએ. આપણને ગમતા પુસ્તકના રોજ ઓછામાં ઓછા દસ પેઈઝ વાંચવા જોઈએ જેનાથી એકાગ્રતા આવે છે.આ પ્રસંગે વર્ષ-ર0ર3 દરમ્યાન લાઈબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર વિજેતાઓ: ટોપ ટેન સ્ટુડન્ટસ ચેતના દિનેશભાઈ પરમાર, આયુષ અમિતકુમાર સિન્હા, હેમંગ પ્રકાશકુમાર મયાત્રા, હાર્દિક દિનેશભાઈ ગર, પ્રદિપ રમેશભાઈ રાઠોડ, મૌલીન વિજયભાઈ સોંદરવા, કુશ મયુરભાઈ રાજયગુરૂ, દિવ્યા મહેન્દ્રભાઈ સોલંકી, જૈમીન ગુણવંતભાઈ સોલંકી, જીયા વિમલભાઈ માવાણી તથા ટોપ થ્રી સ્ટાફ પ્રથમ જીજ્ઞેશભાઈ અરવિંદભાઈ શાહ, દ્વિતીય ડો. સચીનભાઈ વ્રજલાલ રાજાણી, તૃતિય ચિરાગ દિનેશભાઈ માલવીને શિલ્ડ, સર્ટિફિકેટ તથા બુક દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા.તદ્દઉપરાંત બ્રાંચમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓમાં આઈ.ટી. વિભાગમાં બીજલ મશરૂભાઈ બાંભવા, કેમિકલ વિભાગમાં હાર્દિક પ્રવીણભાઈ મોવલીયા તથા બી.ટી. વિભાગમાં પલક હર્ષીલભાઇ દોશીને પણ સર્ટિફિકેટ તથા બુક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, હર્ષલભાઇ મણીઆર, ડો. સંજીવભાઈ ઓઝા તથા ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવિનભાઇ શેઠે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડો. પીયુષભાઈ વણઝારાના સીધા માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડો. તેજસભાઈ શાહ તથા લાઈબ્રેરીના કર્મચારીઓ કલ્પેશભાઈ છાયા, ધવલભાઈ જોષી, હિતેશભાઈ ત્રિવેદી, કેતનભાઈ પરમાર, દર્શનભાઈ દવે તથા સંસ્થાના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.



