By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    2 days ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    1 day ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે *ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Corona > કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે *ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કર્યા
Coronaગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે *ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કર્યા

Khaskhabar Editor
Last updated: 2021/06/03 at 4:24 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતી

તિલકવાડા-સાગબારા જેવા દુર્ગમ વિસ્તાર સહિત અમદાવાદ-સોલા-દસક્રોઇ-કાલાવાડ-કપડવંજ-મહેસાણા-ભાણવડ અને પોરબંદરમાં શરૂ થયા ઓક્સિજન પ્લાન્ટ
……..
વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે- ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ
…….
કોરોના સંક્રમણ સામે આખો દેશ એક બનીને લડયો-સુદ્રઢ આયોજન-ધૈર્યતા અને સરકાર-દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી કોરોના સામે ભારતે લડાઇ લડી વિશ્વને ઉદાહરણ પુરૂં પાડયું :-ગૃહ મંત્રીશ્રી
…..
 ગુજરાતે હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટસ સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માંગમાં પગભર બનવાની દિશા લીધી છે:- મુખ્યમંત્રીશ્રી
 કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના ભારત સરકાર-રાજ્ય સરકારના પ્રયાસોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જેવા સંગઠનોનો સહયોગ પ્રસંશનીય છે:-શ્રી વિજયભાઇ રૂપાણી
………
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે.
આ સંદર્ભમાં ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના સામે સંઘર્ષ કરે છે. કુદરતે ભારતની વિશેષ કસોટી આ સમયમાં બે-બે વાવાઝોડાથી કરી છે. આમ છતાં, આ સંઘર્ષ સામે નેતૃત્વ શક્તિ, સેવા સંગઠનો અને જનસહયોગથી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે સફળ થયા છીયે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા કુલ-૯ ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા હતા.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી કોરોનાની આ બીજી લહેરમાં જન સેવાનું ઉમદા કાર્ય થયું છે એમ પણ શ્રી અમિતભાઇ એ ઉમેર્યુ હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ એમ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન એ સૌથી મોટી ચૂનૌતી આપણા માટે હતી. ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત ૧ હજાર ટનથી વધીને ૧૦ હજાર મે.ટન થઇ ગઇ હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે, આ ચેલેન્જને સ્વીકારી લઇને રાજ્યોએ પણ સહયોગ આપ્યો, કાયોજેનિક ટેન્કર લગાવીને સરકારે ટ્રેન દ્વારા ઓક્સિજન દેશના રાજ્યોમાં મોકલ્યો અને ઓક્સિજનની ઘટ પડવા દીધી નથી.
શ્રી અમિતભાઇ શાહે ઉમેર્યુ કે, હવે આપણા સહિયારા પ્રયાસો, તબીબો, પેરામેડિકલ, વોરિયર્સ સૌના અવિરત યોગદાનથી કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ લાવી શકાયું અને ઓક્સિજનની માંગ રોજના ૩પ૦૦ મે.ટન પર આવી ગઇ છે.
તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં મળેલી સફળતાને પણ આ તકે બિરદાવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કોરોના સામેના વેક્સિનેશનમાં પણ વધુને વધુ લોકોને ત્વરાએ આવરી લઇ કોરોનાથી રક્ષણ આપવાની પ્રધાનમંત્રીશ્રીની મનસા વ્યકત કરી હતી. ગુજરાત વેક્સિનેશનમાં પણ અગ્રેસર છે તેની તેમણે સરાહના કરી હતી.
શ્રી અમિતભાઇ શાહે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને વૈષ્ણવ યુવાઓને એક સેવા છત્ર નીચે આવરી લઇ ૧પ દેશોના ૪૬ શહેરોમાં સેવા ફલક વિસ્તાર્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વી.વાય.ઓ દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા ર૯ ઓક્સિજન પ્લાન્ટ રાજ્યમાં ઓક્સિજન ખપત પૂર્ણ કરવામાં ઉપયુકત બનશે એવો વિશ્વાસ ગૃહ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્રજરાજ કુમારજી મહારાજની પ્રેરણાથી સમાજસેવા, રાષ્ટ્રભક્તિ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય તેવા કાર્યો કરી રહ્યું છે તેને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના કાળમાં વી.વાય.ઓ. એ રાજ્યની સેવામાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીયે. હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત પૂર્ણત: સજ્જ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના મુખ્યમંત્રી કાળથી જે ઔદ્યોગિક વિકાસ થયો તેને પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન આ સંક્રમણ કાળમાં ઉપલબ્ધ થયો અને ઓક્સિજનની કમી રહી નહિ.
તેમણે કહ્યું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને ૩૦૦ ટન PSA ઓક્સિજન મેળવી પગભર થવાની નેમ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન સપ્લાયના કાર્યમાં વી.વાય.ઓ જેવા સંગઠનો પણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદનીય છે.
આ પ્રસંગે શ્રી વ્રજરાજ કુમારજી મહારાજે આશીર્વચન આપતાં વૈષ્ણવ સંપ્રદાયની સેવા પરંપરા અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના યુવાઓની રાષ્ટ્રસેવા ભાવનાની વિસ્તૃત વિગતો આપી હતી.
તેમણે આઝાદીના ૭પ વર્ષમાં પહેલીવાર વી.વાય.ઓ.ના કાર્યક્રમમાં દેશના ગૃહ મંત્રી જેવા વરિષ્ઠ અગ્રણીની ઉપસ્થિતીનો આનંદ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી સી. આર. પાટીલ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યોશ્રીઓ-અગ્રણી વગેરે સંબંધિત સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ધ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુશાસનભર્યા સાત વર્ષ પૂર્ણ થતા સેવાકીય કાર્યક્રમો અંતર્ગત ભીક્ષુકોને ભોજન કરાવાયું
Next Article વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભેટ.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?