રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી પર્વમાં અપમૃત્યુના 6 બનાવ
- Advertisement -
ચાર દીકરીના પિતાએ આર્થિક ભીંસથી કંટાળી તળાવમાં પડતું મૂકી જીવનલીલા સંકેલી
પાડાસણ ગામે લોખંડનો ડેલો માથે પડતા દોઢ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી પર્વમાં કાળનું ચક્ર ફરી વળ્યું હોય તેમ આ પર્વમાં અપમૃત્યુના છ બનાવ નોંધાયા છે લોઠડા અને વીરડાવાજડીમાં બે યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે જયારે સાધુ વાસવાણી રોડ ઉપર એક મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે બીજી તરફ પાડાસણ ગામે દોઢ વર્ષની બાળકી ઉપર લોખંડનો ડેલો પડતા તેણીનુ મોત થયું છે જયારે શિવપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી નવા રિંગ રોડ ઉપર તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લેતા ચાર દીકરીઓ નોધારી બની છે. રાજકોટના વીરડાવાજડી ગામે રહેતા ચંદ્રસિંહ જયરામ અમલીયાર ઉ.26 નામના યુવાને ગત 3 તારીખે ઝેરી દવા પી લેતા 108ને જાણ કરાઈ હતી પરંતુ 108ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી જયારે લોઠડા ગામે રહેતા પરમાર વિજય હેમંતભાઈ ઉ.30 નામના યુવાને ગત બે તારીખે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં તેનું સારવાર દરમિયાન ગત 4 તારીખે મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવ અંગે જાણ થતા આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી તેમજ સાધુ વાસવાણી રોડ ઉપ્પર ગુલમહોર રેસિડેન્સીમાં રહેતા ઇલાબેન રમેશભાઈ વેકરીયા ઉ.51 નામના મહિલાએ આજે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી જયારે રૈયા રોડ ઉપર શિવપરામાં રહેતા જયેશભાઇ વિઠ્ઠલભાઈ નકુમ ઉ.36 નામનો યુવાન આજે કોઈ કારણોસર નવા રિંગ રોડ ઉપર પરશુરામ મંદિર પાછળ આવેલ તળાવમાં ડૂબી જતા મૃત્યુ થયું છે યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે આર્થિક ભીંસથી કંટાળી તળાવમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે યુવકના મોતથી ચાર દીકરીઓએ પિતાની છત્ર છત્રછાયા ગુમાવી છે જયારે પાડાસણ ગામે રહેતા અશ્વિનભાઈ સોરઠીયાની દોઢ વર્ષની દીકરી હીર ઘર પાસે આજે રમતી હતી ત્યારે લોખંડનો ડેલો કોઈ કારણોસર માથે પડતા તેણીનું મૃત્યુ થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે આજી ડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી જયારે શહેરના ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયારનગરમાં બાપા સિતારામ ચોક પાસે એક રિક્ષામાં અજાણ્યો આશરે ૩૦ વર્ષનો શખ્સ બેભાન મળી આવતા 108ના ડો. પુનમબેન પુરોહિતે તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને મોતનું કારણ જાણવા તજવીજ કરી હતી.
- Advertisement -
અહીયા જુગાર રમાય છે, મારે હાર જીત કરવાની છે કહી શખ્સે બિલ્ડરના ઘરમાં ઘુસવાનો કર્યો પ્રયાસ : વિવેકાનંદનગરમાં બનેલા બનાવ અંગે ભક્તિનગર પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટના કોઠારીયા મેઈન રોડ ઉપર વિવેકાનંદનગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ફેનીલભાઈ મુકેશભાઈ માંડલીયા ઉ.44એ પ્રણામી ચોકમાં રહેતા રજાક ખમીશાભાઈ સમા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ગુરુવારે રાત્રીના હુ કામેથી પરત મારા ઘરે આવી ડેલો ખોલતો હતો ત્યારે એક મો.સા.મા બે વ્યક્તિઓ આવેલ અને જેમાથી એક વયક્તિએ સફેદ જેવો શર્ટ પહરેલ હોય જે મારી પાસે આવેલ અને મને કહેલ કે દરવાજો ખોલો મારે અંદર જવુ છે.તેમ કહેતા મે આ વ્યક્તિને કહેલ તમારે શા માટે મારા ઘરમા જવુ છે જેથી આ વ્યક્તિએ મને કહેલ કે આ તમારુ ઘર નથી સ્કુલ છે અને અહીયા જુગાર રમાય છે અને મારે હાર જીત કરવાની છે અને મારે રાણાભાઇ પાસેથી પૈસા લેવાના છે અને મને રાણાભાઇએ અહિં સ્કુલ છે તેમ કહિ અહિ આવવાનુ કહેલ હતુ તેમ વાત કરેલ જેથી મે આ વ્યક્તિને સમજાવેલ કે આ સ્કુલ નથી મારુ ઘર છે અને તમે જે રાણાભાઇનુ કહો છો તે રાણાભાઇનું આ ઘર નથી તેમ સમજાવવા છતા આ વ્યક્તિ સમ જેલ નહી અને મારા ઘરમા પ્રવેશ કરવા પ્રયત્ન કરેલ અને મે ઘરમા જવાની તેને ના પાડતા મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને કહેલ કે હુ કોણ છુ ખબર છે તને હું રજાક છુ આમ કહી તે તેના મોબાઇલમા મારા ઘરનો વિડીયો ઉતારવા લાગેલ હોય અને આ દરમ્યાન મારા પત્ની ઈશીતા તથા મારા માતા સુધાબેન તથા મારા પિતા મુકેશભાઈ નીચે ઉતરી દરવાજા પાસે આવેલ અને આ રજાકભાઈ મારી સાથે બોલાચાલી કરતા હોય જેથી મારા પત્નીએ 112મા ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરમાં સિસ્ટમ એન્જી.તરીકે ફરજ બજાવતી યુવતીને એરફોર્સમાં નોકરીની લાલચ આપી 1.95 લાખની ઠગાઈ : સૂર્યકિરણ ફલાઇંગમાં સ્ક્વૉર્ડન લીડરની ઓળખ આપી ફસાવી : છેતરપિંડીની ફરિયાદ
રાજકોટના માધાપર પાસે અવધ રેસિડેન્સીમાં રહેતા અને ટીસીએસ કંપની ગાંધીનગર ખાતે સીસ્ટમ એન્જીનીયર તરીકે છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરતા દિશાબા પ્રવિણસિંહ પરમાર ઉ.28એ એક ઇન્સ્ટાગ્રામ આઈડી, બે મોબાઈલ ધારક અને એક બેંક ખાતા ધારક સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 1.95 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું શનિ રવિની રજામાં ઘરે આવતી હોય અને ઇન્સટાગ્રામનો ઉપયોગ કરતી હોય દરમિયાન prateek7539 જેને હું ફોલો કરતી હોય અને ગત 17 મેના રોજ મેસેજ આવેલ અને ઇન્ડિયન એર ફોર્સના સુર્યકીરણ ટીમમાં ફ્લાઇંગ બ્રાચમાં સ્કવાડર્ન લીડર તરીકે બીડર એર ફોર્સ કર્ણાટક ખાતે ફરજ બજાવે છે તેવુ મને જાણાવેલ હતું અને મને પણ એરફોર્સમાં નોકરી કરવાનો શોખ હોય જેથી મે તેમની પાસેથી વધુ જાણકારી મેળવેલ અને અમારે અવાર-નવાર ઇન્સટાગ્રામમાં વાતચીત થતી હતી ત્યાર બાદ મને આ પ્રતિક ભાદ્રવાજએ એરફોર્સમાં નોકરી માટેનું કહી ઇન્ટરનલ રૂપીયાની લેતી દેતી કરીને પણ એર ફોર્સમાં નોકરી મેળવી શકાય છે તેમ જણાવ્યું હતું અને મને તેણે તેના મોબાઇલ નંબર 9213588098, 7990088098 આપ્યા હતા અને મને જણાવેલ કે એરફોર્સમાં નોકરી માટે 80000 ભરવા પડશે તેમ કહી મારા ડોક્યુમેન્ટ આધારકાર્ડ, માર્કશીટ ફોટો મે વોટસએપમાં મોકલેલ હતા અને મને રૂપીય ભરવાનું કહેતા મે કટકે કટકે 80 હજાર રૂપીયા ભર્યા હતા ત્યાર બાદ મને પ્રતિકએ જાણાવેલ કે બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયેલ હોય જેથી ઉપરી અધીકારીને વધુ રૂપીયા આપવા પડસે તેમ જણાવી વધુ રૂપીયા 115000ની માંગણી કરેલ જેથી આ રૂપીયા એકી સાથે ટ્રાન્સફર થતા ન હોય જેથી રૂપીયા કટકે કટકે ટ્રાન્સફર કર્યા હતા કુલ 23 વહીવટ કર્યા હતા અને 1.95 લાખ મોકલ્યા હતા પરંતુ કોઈ નોકરી અપાવેલ નહિ અને મારા પૈસા પણ પરત નહીં અપાવતા અંતે મેં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં શખસે કપડાં કાઢી જમાદારનો કોલર પકડી ફડાકો ઝીંકી દીધો : અહીં નવો લાગે છે મને ઓળખતો નથી તારે જીવવુ છે ને કહી ધમકી : ફરજમાં રુકાવટનો ગુનો નોંધી ધરપકડ : મારા ઘર પાસેથી નીકળવાનું થશે તો મારીને પુલ નીચે ફેંકી દઈશ તો લાશ પણ નહીં મળે કહી રોફ જમાવ્યો
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ધસી આવેલા શખસે જમાદારને કહ્યું કે અહીં નવો લાગે છે મને ઓળખતો નથી તારે જીવવુ છેને કહી ધમકી આપી બાદ કોલર પકડી ઝાપટ મારી દઈ ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર ધર્મેન્દ્ર દેવશીભાઈ પરમારે અંકિત પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઈન્વેમાં ફરજ પર હતા.ત્યારે એક અરજદાર કાનાભાઈ મેરામણભાઈ કટારીયા પોતાની રજૂઆત જણાવતા હતા.ત્યારે બે ઈસમો પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હોય જેથી અરજદારે કહ્યું કે આ લોકોએ મારી દુકાનેથી લીધેલ વસ્તુ બાબતે પૈસા ચુકવવાનું કહેતા બોલાચાલી કરતા હતા.દરમ્યાન અમારી હાજરીમાં અરજદારને કહેલ કે તુ મને ઓળખતો નથી જેથી પોલીસે નામઠામ પૂછતા શખસે ઉશ્કેરાઈ ટેબલ પર રહેલ લેપટોપને જોરથી મુકા મારી બોલ્યો કે હું અંકિત પરમાર છુ તુ મને ઓળખતો નથી મારા પર કેટલાય ગુન્હા છે અને હમણા જ જેલમાંથી બહાર આવ્યુ છું. હજુ સુધી કોઈ પોલીસ મારૂ કંઈ કરી શકી નથી. કહી ગાળો બોલી હું સાવ ઉઘાડો માણસ છુ.તમે કોઈ મારૂ કંઈ કરી નહી શકો કહી પોતાના કપડા ઉતારી નાખ્યા હોય જેથી એએસઆઈ અને જીઆરડીએ કપડા પહેરી લેવાનું કહેતા ફરિ ગાળો બોલી કહ્યું કે હું અહીંથી બહાર પણ આવી રીતે જ જઈશ અને કોર્ટમાં પણ આવી રીતે જ જઈશ તેમજ તમો પોલીસ વાળાને પણ ઉઘાડા કરીશ અને તમારા બધાની વર્ધી પટ્ટા ઉતરાવી નાખીશ કહી જમાદારનો કોલર પકડી ધકકો મારી તમાચો ઝીંકી કહ્યું કે તુ અહીં નવો લાગે છે મને ઓળખતો લાગતો નથી તારે જીવવુ છે ને જો અહીં તાલુકમાં જ નોકરી કરવી હોય તો આ અંક્તિ પરમારને સલામ મારવાની અને અહીં તાલુકાએ આવવા માટે તારે મારા ઘર પાસેથી નીકળવાનું થશે તો મારીને ત્યા પુલ નીચે ફેંકી દઈશ તો લાશ પણ નહીં મળે કહી પેશાબ કરવા જવાનું કહેતા તેને ફરિ સમજાવેલ કે બહાર લેડી જમાદાર છે કપડા પહેરી લે તેમ છતાં સમજાવવાને બદલે ગાળો બોલી પોતાનું ગુપ્ત ભાગને હાથમાં લઈ કહ્યું કે હું અહીં રૂમમાં જ પેશાબ કરીશ કહી અભદ્ર વર્તન કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.ઇ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત : 35 લાખનું 18 લાખ વ્યાજ ચુકવ્યું છતા કારખાનેદારને ધમકી : આજીડેમ પોલીસ મથકમાં સાત વ્યાજખોરો સામે નોંધાતો ગુનો : પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં વ્યાજખોરી સામે પોલીસે શરૂ કરેલા અભીયાન દરમ્યાન વ્યાજખોરો બેકાબુ બન્યા હોય તેમ કોઠારિયા વિસ્તારમાં હાર્ડવેરનું કારખાનું ધરાવતા વેપારીએ ધંધાના કામકાજ તેમજ સી.એન.સી. મશીનની ખરીદી માટે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા જેમા 35 લાખ સામે 18 લાખ વ્યાજ ચૂકવી દિધા છતા વેપારીને મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ કરતા આજીડેમ પોલીસે સાત વ્યાજખોરો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. મુળ ઉતરપ્રદેશના અને હાલ ગોંડલ રોડ પર સોલ્વન્ટ પાસે હરીદ્વાર સોસાયટીમાં રહેતા અને કોઠરીયા ખાતે શ્યામ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં શુભમ એન્ટરપ્રાઈઝ નામે કારખાનુ ચલાવતા વિરેન્દ્ર શ્રીદિપા ચૌહાણએ મુસ્તકીમ અંસારી,દિનેશ પટેલ, મુકેશ ગઢવી,અમૃત ઉર્ફે અમીત શાહ, પ્રમોદ ચૌહાણ, નાગરાજ ધાધલ અને શકિત ભાઈ જાડેજા સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેને દોઢ વર્ષ પુર્વે કારખાનામાં મશીન મુકવા માટે નાણાની જરૂર હોય જેથી ૪% થી લઈને ૬% જેટલા માસિક ઊંચા વ્યાજદરે વ્યાજખોરો પાસેથી નાણા લીધા હતા. અને વ્યાજના નાણાં અને મુદલની સલામતીના નામે કારખાનેદાર પાસે બેંકના કોરા ચેક,નોટરી સમક્ષ હાથ ઉછીનાના ખોટા લખાણો તેમજ પોતાના અને સગા-સંબંધીઓના મકાનની અસલ ફાઈલો/દસ્તાવેજો ગીરો મુકી હતી. વપારીએ તમામ વ્યાજખોરો પાસેથી કટકે-કટકે મળીને કુલ રૂ. ૩૫ લાખ જેટલી મુદલ રકમ લીધી હતી અને આ રકમ સામે ઓનલાઈન ટ્રાન્સફર, રોકડા તથા બેંક ચેક મારફતે અત્યાર સુધીમાં રૂ. ૧૮ લાખથી વધુ રકમ માત્ર વ્યાજ પેટે ચૂકવી દીધી હતી. છતાં વ્યાજખોરો અવાર નવાર નાણા માટે ધમકીઓ આપતા હોવાનું જણાવતા આજીડેમ પોલીસ મથકના પીઆઈ પટેલ સહીતે ગુનો નોધી સાતેય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.ઇ
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી LCBએ 9.23 લાખના 18.467 કિ.ગ્રા. ગાંજા સાથે છતીસગઢના શખસની કરી ધરપકડ : ઉત્તર પ્રદેશનો વધુ એક શખસ નાસી છૂટ્યો : ઓરિસ્સાથી રાજકોટ ડીલવરી દેવા આવ્યા હતા : 7 દિવસના રિમાન્ડ મંજુર
રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન એલ.સી.બી. અને એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે રાજકોટની ટીમે સંયુક્ત રીતે ગુપ્ત બાતમીના આધારે રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનમાં દરોડો પાડી રૂ.૯.૨૩ લાખની કિમતનો ૧૮.૪૬૭ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે છતીસગઢના શખસને ઝડપી લીધો હતો. જયારે પોલીસને જોઈ નાસી જનાર યુપીના શખસને ઝડપી લેવા દોડધામ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નં.૧ પાસે બે શખસો ટ્રોલી બેગમાં માદક પદાર્થની હેરાફેરી કરતા હોવાની માહીતી આધારે એલસીબી પીએસઆઈ પીઆઈ રાણા, જે.એમ.પરમાર સહીતની ટીમે શંકાસ્પદ શખસને અટકાવી તેની પુછતાછ કરતા તે છતીસગઢના કુસમુસી ગામે રહેતો કર્મવીર તુલસીદાસ પાટીલ હોવાનુ જણાવતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી બેગમાંથી રૂ.૯.૨૩ લાખની કિંમતનો ૧૮.૪૬૭ કિં.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી પોલીસને જોઈ નાસી જનાર વધુ એક યુપીનો તેદુરાગામનો હર્ષસિંહ લલક સિંહને
પકડી લેવા દોડધામ કરી છે. પોલીસની તપાસમાં પકડાયેલો કર્મવીર અગાઉ પણ માદક પદાર્થના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનુ અને ગુજરાત પહેલી વાર આવ્યાની અને તેની સાથેના હર્ષ અગાઉ પણ ગુજરાત આવતો હોય ઓરિસ્સાથી ગાંજાના જથ્થાની ડીલવરી કરવા આવતા પકડાઈ ચુકયા હોવાનુ તેમજ આ ગાંજાનો જથ્થો ડીલવરી અંગે પણ હર્ષ નો પરીચીત હોવાનુ રટણ કરતા પોલીસે વધુ એક શખસને પકડી લેવા દોડધામ કરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નં.૧ પાસે બે શખસો ટ્રોલી બેગમાં માદક પદાર્થની હેરાફેરી કરતા હોવાની માહીતીને આધારે એલસીબીની ટીમે છતીસગઢના કુસમુસી ગામે રહેતો કર્મવીર તુલસીદાસ પાટીલની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી વધુ પુછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કાર્ટ હવાલે કરતા કોર્ટે આઆરોપી કર્મવીરના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ફુલઝર ગામે પેટ્રોલીંગમાં રહેલા ફોરેસ્ટ ઓફીસર સહિત ચાર પર હુમલો : બીજી વખત માલઢોર ડબ્બે પૂર્યા તો તમને બધાને મારી નાખીશું કહી ધમકી : જસદણ પોલીસે આઠ હુમલાખોરો સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી
રાજકોટ તાલુકાના ફુલઝર ગામ બહાર નર્સરી તરફના રસ્તે પેટ્રોલિંગ કરી રહેલા વનવિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ મારામારી થતાં ચાર કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જસદણ પોલીસે આઠ શખસો સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. મોઢુકા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા દલસુખભાઈ ધીરૂભાઈ કમેજાળીયાએ જસદણ પોલીસમાં સોમ પીપળીયા ગામના નાગજી રાજા રાતડીયા, જીલા ગોવિંદ રાતડીયા, ભરત નાગજી રાતડીયા, સતા રૂપા રાતડીયા, મોકો કાનજી રાતડીયા, હાથી રાજા રાતડીયા તથા બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે ૬ સપ્ટેમ્બરે સવારે વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નાગજી રાજા રાતડીયા અને જીલા ગોવિંદ રાતડીયા મળી આવ્યા હતા. અગાઉ સરકારી વીડીમાં ઢોર ચરાવવા અંગે જીલા સામે ગુનો નોંધાયો હોવાથી તેના નિવેદન માટે સાથે આવવાનું કહેતા બંને સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન જીલા ભાગવા જતા વોકળામાં પડતાં તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે ફોન કરી અન્ય લોકોને બોલાવ્યા હતા.જેથી લાકડીઓ સાથે આવેલા આરોપીઓએ વનકર્મીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી હુમલો કરવામાં આવતા ચાર વનકર્મીઓને ઈજા પહોંચી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ભરત નાગજી રાતડીયા, મોકો કાનજી રાતડીયાની ધરપકડ કરી હતી.
કોઠારીયા આણંદપરમાં યુવક અને તેના પરિવાર પર સંરપચના પુત્ર સહિત બેનો હુમલો : અગાઉના ઝઘડાનું મનદુખ રાખી પાઈપ-લાકડીથી તૂટી પડ્યા : જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી : કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ
રાજકોટમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવક અને તેના પરિવાર પર લોખંડની પાઈપ અને લાકડાની લાકડીથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. કોઠારીયા આણંદપરમાં રહેતા રવિ લક્ષ્મણભાઈ જાદવે કુવાડવા રોડ પોલીસમાં રેલનગર સાધુ વાસવાણી કુંજરોડમાં કોમ્પલેક્ષ પાસે રહેતા વિશાલ કિશોરભાઈ વાઢેર(સંરપચ પુત્ર), કોઠારીયા આણંદપર ગામના દિનેશ વાઢેરના દિકરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા. ૦૬ના રોજ સાંજના સમયે ઘરની છત પર રીપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. અચાનક બહારથી બોલાચાલીનો અવાજ આવતા હોવાથી તે બહાર ગયો ન હતો.દરમ્યાન તેમના કુંટુંબી ભાઈ પ્રભુભાઈએ જણાવ્યું હતું કે, તે ખેતરમાં જતા હતા.ત્યારે રસ્તામાં દરમ્યાન એક કાર ઉભી રહી ગઈ હોવાથી આ રીતે ઉભી રખાઈ તેમ કહેવા મુદે બોલાચાલી થઈ છે.બાદ આરોપી વિશાલ તથા દિનેશભાઈનો પુત્ર લાકડી અને લોખંડની પાઈપ લઈને ત્યાં આવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી યુવક અને તેના પરિવાર પર હુમલો કરી ધમકી આપ્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
માલિયાસણ ચોકડી પાસેથી 5.20 લાખના વિદેશી દારૂના 2448 ચપલા સાથે 1 ઝડપાયો : દારૂ મોકલનાર રાજસ્થાનના રાજુની શોધખોળ કરતી ક્રાઇમ બ્રાન્ચ : ગોલ્ડ ગિફ્ટ એન્ટરપ્રાઇઝના નામે હેન્ડિક્રાફ્ટની આઇટમની બિલ્ટી બનાવી હતી
રાજકોટના કુવાડવા રોડ પર માલિયાસણ ચોકડી નજીકથી પોલીસે 5.20 લાખના વિદેશી દારૂના 2448 ચપલા સાથે આંબેડકરનગરના એક શખસને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરના રાજુ નામના શખસે મોકલ્યાનું ખૂલતાં પોલીસે તેને ફરાર જાહેર કરી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાજકોટ ડીસીબીના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ દેવદાન ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે 150 ફૂટ રિંગ રોડ પર આસ્થા ચોક પાસે આંબેડકરનગરમાં રહેતા પ્રકાશ સુરેશ રાઠોડ અને ઉદયપુરના રાજુનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આંબેડકરનગરના પ્રકાશ રાઠોડ માલિયાસણ ચોકડી પાસે સાગર ઈન્ડસ્ટ્રિયલ એરિયા નજીક ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે વિદેશી દારૂની ડિલિવરી લેવા ઊભો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે છાપો મારતા 3 શખસ ઊભા હતા આથી ઊભેલા શખસોને તેમના નામ પૂછતા એક શખસે તેમનું નામ મફાભાઈ વીરાભાઈ જોગરાણા હોવાનું અને પોતે ડિલિવરી ટ્રાન્સપોર્ટ કંપનીનો ડ્રાઈવર હોવાનું અને બીજા શખસે પોતાનું નામ લાલાભાઈ સવાભાઈ ધોળકિયા હોવાનું અને પોતે ટ્રાન્સપોર્ટ કંપનીનો ડિલિવરી બોય હોવાનું અને અહીં હાજર પ્રકાશ રાઠોડને 6 પાર્સલ દેવા ઊભા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે પ્રકાશ રાઠોડના પાર્સલ ખોલીને ચકાસતા તેમાંથી વિદેશી દારૂના 2446 ચપલા મળી આવતા કુલ રૂ.5,20,320નો વિદેશી દારૂ, રૂ.600ના છ બેરલ અને રૂ.5000નો મોબાઇલ મળી કુલ રૂ.5,25,920નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં દારૂ મોકલનાર તરીકે ઉદયપુરના રાજુનું નામ ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે પાર્સલ બોક્સની બિલ્ટી ચેક કરતા 3 બોક્સમાં મોકલનાર તરીકે ગોલ્ડ ગિફ્ટ એન્ટરપ્રાઈઝના નામની બિલ્ટી બનાવી હતી. તેમજ એકમાં રિસીવર તરીકે અતુલભાઇ રાજકોટ, બીજામાં મકવાણા ભરતભાઇ ધનજીભાઈ અને ભૂજામાં ચૌહાણ હરેશ ટપુભાઇનું નામ લખ્યું હતું અને આઇટમમાં હેન્ડિક્રાફ્ટની વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો.
અઢી લાખના ચોરાઉ કેબલ સાથે બેલડી ઝડપાઇ
રાજકોટમાં પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ આર મેઘાણીની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે નવા રિંગ રોડ ઉપર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે ટીમે દરોડો પાડી બે શખ્સોને ચોરાઉ કેબલ સાથે ઝડપી લઇ નામઠામ પૂછતાં રાધેશ્યામ સોસાયટીનો મયંક ભાવેશભાઈ દુધાત અને રામકૃપા સોસાયટીનો સંદીપ ઘનશ્યામભાઈ મકવાણા હોવાનું જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી અઢી લાખનો ચોરાઉ કેબલ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલા બે વાહન સહીત 3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે બે મિત્રો ઉપર નવ શખ્સોનો હિચકારો હુમલો : ઓફિસ બહારથી ઉભો કર્યાનો ખાર રાખી માર માર્યો : પોલીસ ફરિયાદ
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટી મેઇન રોડ પર રહેતા અને ઘરેથી જ મીઠાઈનો વેપાર કરતા સાગરભાઇ નરોત્તમભાઇ પરમાર ઉ.34એ ટેટુભાઈ, વિશાલ રોજાસરા, પ્રવીણ મનુભાઈ બાંભવા, તેજ મનુભાઈ બાંભવા અને પાંચ અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી ચારેક દિવસ અગાઉ રાત્રીના હું તથા સંજયભાઇ બન્ને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ તેમની ઓફીસ ખાતે હાજર હતા ત્યારે લાલપરીમાં રહેતો ટેટુ નામનો વ્યક્તિ ઓફીસ બહાર બેસેલ, જેથી મારા મિત્ર સંજયભાઇએ ટેટુભાઈને ઓફીસ પાસેથી ઉઠાડીને રવાના કરેલ, આ વાતની અદાવત રાખીને વહેલી સવારના ચારેક વાગ્યાની આસપાસ હું ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાની હોટલ ખાતે હાજર હતો ત્યારે આ ટેટુ તથા તેની સાથેનો વિશાલભાઈ રોજાસરા બન્ને આવી મારી નજીક આવી મારી સાથે આ ટેટુ નામનો વ્યક્તિ બોલાચાલી ગાળાગાળી કરવા લાગેલ, જેથી મે તેને ગાળો આપવાનું કારણ પુછતા બન્ને વધારે ઉશ્કેરાઇ જઇ મને વધારે ગાળો આપવા લાગેલ અને ટેટુભાઈએ ફોન કરી વધારે માણસો બોલાવતા મે મારા મિત્ર ખેંગારભાઈને ફોન કરી બોલાવેલ અને અમો બન્ને ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ ચોક પાસે હતા ત્યારે થોડીવારમાં આ ટેટુ નામના વ્યક્તિ પોતાની સાથે પ્રવિણ મનોજભાઇ બાંભવા તથા તેજો મનોજભાઇ બાંભવા તથા વિશાલ રોજાસરા તથા બીજા પાંચ અજાણ્યા માણસો લઇ આવેલા અને આ ટેટુ નામનો વ્યકિત મારી સાથે બોલાચાલી કરીને મને ગાળો આપવા લાગેલો અને જેથી મે ગાળો આપવાની ના પાડતા આ ટેટુ તથા પ્રવિણ બાંભવા તથા તેજો બાંભવા તથા વિશાલ રોજાસરા તથા સાથેના અજાણ્યા પાંચ માણસો મારી સાથે ઝપાઝપી કરી મને જેમ ફાવે તેમ આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ આ અરસામા આ ટેટુભાઈએ મને તેની પાસે રહેલ કોઈ તીક્ષ્ણ હથીયાર વડે મને માથામાં પાછળના ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડેલ અને આ અરસામા આ લોકોએ મને શરીરના વાસાના ભાગે વાહનની ચાવીઓ વડે આડેધડ ઘા મારી ઈજા પહોંચાડેલ જેથી મારો મિત્ર ખેંગારભાઇ મને બચાવવા વચ્ચે પડતા તેને પણ આ લોકોએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડેલ હોય એટલામાં મારો મિત્ર ઘનશ્યામભાઇ મુંધવા ત્યા આવી જતા આ લોકોથી વધુ માર મારવાથી અમોને બચાવેલા અને ત્યારે આ ટેટુ નામના વ્યકિતએ મને જાનથી મારી નખવાની ધમકી આપેલી હતી અને બાદમા આ લોકો ત્યાથી નાશી ગયેલા હતા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
રણુજાનગરમાં મોટાબાપુએ ભત્રીજીને ફડાકા ઝીકી, લાકડી-એન્ગલથી હુમલો કર્યો : બચાવવા ગયેલા નાના ભાઈ-પત્નીને પણ માર મારી, મારી નાખવાની ધમકી દીધી : જેલમાં હોય ત્યારે છોડાવવા ખર્ચેલા 6 લાખની ઉઘરાણી કારણભૂત : પોલીસ ફરિયાદ
રાજકોટના રણુજાનગર મફતિયાપરામાં રહેતા અને મજૂરી કરતા ભુપતભાઈ ભલ્લાભાઈ પારધી ઉ.46એ મોટાભાઈ પ્રવિણભાઈ પારધી સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 તારીખે રાત્રીના હું મારા ઘરે હતો ત્યારે મારા મોટાભાઈ પ્રવિણભાઈનો મને ફોન આવેલ અને કહેલ કે મારા પૈસાનો હપ્તો અત્યારે જ આપી દે આથી મે તેને કહેલ કે હાલ મારી પાસે પૈસા નથી જેથી આવતા મહીને પેનલ્ટી સાથે હું પૈસા ભરી દઈશ તેમ સમજાવતા તે મને ફોન ઉપર ગાળો આપવા લાગેલ આથી મારી દિકરીએ મારી પાસેથી ફોન લઈને પ્રવિણભાઈ જોડે વાત કરતાં આ પ્રવિણભાઈ મારી દિકરી સંજનાને પણ ફોન ઉપર ગાળો આપવા લાગેલ હતાં. જેથી અમે ફોન મુકી દિધેલ બાદ અમે ઘરે જમવા બેસવાની તૈયારી કરતા હતાં. ત્યારે મારો ભાઈ પ્રવિણભાઈ અમારા ઘરે રિક્ષા લઈને આવેલ અને દરવાજો ખખડાવી કહેવા લાગેલ કે બહાર આવો આથી મારી દિકરી દરવાજે ગઈ તો મારા ભાઈ પ્રવિણભાઈએ ફોનમાં કેમ ઉલળતી હતી તેમ કહી મારી દિકરીને ગાલ ઉપર બે ઝાપટ મારી રિક્ષામાંથી લાકડી કાઢી એક ઘા કપાળે મારી દિધેલ અને લાકડી પડી જતાં રિક્ષામાંથી એક લોંખડની ઇંગલનો કટકો કાઢી તેને માથાના ભાગે મારી દિધેલ જેથી હું ત્યા જતા આ મારા ભાઈએ મને પણ પેટમાં પાટુ મારી પાડી દિધેલ અને મારા પત્ની પણ ત્યાં આવતા તેને પણ ગાલે ઝાપટ મારી દિધેલ અને બાદ મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મને કહેવા લાગેલ કે પૈસા નહી થાય તો હું તને જીવતો મારી નાંખીશ બાદ ત્યાં માણસો ભેગા થઈ જતાં આ મારો ભાઈ તેની રિક્ષા લઈને ભાગી ગયો હતો મારી દિકરી સંજનાને માથામાં લોહી નીકળતું હોય જેથી મે 108મા બેસાડીને મારિ દિકરીને સારવાર માટે સીવીલ હોસ્પીટલ ખાતે લઈ આવેલ હતાં. આ બનાવનું કારણ એવું છે. કે આજથી નવેક માસ પહેલા હું દાહોદ જેલમાં હતો. ત્યારે મારા ભાઈએ મને છોડાવવા છ લાખ રૂપીયા વાપરેલ હતાં. તે રૂપીયા હું તેને હપ્તે હપ્તે ચુકવતો હોય અને આ મહીને હપ્તો ન ભરી શકેલ તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.
પારકા ઝઘડામાં પડેલા યુવક પર બેલડીનો ધોકાથી હુમલો : ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું કહી ધમકી દીધી
રાજકોટના ભાવનગર રોડ ઉપર ગંજીવાડામાં રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા રાહુલભાઈ વાલજીભાઈ કાપડીયા ઉ.30એ સૉયલો અને યુવરાજ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 તારીખે હુ તથા મારો મિત્ર દિનેશ તથા દિનેશના બે મિત્રો સોયલો તથા યુવરાજ એમ અમો ચારેય ભાવનગર રોડ પર આવેલ ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસ સામેની હોટલે રિક્ષામા બેઠા હતા બાદ સોયલો તથા યુવરાજ બન્ને ત્યા કોઇ અજાણ્યા વ્યકતી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી હુ આ સોયલો તથા યુવરાજને આમ બોલાચાલી ન કરાય તેમ સમજાવવા ગયેલ તો આ બન્ને મને ગાળો આપવા લાગેલ હતા આથી મે તેઓને ગાળો આપવાની ના પાડતા આ બંન્ને મારી સાથે ઝપાઝપી કરી મને ઢિકાપાટુનો માર મારવા લાગેલ અને યુવરાજે મને ધક્કો મારી પાડી દિધેલ હતો અને સોયલાએ ત્યા પડેલ લાકડાનો ધોકો લઈ મને ડાબા પગે તથા પીઠના ભાગે મારવા લાગેલ હતો જેથી હુ ઉભો થયને ત્યાથી ભાગવા લાગેલ અને મે મારા નાના બહેન સોનલબેનને ફોન કરી આજીડેમ ચોકડીએ આવવા જણાવેલ ત્યારે આ સોયલો તથા યુવરાજ બન્ને મારી પાછળ આવી યુવરાજ મને કહેવા લાગેલ કે આ બનાવ બાબતે પોલીસને ફરીયાદ કરીશ તો તારા બન્ને પગ ભાંગી નાખિશ આમ મને ધમકી આપતા હોઇ તે દરમ્યાન જ ત્યા મારા બહેન આવી જતા તે બન્ને ત્યાથી ભાગી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.




