By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    17 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    17 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    17 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    18 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    17 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor
Last updated: 2026/09/02 at 3:05 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

ગરીબ વર્ગ માટે બનતી આવાસ યોજનાનાં આવાસમાં અધિકારીઓને અને પદાધિકારીઓને ઝાઝો રસઃ ‘ખાસ-ખબર’ પાસે સ્ફોટક પુરાવા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે બનાવવામાં આવતા આવાસોમાં ખુદ મનપાના જ અનેક કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ફ્લેટ મેળવી ચૂક્યા હોવાની
બાબત હવે ચર્ચાની એરણે ચડી છે. વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા ગરીબ પરિવારો ડ્રોમાં નામ આવવાની રાહ જોતા રહે છે ત્યારે મનપા તંત્રમાં જ અંદર બેઠેલા કર્મચારીઓ અને તેમના સગાં-સંબંધીઓ નિયમોની છટકબારીઓ
શોધીને આવાસ યોજનાના ફ્લેટ પોતાના નામે કરાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે. મહિને અડધા લાખ આસપાસનો પગાર ધરાવતા ટાઉન પ્લાનિંગ શાખા, જગ્યા રોકાણ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
ડિપાર્ટમેન્ટના કેટલાય કર્મચારીઓએ આવાસ મેળવ્યા છે. અરે, ખુદ મનપા વતી આવાસનો દસ્તાવેજ કરી આપનારે પણ પોતાના નામે આવાસ લીધું હોવાની માહિતી મળી રહી છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર મનપા આવાસ યોજના વતી દસ્તાવેજ કરી આપનાર હેડ ક્લાર્ક અજય મનુભાઈ પરમારે ખુદ આવાસ યોજનામાં ફ્લેટ મેળવી લીધો છે. વિમલનગરમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર
મંગલપાંડે ટાઉનશિપ સી-૪૦૮માં અજય મનુભાઈ પરમારનો સરકારી આવાસ યોજનાનો ૩ બીએચકે ફ્લેટ આવેલો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ વાત વાસ્તવમાં હોય તો અહીં સૌથી મોટો સવાલ એ છે કે, જે વ્યક્તિ બીજાને
આવાસના ફ્લેટનો દસ્તાવેજ કરી આપે છે તેને આવાસના ફ્લેટનો દસ્તાવેજ કોણે કરી આપ્યો? વળી, અજય પરમાર જેવી એક નહીં અનેક વ્યક્તિઓએ આવાસમાં ફ્લેટ મેળવી લીધા હોવાની વાતો વહેતી થઈ છે. પોતે જ
પોતાને ફાળવી દીધેલાં ફ્લેટમાં અજય પરમાર રહેતા ન હોવાની અથવા તો તે ફ્લેટ ભાડે કે વેંચાણ કરી દીધેલ હોવાની પણ શક્યતાઓ છે જેની તપાસ ચાલી રહી છે. તેથી જો રાજકોટ મહાનગરપાલિકાના તમામ વર્ગના
કર્મચારીઓ, તેમના પરિવારજનો અને આવાસ યોજનાના લાભાર્થીઓના ડેટાનું આધાર-પાન લિંકિંગ અને પ્રોપર્ટી ટેક્સ આઈડી સાથે સરખામણી કરવામાં આવે તો મનપાના કેટલા વર્તમાન કે નિવૃત્ત કર્મચારીઓએ પોતાના નામે
કે સંબંધીઓના નામે સરકારી આવાસો મેળવી રાખ્યા છે તેનો મોટો પર્દાફાશ થઈ શકે તેમ છે. ગરીબોના હકના આવાસો સરકારી બાબુઓના ખિસ્સામાં જતા અટકાવવા માટે સમગ્ર સિસ્ટમનું કડક વિજીલન્સ ઓડિટ થવું અત્યંત
જરૂરી છે. સરકારી શરત મુજબ ખોટી વિગતો રજૂ કરનાર લાભાર્થીનું મકાન તાત્કાલિક જપ્ત કરી તમામ રકમ જપ્ત કરવાની જોગવાઈ છે, ઉપરાંત સબ-રજીસ્ટ્રાર સમક્ષ ખોટા નિવેદનો અને સોગંદનામા આપવા બદલ ૭ વર્ષ
સુધીની જેલની સજા તેમજ ફોજદારી ગુનો નોંધવાપાત્ર બને છે. હવે જોવાનું એ રહે છે કે, કૌભાંડીઓની ગેરરીતિ ઉપરાંત મનપાના અધિકારીઓની અક્ષમ્ય બેદરકારી અને કૌભાંડ સામે શું પગલાં ભરવામાં આવશે કે પછી
કાજૂકતરી કાંડની જેમ જ આવાસ કૌભાંડમાં પણ માત્ર તપાસનું નાટક કરાશે.

‘ખાસ-ખબર’ના અહેવાલ – બાદ ભ્રષ્ટ કર્મચારીઓ અને કૌભાંડી લાભાર્થીઓમાં દોડધામઃ ડબલ આવાસ મુદ્દે મેયરે આપ્યા તપાસના આદેશ
રાજકોટ મનપામાં બબ્બે આવાસ ફાળવાયાનો મામલો ગરમાયો છે. આ મુદ્દે ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ અહેવાલ બાળકડબલ આવાસ મેળવનાર કૌભાંડી લાભાર્થીઓ અને તેમને મદદ કરનાર ભ્રષ્ટ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ
છે. એક વિનોદભાઈ પરસોત્તમભાઈ જોટંગીયાએ પોતે સામેથી આવીને બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમણે વર્ષ ૨૦૨૧માં મનપાની બે અલગ-અલગ યોજનાઓમાં વેટિંગમાં ફોર્મ ભર્યા હતા. બેમાંથી એક પણમાં મકાન મળશે
નહીં તેવી ધારણા હતી, પરંતુ નસીબજોગે બંને જગ્યાએ (લાઇટ હાઉસ અને સીતાજી ટાઉનશીપ) એકસાથે આવાસ મંજૂર થઈ ગયા હતા. વર્ષ ૨૦૨૧માં બે આવાસ મળ્યા હતા. જોકે આ બાબત ગેરકાયદે હોવાની જાણ થતાં જ
હાલ તેઓ વધારાનું એક આવાસ મનપાને પરત કરવા પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આવાસ કૌભાંડ બહાર આવતાં મેયર ડો. નેહલ શુક્લ અને આવાસ વિભાગના ચેરમેનએ તપાસનાં આદેશો આપ્યા છે તેમજ આ બાબતે
જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તદુપરાંત ખાસ-ખબર દ્વારા આવાસ કૌભાંડને લઈ અન્ય કેટલીક વિગતો પણ મેળવાઈ રહી છે જેને લઈ ટૂંકસમયમાં મોટા ધડાકાભડાકા
થવાના એંધાણ છે.

એક જ પરિવારે માત્ર 20 મહિનાના ટૂંકા ગાળામાં બે-બે સરકારી આવાસો પોતાના નામે કરાવી લીધા
રાજકોટ મનપા દ્વારા આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને છત પૂરી પાડવાના દાવા વચ્ચે ભ્રષ્ટચાર અને બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સત્તાવાર દસ્તાવેજોના આધારે બહાર આવ્યો છે. સરકારી નિયમોને નેવે મૂકીને
એક જ પરિવારે માત્ર ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ યોજનાઓમાં બે સરકારી આવાસો પોતાના નામે કરાવી લીધા હોવાનું સ્પષ્ટ થયું છે. એટલું જ નહીં, સરકારી દસ્તાવેજ કરાવતી વખતે રજૂ કરાયેલા ખોટા
સોગંદનામામાં પુત્રના નામના સ્થાને કોઈ અજાણી ત્રીજી જ વ્યક્તિનું નામ ઘુસાડી દેવાયું હોવા છતાં એડવોકેટ, નોટરી અને સબ-રજીસ્ટ્રાર કચેરી દ્વારા આંખો મીંચીને દસ્તાવેજ નોંધી દેવાતાં સમગ્ર વહીવટી પ્રક્રિયા સામે ગંભીર
સવાલો ઉભા થયા છે. વળી આવાસનો દસ્તાવેજ નિયમ વિરુદ્ધ પેનલ એડવોકેટ દ્વારા કરવામાં પણ આવ્યો નથી. એડવોકેટની ડિગ્રી પણ તપાસનો વિષય છે. સરકારી નોંધણી દસ્તાવેજોની વિગતો મુજબ, હાર્દિક અશોકભાઈ જોષી
અને તેમના માતા હેમાબેન અશોકભાઈ જોષીએ સંયુક્ત નામે પ્રથમ આવાસ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ના રોજ સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ-૬ (મવડી) ખાતે દસ્તાવેજ નંબર ૧૩૯૭૦/૨૦૨૩થી નોંધાવ્યો હતો. આ દસ્તાવેજ
હેઠળ તેમને મવડી વિસ્તારમાં કૃષ્ણ ટાઉનશીપમાં ફ્લેટ નં. H-102 રૂ. ૫,૫૦,૦૦૦/-ના અવેજથી ફાળવવામાં આવ્યો હતો. આ પ્રથમ ફ્લેટ પોતાના કબજામાં હોવા છતાં આ જ માતા-પુત્રની જોડીએ ગત તારીખ
૦૪/૦૮/૨૦૨૫ના રોજ સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ-૪ (રૈયા) ખાતે દસ્તાવેજ નંબર ૭૯૬૭/૨૦૨૫થી વધુ એક સરકારી મકાન પોતાના નામે કરાવી લીધું હતું. જેમાં રૈયા રોડ ખાતે લાઈટ હાઉસ પ્રોજેક્ટ (જીજાબાઈ
ટાઉનશીપ)માં ફ્લેટ નં. ૧૦-૭૦૮ રૂ. ૩,૩૯,૨૮૦/-ની કિંમતે મેળવી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

અગાઉ પારદર્શક રહેલી સિસ્ટમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છીંડાં ક્યાં પડયા ?
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં ભૂતકાળમાં અનેક મેનેજરો અને સક્ષમ અધિકારીઓએ કામગીરી સંભાળી છે અને હજારો પરિવારોને વિવાદ વિના આવાસોની પારદર્શક ફાળવણી થઈ છે. જોકે, છેલ્લા કેટલાક
સમયથી એક જ લાભાર્થીને બે-બે મકાનો ફાળવાઈ જવા કે સોગંદનામામાં પુત્રના નામે ત્રીજી જ વ્યક્તિનું નામ ચડી જવા જેવા છબરડાઓ સામે આવી રહ્યા છે. અગાઉ સુરક્ષિત રહેલી આ આખી પ્રક્રિયામાં તાજેતરના વર્ષોમાં
આવા કૌભાંડો થવા પાછળ કોનો અને કેમ હાથ છે એ તપાસનો વિષય છે. હાલના ચેરમેન તો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે પણ તેમની નીચેના કેટલાંક કર્મચારીઓએ ભૂતકાળમાં બેદરકારી દાખવી છે જેને કારણે તંત્રની
શાખ ખરડાઈ છે. હવે વર્તમાન કમિશનર, શાસક અને અધિકારી ભૂતકાળમાં થયેલા આ કાંડ મામલે તટસ્થ તપાસ કરાવી કડક કાર્યવાહી કરે એવી માંગણી ઉઠી છે.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
Next Article લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?