28 ડીસેમ્બરે અમદાવાદના નિકોલ ખાતે 25 હજાર ગીતા નામની બહેનોને એકત્રીત કરવાના હતા
માત્ર 2 કરોડ 15 લાખની લોન આપી 43.53 કરોડની 130 વીઘા જમીન પચાવી પાડ્યાનો ખુલાસો
- Advertisement -
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરતા ઇસમો તથા ગેરકાયદેસર કોલ સેન્ટરો ચલાવી ખેડુતોને ભોળવીને લોભામણી જાહેરાતો હેઠળ સમજાવી ઓછા વ્યાજે પૈસા આપવાના ઓઠા તળે ખેડુતોની જમીનના દસ્તાવેજો કરી ઠગાઇ કરતાં ઇસમો વિરૂધ્ધ શિક્ષાત્મક કાયદાકીય પગલા લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
એસપી વિજયસિંહ ગુર્જરએ માહિતી આપતા જણાવ્યું હતું કે SIT દ્વારા અગાઉ આરોપી અલ્પેશ દોંગા તથા અક્ષિત અકબરી ની ટોળકી વિરૂધ્ધ કુલ 12 ગુન્હાઓ દાખલ થયા હતાં તથા પડધરીમાં 1, ગોંડલ તાલુકમાં 1, જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ મથકમાં 2 ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે તથા આ સીવાય SIT દ્વારા અત્યાર સુધીમાં 7 જેટલા અરજદારએ સંપર્ક કરી અરજીઓ આપેલ છે જેની તપાસ હાલ પ્રગતી પર છે SIT દ્વારા આરોપી અક્ષિત અકબરીની સઘન તપાસ હાથ ધરી અટક કરવામાં આવેલ છે અને આરોપી અલ્પેશ દોંગાનો કબ્જો મેળવી રીમાન્ડની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહેલ છે આ આરોપીઓ દ્વારા ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ગુડવિલ મેળવવા માટે ચલાવવામાં આવી રહેલ કોલ સેન્ટરો બાબતે તપાસ ચાલુ છે તથા અગાઉ આરોપીઓએ ભાવનગર તથા સુરત ખાતે ગીતા જયંતિનો પોગ્રામ કરેલ અને આવનાર સમયમાં ૨૮ ડીસેમ્બરના દિવસે અમદાવાદ નિકોલ ખાતે ૨૫ હજાર ગીતા નામની બહેનોને એકત્રીત કરી કરવામાં આવનાર પોગ્રામ બાબતેની તપાસ ચાલુ છે આરોપી અક્ષિત અકબરીની સઘન પુછપરછ દરમ્યાન આરોપીની બીઝનેસ ટર્મીનલ નામના એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ઓફીસ નં.૪૦૨ ની ઝડતી કરાવામાં આવેલ છે. અને ત્યાથી અન્ય દસ્તાવેજ તથા સાટાખટ મળી કુલ ૧૫૨ જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવેલ જે તપાસના કામે કબ્જે કરેલ અને વધુ તપાસ જારી છે હાલ SIT ની તપાસ દરમ્યાન કુલ – ૧૩૦ વિઘા જમીન જેની બજાર કિંમત ૪૩ કરોડ ૫૩ લાખ જેટલી થાય છે જે જમીન પેટે આરોપીઓએ માત્ર ર કરોડ ૧૫ લાખ ૧૫ હજાર જેટલી રકમ ચુકવી જે-તે ખેડુત ખાતેદારનો દસ્તાવેજો/ સાટાખત કરાવી લીધેલાનુ ષડયંત્ર ધ્યાને આવેલ છે તેમજ આરોપીઓ દ્વારા ઓપરેટ થઇ રહેલ કોલ સેન્ટરોના ટેલીકોલર બાબતેની તપાસ અને પુછપરછ ચાલુ છે અને આરોપીઓ અને ટેલીકોલરની ટીમ હોય જે ટીમ શોશ્યલ મીડીયા ઉપર પોસ્ટ ઉપર બુસ્ટીંગ કરવાનુ કામ કરતી હતી જે ટેલીકોલરની પુછપરછ કરી તપાસ ચાલુ છે.
હાલ સુધી અલગ-અલગ ગુન્હાઓમાં જાહેર થયેલ આરોપીઓનો નામ
અલ્પેશભાઇ ગોપાલભાઇ દોંગા રહે. રાજકોટ,
અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ, રહે. રાજકોટ
પીયૂષભાઈ ચંદુભાઈ વીરડીયા, રહે. રાજકોટ
ચંદુભાઇ છગનભાઇ વીરડીયા રહે. રાજકોટ
હીરેન રતીલાલ લુણાગરીયા રહે. સરપદળ તા.પડધરી (વચેટીયો)
મયુર કાનગડ ઉર્ફે મયુર આહિર રહે. વડાળી તા.ચોટીલા
અભયભાઇ મોલીયા રહે. રાજકોટ
મનીષાબેન અભયભાઇ મોલીયા રહે. રાજકોટ
જયેશભાઇ રામજીભાઇ ભાલાળા રહે.રાજકોટ
- Advertisement -
આરોપીઓની ઓફિસ પર ઝડતી – કોલ સેન્ટરનો પર્દાફાશ
પડધરી પોલીસ સ્ટેશન તથા ગોંડલ તાલુકામાં દાખલ થયેલ ગુન્હાઓની સંયુકત તપાસ દરમ્યાન નિમાયેલ SIT ની ટીમ દ્વારા આરોપી અલ્પેશ દોંગાની રાજકોટ ખાતે આવેલ નાના મોવા રોડ, શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીની ગેઇટની સામે, બીઝનેસ ટર્મીનલ નામના એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ઓફીસ નં.૪૦૨ ની ઝડતી દરમ્યાન નવા અલગથી અન્ય દસ્તાવેજ તથા સાટાખટ મળી કુલ ૧૫૨ જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવેલ જે તપાસના કામે કબ્જે કરેલ.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ખેડૂતો તથા જાહેર જનતાને અપીલ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો આપને “બાલાજી લોન”, “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ”, “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” કે “પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ” નામે કે અન્ય કોઇ ના લોન માટે ફોન આવ્યો હોય, અથવા ઉપરોક્ત આરોપીઓ સાથે લોન/જમીનનો વ્યવહાર કર્યા બાદ છેતરાયા હોવ, તો કોઈ પણ ડર રાખ્યા વગર આપના વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશન અથવા SIT ઓફીસ સાયબર પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યનો સંપર્ક કરવો અથવા નીચેના નંબરો ઉપર સંપર્ક કરવો.




