લુખ્ખાઓથી કંટાળી કાર્યવાહી કરવા રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી લોકમાન્ય ટિળક ટાઉનશીપના રહેવાસીઓએ આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી લુખ્ખાતત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવ્યા મુજબ કોર્પોરેશન તરફથી કાયદેસર રીતે આવાસ ફાળવેલ છે પરંતુ, છેલ્લા ઘણા સમયથી આ ટાઉનશીપમાં ગેરકાયદે રીતે રહેતા લુખ્ખા તત્વો ભાડે રહે છે. ભાડે રહેતો તોફીક નામનો ઈસમ ખુબ જ માથાભારે શખ્સ છે. ગઈકાલે સાંજે આ ઈસમ દાદાગીરીથી ટાઉનશીપના રહેવાસીઓને સામે જોવા બાબતે વિના કારણે માર મારતા સ્ત્રીઓ વચ્ચે છોડાવા આવતા તેમને પણ આરોપીઓએ ખૂબ માર મારેલ છે. જે બનાવની ફરીયાદ અમોએ બી-ડીવિઝન પો.સ્ટેશનમાં કરેલ છે. તદુપરાંત ટાઉનશીપમાં એલોટ થયેલ કવાર્ટરમાં રહેતા ઝરીના રફીક નામની સ્ત્રી ત્યાંની સ્ત્રીઓને જાતી વિરુદ્ધ ટીપ્પણીઓ કરી ધાર્મીક લાગણી દુભાય તેવા વહેણો કહી ભુંડી ગાળો આપી હતી. આ શખ્સોનું મકાન ખાલી કરાવવા બાબતે રજૂઆત કરીએ છીએ.