આનંદનગરમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 16 ફલેટ ખાલી કરાવાયા
અમદાવાદ શહેરમાં ૨૩ જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે. શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડસમા તો ક્યાંક છાતીસમા પાણી ભરાયેલા છે. સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાણી ન ઓસરતા આર્મીને ઉતારવાની ફરજ પડી છે. કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલોમાં છાતીસમા પાણી ભરાયા છે. ગઈકાલથી લોકો અહીં ફસાયા હોય આર્મીએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા સલામતીના ભાગરૂપે ૧૬ ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા. પાંજરાપોળ ચાર રસ્તા પર સહજાનંદ કોલેજ પાસે ભુવો પડ્યો છે. પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા અખઈએ અપીલ કરી છે તો શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે.
- Advertisement -
અમદાવાદના બાવળાથી સરખેજ હાઈવે પર કેડસમા પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. સેના દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી છે. ઉખ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આનંદનગર વિસ્તારમાં સેફ્રોન બીનોરી ફ્લેટ અને જય જલિયાણ ફ્લેટની કોમન ભાગની દિવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ર મોટાભાગનું પાણી સેફ્રોન બીનોરીના ભોંયરામાં ભરાઈ ગયેલ છે. બિલ્ડીંગની સાઈડમાં માટીનું ધોવાણ થયું છે. બાજુના બ્લોકમાં આવેલ ૧૬ ફ્લેટ સલામતીના ભાગરૂપે સ્વૈચ્છિક ખાલી કરેલ છે. તમામ રહીશોને સલામત અને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.




