By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    14 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    14 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર
રાજકોટ

રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર

Khaskhabar Editor
Last updated: 2026/03/10 at 3:56 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

આજે ગાંધીનગર, સુરત સહિત 17 જિલ્લામાં હીટવેવની આગાહી, હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે

રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, સતત બિજા વર્ષે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગકમી યથાવત રહી છે. ગત વર્ષે પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
ઈંખઉ અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે.
અમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે.
સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દી-સગાંને ગરમીમાં તકલીફ ન પડે તે માટે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલમાં વધી રહેલી ગરમીનો ધ્યાનમાં રાખીને 1200 બેડ હોસ્પિટલ અને જૂની સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં 80 કૂલર મૂકવામાં આવશે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, અમે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી. બનાવવાનો અમારો પ્લાન છે, આ પ્લાન માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. જેથી પ્રોજેકટ પર ટુંક સમયમાં કામ શરૂ કરાશે.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘દરેક ઘરમાં ચૂલો પ્રગટે એ પ્રાયોરિટી’ કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે
Next Article પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?