By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે
રાષ્ટ્રીય

વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 5:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઇસ્લામી આક્રાંતાએ મંદિરને તોડ્યા બાદ બની ગયું હતું ખંડેર

વર્ષ 2014માં એક ફિલ્મ આવી હતી ‘હૈદર’, આ ફિલ્મમાં જમ્મુ કાશ્મીર સ્થિત એક મંદિરના ખંડેરને દર્શાવવામાં આવ્યું હતું

- Advertisement -

સૌજન્ય: ઑપ ઇન્ડિયા, ગુજરાતી

જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક ઓફીશીયલ નોટિફિકેશન જાહેર કરી છે. ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિર પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું.
વર્ષ 2014માં એક ફિલ્મ આવી હતી ‘હૈદર’. આ ફિલ્મમાં જમ્મુ કાશ્મીર સ્થિત એક મંદિરના ખંડેરને દર્શાવવામાં આવ્યું હતું. આ ખંડેરને ફિલ્મમાં ‘શૈતાન કી ગુફા’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આજનું આ ખંડેર આજથી 600 વર્ષ પહેલાં એક ભવ્ય મંદિર હતું અને તેને સિકંદર શાહ મીરી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પ્રાચીનતમ એવા આ મંદિરનું નામ છે માર્તંડ સૂર્યમંદિર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે આ સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય લીધો છે.

આ મામલે જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક અધિસૂચના જાહેર કરી છે. એક સમયે ભારતના આ ભવ્ય વારસાને જમ્મુ કાશ્મીરનું ગૌરવ માનવામાં આવતું હતું. ત્યારે આ મંદિરના પુન: નિર્માણને લઈને જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, સંસ્કૃતિક વિભાગના પ્રધાન સચિવે અનંતનાગમાં એક બેઠક બોલાવી છે, જેમાં માર્તંડ સૂર્ય મંદિરના પરિસરમાં સમ્રાટ લલિતાદિત્ય મુક્તપીડની પ્રતિમાની સ્થાપના સાથે કાશ્મીરના પ્રાચીન મંદિરોની સુરક્ષા/સંરક્ષણ/પુન:સ્થાપનાના સંબંધમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સચિવાલયમાં પ્રધાન સચિવના કાર્યાલયમાં 1 એપ્રિલે અઢી વાગ્યા આસપાસ રાખવામાં આવશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્યમંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિરો પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું. હાલ આ મંદિર અજઈંના સંરક્ષણમાં છે. ગત 22 જાન્યુઆરી, 2024 એટલે કે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અહીં હિંદુ સમાજ દ્વારા ભવ્ય પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં ભગવો ધ્વજ લહેરાવીને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા.

ભૂતકાળમાં કેટલું ભવ્ય હતું આ મંદિર?

માર્તંડ સૂર્ય મંદિર કેટલું ભવ્ય હતું તેનો અંદાજો તેના બાંધકામના માપથી જ જાણી શકાય તેમ છે. આ મંદિરનું પ્રાંગણ 220 ફૂટ*220 ફૂટ જેટલું વિશાળ છે. આ મંદિર 60 ફૂટ લાંબુ અને 38 ફૂટ ઊંચું હતું. ચારે બાજુ મંદિરના લગભગ 80 ભવ્ય અવશેષો જોઈ શકાય છે. મંદિરના પૂર્વ દિશામાં મુખ્ય પ્રવેશ દ્વારનો ભવ્ય મંડપ છે. તેના પર તેના દરવાજા પર ત્રિપક્ષીય ચાપ છે, જે આ મંદિરની વાસ્તુકળાની વિશેષતાઓ પૈકી એક છે.
દ્વાર મંડપ ઉપરાંત મંદિરના સ્તંભોની વસ્તુ શૈલી રોમના ડોરિક શૈલીને થોડીઘણી મળતી આવે છે. તેમ પણ કહેવામાં આવે છે કે આ મંદિર પરથી આખું કાશ્મીર જોઈ શકાતું હતું. માર્તંડ મંદિર પોતાના વાસ્તુકલાના કારણે જ જગવિખ્યાત હતું. આ મંદિર કાશ્મીરી હિંદુ રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા સ્થાપત્યકળાનો બેજોડ નમૂનો છે. આ મંદિરની નિર્માણ શૈલી એ અસ્તિત્વ જમ્મુ કાશ્મીરમાં હિંદુ રજાઓ અને તેમના રાજ્યની ઉન્નતતાને દર્શાવે છે.

સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડે કરાવ્યું હતું ભવ્ય મંદિરનું નિર્માણ

કાશ્મીરમાં એક ખૂબ જ પરાક્રમી રાજા થઈ ગયા, જેમની નામ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ હતું. કહેવામાં આવે છે કે માર્તંડ સૂર્ય મદિરનું નિર્માણ એમણે જ કરાવ્યું હતું. સન 761માં તેમનો દેહાંત થયો અને તેમના બાદના તેમના વંશજો સતત નિર્બળ થતા ગયા. પરંતુ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા બંધાવવામાં આવેલું આ ભવ્ય સૂર્ય મંદિર લોકો માટે મહત્વપૂર્ણ રહ્યું. માર્તંડના આ ભવ્ય સૂર્યમંદિરની સરખામણી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી સાથે કરવામાં આવતી હતી.તે સમયે ભારત, ઈરાન અને મધ્ય એશિયાના અનેક ક્ષેત્રો પર કરકોટા વંશના સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડનું શાસન હતું. તેમણે ભલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોય, પરંતુ તેની સાથે જોડાયેલી કથા મહાભારતના પાંડવો સુધી જાય છે. માર્તંડ સૂર્ય મંદિર આસપાસ એક સમયે કુલ 84 અન્ય નાનાં-નાનાં મંદિરો હતાં, આજે તેમના માત્ર અવશેષો જ બચ્યા છે.

એક સૂફી ફકીરની સલાહ અને સિકંદર મીરીએ મંદિર ધ્વસ્ત કર્યું

15મી સદીની શરૂઆતમાં સીલામી આક્રાંતાઓએ આ મંદિરને ધ્વસ્ત કરવાનું નક્કી કર્યું. એવું પણ કહેવામાં આવે છે કે મંદિર એટલું ભવ્ય અને મજબૂત હતું કે આખી એક સેનાને આ મંદિર તોડવામાં આખું એક વર્ષ લાગી ગયું. આ મંદિરને નષ્ટ કરવા માટે બે લોકોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. જેમાં પ્રથમ નામ છે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની. અને બીજું નામ છે સિકંદર શાહ મીરી.કહેવામાં આવે છે કે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની અને સિકંદર મીરી બંને પર ઇસ્લામ સ્થાપિત કરવાનું એટલું ઝનૂન હતું કે દમદાનીની સલાહ પર મીરીએ જમ્મુ કાશ્મીરની ઓળખ સમાન આ મંદિર ધ્વસ્ત કરવી દીધું.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: kashmir, MartandSunTempleofKashmir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર 3 જ મહિનામાં મનપા સમક્ષ 94881 ફરિયાદનો ઢગલો
Next Article ઈનકમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી : કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?