By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    17 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    17 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    17 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    17 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન
ગુજરાતજુનાગઢ

પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 2:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

પ્રેમ તો સફળ થયો પણ પતિનું અકાળે નિધન થયું, પરંતુ મક્કમ મને ફરી રાજકારણમાં પગ માંડનાર ભાવનાબેન હિરપરાની ખાસ-ખબર સાથે વિશેષ મુલાકાત

ભાવનાબેન જીતુભાઇ હિરપરા કે તેવો રાજકારણ વિશે કશું જાણતા ન હતાં. તેના પરિવારમાં પણ ખાસ કોઇ રાજકારણમાં ન હતું. પરંતુ જૂનાગઢનાં વડાલ ગામનાં જીતુભાઇ હિરપરા સાથે પ્રમે થયો. અનેક સંઘર્ષ બાદ બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ પ્રથમ વખત વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા અનામતની બેઠક ઉપર ચૂંટણી લડ્યાં. વડાલ છોડ્યાં બાદ રાજકારણથી પણ દુર થઇ ગયા હતાં અને આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિનાં કાર્યમાં લાગી ગયા હતાં. આ દિવસોમાં ભાવનાબેનનાં પતિ જીતુભાઇ હિરપરા ભાજપમાં સક્રિય હતાં. શહેર ભાજપ પમુખ અને બાદ જૂનાગઢનાં મેયર બન્યાં હતાં. પરંતુ 2018નાં ફેબ્રુઆરી મહિનાની 27 તારીખની સવાર હિરપરા પરિવાર માટે કાળ બનીને આવી હતી. સવારનાં જીતુભાઇ અને ભાવનાબેન વાડીએ જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં જીતુભાઇનું નિધન થયું. આ સવાર આજ સુધી ભાવનાબેન ભુલ શક્યા નથી. પ્રેમમાં તો સફળ થયા પરંતુ પતિનાં અકાળે નિધનથી ભાગે પડ્યાં હતાં. પરંતુ પતિ પાસેથી મળેલું જ્ઞાન અને પ્રેરણાથી આગળ વધ્યા અને ફરી રાજકારણમાં મક્કમ મને આવ્યાં. પતિને જ ગુરૂ, માર્ગદર્શક માનનાર ભાવનાબેન હિરપરાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

- Advertisement -

લગ્ન પછી પ્રથમ વખત વડાલ પંચાયતની ચૂંટણી લડ્યાં: પતિનાં નિધન બાદ ફરી રાજકારણમાં ડગ માંડ્યા

જૂનાગઢનાં વિકસીત એવા વડાલ ગામમાં 9 એપ્રિલ 1969નાં ભાવનાબેનનો જન્મ થયો. પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ પ્રાપ્ય કર્યું. આ સમયે ગામનાં સંસ્કારી યુવાન એવા જીતુભાઇ હિરપરા સાથે લવ થયો. બસ આ વાતની પરિવારજનોને જાણ થઇ ગઇ અને અભ્યાસ પર બ્રેક લાગી ગઇ. જીતુભાઇ હિરપરાનાં પરિવાર જતો રાજી હતા પરંતુ ભાવનાબેનનાં પરિવારમાંથી કેટલીક અડચણો હતી. છ વર્ષ પ્રેમ રહ્યો પરંતુ મળી શક્યાં ન હતાં. પરંતુ એક દિવસ સોનાનો સુરજ ઉગિયો અને ભાવનાબેન અને જીતુભાઇ હિરપરાનાં લગ્ન પરિવાર મરજીથી થયા. પ્રેમ લગ્ન અને રાજકારણની સફર અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,અમારા બન્ને છ વર્ષ પ્રેમ રહ્યો. આ દરમિયાન અમે મળી શક્તા ન હતાં. પરંતુ તેમનાં પરિવારનો પુરતો સહયોગ હતો. તેના માતા મને પ્રેમ પત્ર આપી જતા હતાં. આ રીતે પ્રેમ આગળ વધતો હતો. તેમજ તેમની વાડીનાં મરચા પણ અમારા ઘરમાં કોઇ ખરીદતું ન હતું. તેના નામથી કોઇને શેરીમાં પણ આવવા દેતા ન હતાં. આ દિવસોમાં રામ મંદિરને લઇ આંદોલન ચાલતું હતું. ત્યારે એક વખત મને મળ્યાં અને કહ્યું કે. હું અયોધ્યા જાવ છું.અયોધ્યાથી પાછો ન આવું તો બીજા સાથે લગ્ન કરી લેજે.તેમજ અમારા પ્રેમની પરિવારને જાણ થતા ધોરણ 12 પછી અભ્યાસ બંધ થયો હતો. પ્રેમમાં દુ:ખ અને સંઘર્ષનાં દિવસો વિતી ગયા એક દિવસ એવો આવ્યો કે પરિવાર લગ્ન માટે રાજી થયા અને બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ સાસરે આવ્યા. ત્યારે વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી.જેમાં મહિલા અનામત હોય હું ચૂંટણી લડી હતી.

પ્રેમનાં કારણે ધોરણ 12 પછી ભણી ન શક્યા, લગ્ન પછી પતિએ કકઇ સુધી અભ્યાસ કરાવ્યો

- Advertisement -

બાદ અમે જૂનાગઢ રહેવા માટે આવી ગયા અને હું રાજકારણથી દુર થઇ ગઇ. આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાઇ. કેમ કે મારા પતિ આરએસએસનાં કાર્યક્રતા હતાં. એટલું હું જૂનાગઢમાં 1995થી રાષ્ટ્ર સેવિકા સમિતીમાં જોડાય. વર્ષ 1998થી 2001 સુધી નગર કાર્યવાહીકાનું દાયિત્વ નિભાવ્યું. 2015-16માં જિલ્લા કાર્યવાહિકાનું દાયિત્વ નિભાવ્યું. હાલ વિભાગમાં સંપર્ક પ્રમુખ છું.તેમજ જૂનાગઢ આવ્યા બાદ અધુરો રહેલો અભ્યાસ આગળ વધાર્યો. મારા પતિએ ફરી અભ્યાસ માટે આગળ વધવા કહ્યું. બહાઉદીન કોલેજમાં સંસ્કૃતમાં બીએ કર્યું. બાદ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો. સંતાનો અને હું સાથે અભ્યાસ કરતા હતાં. આ દિવસોમાં મારા પતિ જૂનાગઢના મેયર બન્યાં. પરંતુ જેમ સવાર સોનાની ઉગી હતી. તેમ એક સવાર કોઇ દિવસ ભુલી ન શકાય તેવી ઉગી હતી. 27 ફેબ્રુઆરી 2018નાં વહેલી સવારે ભેંસાણ રોડ ઉપર આવેલી અમારી વાડીએ અમે બન્ને જતા હતાં અને અકસ્માત થયો. જેમા મારા પતિનું નિધન થયું. એ સવારે શું થયું તે ખબર જ ન પડી. પરંતુ ભાન થયું ત્યારે મારા ગુરૂ,માર્ગદર્શક જેવા પતિ ગુમાવી દીધા હતાં. બે સંતાનોનો જવાબદારી મારા પર આવી પડી હતી. સંતાનો માટે તેમને જોયેલા સપનાઓ મને અધુરા લાગવા લગ્યા. મને કોઇ દિવસ એકલી ન મુકનાર મને એકલી મુકીને જતા રહ્યાં. સમય વિતી ગયો.સમય કોઇની રાહ જોતો નથી. પરંતુ તેમના સહવાસથી મળેલું જ્ઞાન અને પ્રરેણાથી ફરી રાજકારણમાં આવી. ભાજપે મારા પર વિશ્ર્વાસ મુક્યો અને હું કોર્પોરેટર બની.મનપામાં કાયદો અને ન્યાય સમિતિનાં ચેરમેન તેમજ વર્તમાનમાં ભુગર્ભ ગટર યોજનાનાં ચેરમેન છું. સંઘર્ષ અને મહેનતથી બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. મારા પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. જીવનમાં સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. તેમને મને ખુબ જ ખુશ રાખતા. ફરવા જતા. ફરવા જતા ત્યારે દરેક જગ્યાની ફોટો લેતા અને કહેતા આ આપડી છેલ્લી મુલાકાત પણ હોય શકે. તેવો નિયમીત ડાયરી લખતા હતાં. 26 તારીખની રાત્રીનાં ડાયરીમાં છેલ્લી નોંધ કરી હતી. પુત્રનાં લગ્ન માટે વજન પણ ઘટાડ્યું હતું. અમરનાથમાં આસ્થા રાખતા હતાં. જીવનનો સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. ત્યારે હું સાથે હોવા છતા કંઇ કરી ન શકી.

એ ગોઝારી સવાર આજે પણ ભુલી શકાતી નથી: પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનનાં લગ્ન કરાવ્યાં

ઇશ્ર્વરમાં અખુટ શ્રદ્ધા, વાંચન-ફરવાનો શોખ
ભાવનાબેન હિરપરા ઈશ્ર્વરમાં અખુટ શ્રધ્ધાં ધરાવે છે. તેમણે કહ્યું હતું કેે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા વિના જીવન શકય નથી. મારા પતિ પણ ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ રાખતા હતાં. તેઓ હંમેશા કહેતા તેના ઉપર છોડી દેવાનું બધુ સારુ થશે. તેમજ વાંચન અને ફરવાનો શોખ છે અને જિવનમાં પરિવાર પહેલા. કોઇ પણ કામ હોય પરિવારની ચિંતા કરતાં રહેવાનું.

પાર્ટીનાં આદેશ મુજબ કામ કરીશ
ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાને ટીકીટ આપવાની વાત સામે આવી બાદ ભાવનાબેન હિરપરાનાં નામને પણ ચર્ચા થવા લાગી છે. આ અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,ભાજપમાં કોઇ પણ જવાબદારી આપશે તેને નિષ્ઠાથી નિભાવી. પાર્ટીનાં આદેશ મુજબ દરેક કાર્ય કરી. કોઇ પણ ઉમેદવાર હોય તેને જીતાવડવા મહેનત કરવાની જ હોય.

ભવિષ્યમાં પતિનાં અધુરાં કાર્યો પૂરા કરવાનો લક્ષ્યાંક : ભાવનાબેન હિરપરા
ભાવનાબેન રાજકીય જવાબદારી ઉપરાંત જીતુભાઇ હિરપરા મેમોરીયલ ટ્રસ્ટનાં ચેરમેન, સેવા ફાઉન્ડેશનનાં વાઇસ ચેરમેન તેમજ અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે. રાષ્ટ્રી સેવિકા સમિતિમાં કાર્યરત છે. તેમણે ભવિષ્યનાં લક્ષ્યાંક અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં મારા પતિનાં અધુરા કાર્યો છે તે પુરા કરવાં છે. રાજકીય જવાદારી મળે અને હજુ રાજકારણમાં આગળ જાવ ત્યારે મારા પતિનાં અધુરા કાર્યો પુરા કરવા છે. હાલ પણ અમારા વોર્ડમાં કરોડોનાં વિકાસનાં કામ કર્યાં છે.

You Might Also Like

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

TAGGED: bhavnabenhirpara, BJP, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડથી આગળ નિકળી ગયો વિરાટ, બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ
Next Article શિક્ષા મંડલ : ગંદા હૈ પર ધંધા હૈ યે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?