વિરાટ કોહલીએ તેની 63 રનની ઈનિંગની સાથે ખૂબ ખાસ મુકામ પ્રાપ્ત કર્યો છે. વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડથી આગળ નિકળી ગયા છે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં વિરાટ કોહલીએ 63 રનની શાનદાર ઈનિંગ રમી. વિરાટ કોહલીએ આ ઈનિંગની સાથે ખૂબ ખાસ મુકામ પ્રાપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી હવે સચિન તેંડુલકર બાદ બીજો સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે. આ મામલે વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડને પછાડ્યો છે.
- Advertisement -
વિરાટ કોહલી હવે 24,078 રનની સાથે બીજા નંબરે આવી ગયો
ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરે બનાવ્યાં છે. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન સચિને 34,357 રન બનાવ્યાં છે. સચિન તેંડુલકર જો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર છે. વિરાટ કોહલી હવે 24,078 રનની સાથે બીજા નંબરે આવી ગયો છે. રાહુલ દ્રવિ઼ડ 24,064 રનની સાથે આ યાદીમાં ત્રીજા નંબરે બની ગયા છે. જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેમણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં કરી હતી. શરૂઆતમાં વિરાટ કોહલીને વન-ડે ક્રિકેટ રમવાની તક મળી હતી. વિરાટ કોહલી જોતજોતામાં વન-ડે ક્રિકેટમાં વર્તમાન સમયનો સૌથી સારો બેટર બની ગયો. કોહલીએ 262 વન-ડેમાં 12,344 રન બનાવ્યાં છે. વિરાટે વન-ડેમાં 43 સદી પણ ફટકારી છે.
ટી-20માં પણ શાનદાર છે વિરાટનો રેકોર્ડ
- Advertisement -
વિરાટ કોહલીને વર્ષ 2011માં ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. શરૂઆતની 20 ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જો કે, ટીમના કેપ્ટન બન્યાં બાદ વિરાટ કોહલીની રમત સંપૂર્ણ રીતે બદલાઈ ગઇ. વિરાટ કોહલીએ 102 ટેસ્ટમાં 8074 રન બનાવ્યાં છે.