ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.2
ગુજરાત અને સૌરાષ્ટ્રનું સૌથી અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની આઠ દિવસની રજા બાદ આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા, ધાણા, ઘઉં, ચણા, સહિતની જણસીઓની આવક સાથે હરાજીઓ શરૂ કરવામાં આવી હતી. ગોંડલ યાર્ડ જણસીઓ થી ઉભરાયું
આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્રનું સૌથી મોટું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી આજ થી ધમધમતું થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થતાં અને સાથે જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની આવક શરૂ થઈ ગઈ છે જેમાં લાલ મરચા, ધાણા, ચણા અને ઘઉંની આવક શરૂ કરી દેવામાં આવી છે. 24 માર્ચથી 1 એપ્રિલ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાજ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના ખેડૂત પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે.
- Advertisement -
મરચાં, ધઉં, ધાણા સહિતની જણસીઓની આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે
યાર્ડમાં મરચા ની 60 થી 65 હજાર ભારી ની આવક જોવા મળી હતી જેમાં મરચા ની હરરાજી માં 20 કિલોના ભાવ રૂપિયા 1500/- થી 2500/- રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા. ધાણા 55 થી 60 હજાર ગુણી ની આવક જોવા મળી હતી જેમાં હરરાજી માં 20 કિલો ના ભાવ રૂપિયા 1200/- થી 2100/- સુધીના અને ધાણી ના રૂ. 1400/- થી 2300/- સુધીના ખેડૂતો ને મળ્યા હતા. 50 હજાર કટા ઘઉં ની આવક જોવા મળી હતી 20 કિલો ના ભાવ હરરાજી માં રૂ. 470/- થી 651/- સુધીના ખેડૂતો ને મળ્યા હતા. 45 હજાર કટા ચણા ની આવક જોવા મળી હતી. વધુ પડતી જણસીઓની આવકોને લઈને મરચાં, ધઉં, ધાણા સહિતની જણસીઓની આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે.