શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ફી, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ, સ્પોર્ટ્સ કીટ વગેરે સગવડ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
રાજ્યભરમાંથી નવા યુવા પ્રતિભાઓની ઓળખ કરી તેને ઓલિમ્પિક 2036 માટે સક્ષમ બનાવવા અને રાષ્ટ્રવ્યાપી રમત સંસ્કૃતિનું નિર્માણ કરવા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું આયોજન કરાયું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા કક્ષાના યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમનુ આયોજન તા. 2 એપ્રિલ સુધી સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે કરાયું છે. જેમાં 01-01-2013 પછી જન્મેલા યુવા ખેલાડીઓને ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનીષકુમાર જીલડીયા દ્વારા અનુરોધ કરાયો છે.
- Advertisement -
સવારે 07 કલાકે જન્મ તારીખના આધારની નકલ તથા પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. જિલ્લાના સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો વધુ માહિતી માટે સંપર્ક કરવા જણાવ્યું છે. તા. 2 એપ્રિલ સુધી સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે સવારે 07:00 કલાક સુધી જરૂરી આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ થયો છે. શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ફી, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ, સ્કૂલ ઇવેન્ટ ફી, પૌષ્ટિક આહાર, માસિક સ્ટાઇપેન્ડ, રમતની ધનિષ્ઠ તાલીમ, સ્પોર્ટ્સ કીટ, મેડીક્લેમની સગવડ સરકાર દ્વારા સિલેક્ટ થયેલ સ્પર્ધકોને પૂરી પાડવામાં આવશે.