ચાવી સાથેનું વાહન રાત્રે ચોરી કરી મોજશોખ માટે ફેરવતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
રાજકોટમાં વાહન ચોરીના નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ 5 સગીરને 5 ચોરાઉ વાહન સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ ટાબરીયા રાત્રે રેકી કરી જે વાહનમાં ચાવી ભરાવેલી હોય તે વાહન ચોરી કરી મોજશોખ માટે ફેરવતા હોવાનું જાણવા મળ્યું છે. ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોઠારીયા રોડ પરથી પાંચ કિશોરને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધા હતા. પૂછપરછમાં આનંદનગર મેઈન રોડ પરથી હોળીના આગલા દિવસે આ એકટીવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. બીજા ચોરાઉ વાહનો આરએમસીના પાર્કીંગની દિવાલ પાસે છુપાવી દીધાની કબુલાત આપતા ત્યાંથી બીજા 4 વાહનો પણ પોલીસે કબ્જે કર્યા હતા પ્રાથમિક તપાસમાં તેઓ ધો.7 થી ધો.9માં અભ્યાસ કરતા હોવાનું અને ખરાબ સંગતને કારણે વાહનચોરીના રવાડે ચડી ગયા હોવાનું જાણવા મળ્યું છે રાત્રે જે વાહન ચાવી સાથે દેખાય તેની ચોરી કરી, નંબર પ્લેટ કાઢી તેનો ઉપયોગ કરતા હતા પોલીસે રૂા.1.90 લાખની કિંમતના ચોરાઉ ટુ વ્હીલ2 કબ્જે કર્યા છે. જેમાંથી 3 ભક્તિનગર પોલીસની હદમાંથી ઉઠાવાયા છે. બાકીના બે ટુ વ્હીલરની કઈ જગ્યાએથી ચોરી કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.