અભિજીત દીપકે સહિતનાની ફ્લાઈટમાંથી ધરપકડઃ યુટ્યુબર ધ્રુવ રાઠીને ઘરેથી જ ઉઠાવ્યાઃ દીપકેએ કહ્યું, મારી ધરપકડ બાદ અજિંક્ય આંદોલનનું નેતૃત્વ કરશે
દિલ્હીમાં કિલ્લેબંધી અને ઈન્ટરનેટ બંધઃ દીપકે સહિતના નેતાઓની અટકાયત બાદ દિલ્હીમાં છમકલું, પથ્થરમારામાં બે પોલીસ જવાન ઈજાગ્રસ્ત
- Advertisement -
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકો અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની માગને લઈને જંતર-મંતર પર બોલાવવામાં આવેલા પાર્ટીના પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા. યૂટ્યુબર ધ્રુવ રાઠીને તેમના ગુરુગ્રામના ઘરેથી જ અટકાયતમાં લેવામાં આવ્યા. આ ઉપરાંત અન્ય ૧૦૦૦ સમર્થકોને પણ રાજધાનીના અલગ-અલગ સ્થળોએથી પકડી લેવામાં આવ્યા.
આ દરમિયાન મહારાષ્ટ્રના સંભાજીનગરમાં દીપકેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. CJP સમર્થકો જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ તેમને અટકાયતમાં લઈ રહી છે. વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ખીલાઓ લગાવવામાં આવ્યા છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન આવતી ૨૫૦ મેલ-એક્સપ્રેસ ટ્રેનો આજે રદ કરવામ આવી છે. બીજી તરફ, ઈન્ડિયા ગેટની આસપાસ ૪ કિલોમીટરના વિસ્તારમાં શુક્રવાર રાત્રે ૧૦ વાગ્યાથી શનિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. દિલ્હીમાં આંદોલન દરમિયાન સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. નવી દિલ્હી સ્થિત આકાશવાણી ભવન નજીક તૈનાત પોલીસ કર્મચારીઓ પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
દીપકેના લાંબી માંદગી બાદ અભિજિત દાદીનું નિધન
CJP નેતા અભિજિત દીપકે આજે દિલ્હીમાં પ્રદર્શન-આંદોલન માટે પહોંચે તે પહેલાં જ ફ્લાઈટમાંથી તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સૌની વચ્ચે દીપકે માટે એક દુઃખદ સમાચાર એ આવ્યા હતા કે તેમના દાદીનું નિધન થઈ ગયું છે.
- Advertisement -
સરકાર ડરી ગઈ છેઃ અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું- સરકાર ડરી ગઈ છે અરવિંદ કેજરીવાલે X પર લખ્યું, આ ઈમરજન્સીથી પણ ખરાબ છે. હું આ સત્તાવાર રીતે કહી રહ્યો છું- અમે મોદીની તાનાશાહીમાં જીવી રહ્યા છીએ. જે રીતે કોકરોચના નેતાઓને ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા, તેનાથી સમજાય છે કે કેટલો ડર છે.




