By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    3 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    3 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    2 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    2 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    2 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    2 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા ટીમ ગુજરાત પ્રતિબધ્ધ- ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા ટીમ ગુજરાત પ્રતિબધ્ધ- ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા ટીમ ગુજરાત પ્રતિબધ્ધ- ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

Khaskhabar Editor
Last updated: 2021/08/16 at 2:23 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE
 જનસેવાના ૯ દિવસના મહાયજ્ઞમાં ૧૬ હજારથી વધુ જનહિતલક્ષી કાર્યક્રમોના માધ્યમથી ૪૮.૫૬
લાખથી વધુ નાગરિકોને અપાયા ૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોના લાભ
 સાત પગલા ખેડૂત કલ્યાણના થકી કિસાનોનું આર્થિક સશક્તિકરણ
 છેલ્લા પાંચ વર્ષોમાં ૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂપિયા ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક
ટનથી વધુ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ
 ગુજરાતને શિક્ષિત અને દિક્ષિત બનાવવાની દિશામાં નક્કર કાર્ય થયું છે.

રાજકોટ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું : કોરોના વોરીયર્સનું સન્માન કરાયું : રાજકોટ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેકટર ને અર્પણ કરતાં ઉર્જા મંત્રી

રાજકોટ : ભારતવર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત ઘંટેશ્વર એસ. આર. પી. કેમ્પ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી, ત્રિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતુ.

- Advertisement -

આ પ્રસંગે ઉર્જા મંત્રી એ ગુજરાતની અવિરત વિકાસગાથાને આલેખતા જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાના મજબૂત પાયા નાખ્યા છે. એટલું જ નહી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાં જ ગુજરાતની ઉન્નતિ અને સમૃધ્ધિના દ્વાર ખૂલી ગયા. વડાપ્રધાન ના કારણે ગુજરાતને બુલેટ ટ્રેન, રીવરફ્રન્ટ, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો, વર્લ્ડ કલાસ ગાંધીનગર રેલ્વે સ્ટેશન તેમજ અમદાવાદ – સુરત મેટ્રો રેલની મંજુરી સહિતનાઅનેક નવા પ્રકલ્પોની ભેંટ મળી છે.

ગુજરાતના આ વિકાસને વર્તમાન સરકારે નવી દિશા સાથે આગળ ધપાવ્યો છે. મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ‘‘ટીમ ગુજરાત’’ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા પ્રતિબધ્ધતા સાથે નિષ્ડાપૂર્વક કાર્ય કરી રહી છે. તેમ જણાવતાં ઉર્જા મંત્રી એ ઉમેર્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષો ‘‘ સૌના સાથથી સૌના વિકાસ’’ના રહયાં છે. આ પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાયેલા જનસેવાના ૯ દિવસના મહાયજ્ઞમાં ૧૬ હજારથી વધુ જનહિતલક્ષી કાર્યક્રમોના માધ્યમથી ૪૮.૫૬ લાખથી વધુ નાગરિકોને ૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોના લાભ આપવામાં આવ્યો છે.

- Advertisement -

 

મંત્રીએ આ સરકાર ગરીબો, ખેડૂતોની સરકાર છે, અને તેથી જ કુદરતી આફતોના સમયમાં પણ સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે, તેમ જણાવતાં કહયું હતુ કે, ગુજરાતમાં પાંચ વર્ષોમાં ૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂપિયા ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક ટનથી વધુ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપીને તેમને સધ્ધર બનાવવાનું કાર્ય કરાયું છે. આ ઉપરાંત સાત પગલા ખેડૂત કલ્યાણના થકી કિસાનોનું આર્થિક સશક્તિકરણનું સંનિષ્ડ કાર્ય થયું છે.

ગુજરાતને શિક્ષિત અને દિક્ષિત બનાવવા રાજયમાં હાથ ધરાયેલા શિક્ષણના યજ્ઞ સમાન કાર્યોને વર્ણાવતાં ઉર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યુંહતુ કે, ગુજરાત આજે શિક્ષણનું હબ બન્યું છે. કોરોના મહામારીના સમયમાં પણ ઓનલાઈન શિક્ષણ, બાયસેગ દ્વારા શૈક્ષણીક કાર્ય, ટેલીવિઝાન કાર્યક્રમો દ્વારા અભ્યાસ થકી વિદ્યાર્થીઓના શિક્ષણને સુચારૂ રીતે આગળ ધપાવ્યું છે. રાજયમાં ૧૬ હજાર કલાસરૂમોમાં જ્ઞાનકુંજ પ્રોજેકટથી આધુનિક શૈક્ષણીક સવલતો ઉપલબ્ધ બનાવી છે. સાથો સાથ રાજયના ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા ૧૦૦૦ ના ટોકન દરે નમો ઈ-ટેબ આપીને યુવાનોની આંગળીના ટેરવે વિશ્વ સમક્ષ મુકી દીધુ છે.

આ સરકાર ગરીબો, વંચિતો, પીડીતો, શોષિતો અને આદિવાસીઓની દરકાર લેનારી સરકાર છે, તેમ જણાવી મંત્રી એ ઉમેર્યું હતુ કે, ૧૨ હજારથી વધુ સેવા સેતુ કાર્યક્રમોના માધ્યમથી રાજયના બે કરોડથી વધુ લોકોને ઘરઆંગણે જઈને તેમની જરૂરીયાતના ૫૬ જેટલા સરકારી દસ્તાવેજો પુરા પાડયા છે. એટલું જ નહી કોરોના કાળમાં ૬૮.૮૦ લાખથી વધુ ગરીબ NFSA પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે.

ઉર્જા મંત્રી એ રાજયમાં ઉર્જા ક્ષેત્રે હાથ ધરાયેલી આયોજનબધ્ધ કામગીરીનો ચિતાર આપતા કહયું હતુ કે, ગુજરાત આજે ઉર્જાક્ષેત્ર સ્વનિર્ભર જ નહી પરંતુ ઉર્જા સરપ્લસ રાજય બન્યું છે. એટલું જ નહી પરંતુ સમગ્ર દેશમાં કોઈપણ જાતના વીજ કાપ કે લોડ શેડીંગથી મુક્ત રાજય પણ રહયું છે. રાજ્યમાં કિસાન સુર્યોદય યોજના આયોજનબધ્ધ કાર્ય માટે રૂપિયા ૩૫૦૦ કરોડની જોગવાઈ કરી તે દિશામાં ઝડપભેર કાર્ય આરંભાયું છે. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ગામોના ૪.૫૦ લાખ ખેડૂતોને દિવસે વિજળી મળવાનું શરૂ થઈ ગયું છે. જે પૈકી રાજકોટ જિલ્લાના ૧૪૮ ગામોના ખેડૂતોને દિવસે વિજળી પ્રાપ્ત થઈ રહી છે.

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઇએ પરેડ કમાન્ડર પી.આઇ. પી.એ.મારવાડા સાથેના રાજકોટ ગ્રામ્ય પોલીસ પુરૂષ અને મહિલા, રાજકોટ સીટી પોલીસ (પુરૂષ), રાજકોટ ટ્રાફિક પોલીસ, એન.સી.સી., હોમગાર્ડ, ટ્રાફીક બિગ્રેડ, રાજકોટ ગ્રામ્ય જી.આર.ડી., તથા રાજકોટ માઉન્ટેડ પોલીસની પ્લાટુનોનું પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને વિકાસ કાર્યો માટે રુપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટની ન્યુ એરા સ્કુલ, સેન્ટ ગાર્ગી સ્કુલ, મીરામ્બીકા સ્કુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ જયારે રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ દ્વારા જુડો- કરાટેના દાવપેચ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના પુરુષ જવાનો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોરોના મહામારીમાં પોતાની કે પરિવારની પરવાહ કર્યા વગર દિવસ રાત સતત ફરજ બજાવનાર ૨૬ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા વહિવટીતંત્રના મહેસુલી, શિક્ષણ,આરોગ્ય,પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોના ૬૨ એમ કુલ મળી ૮૮ કોરોના વોરિયર્સનું મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. મંત્રી એ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ધીરજભાઇ લક્ષ્મીશંકર રાવલના ધર્મપત્ની જશુમતીબેન ધીરજલાલ રાવલનું સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું.

કાર્યક્રમના અંતે મંત્રી સૌરભભાઇ અને મહાનુભાવોના હસ્તે એસ.આર.પી. કેમ્પના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે મંત્રી સૌરભભાઇએ વન વિભાગના વનરથને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટ ખાતેના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસદો સર્વ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્યો સર્વ અરવીંદભાઇ રૈયાણી, ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. સંદિપ સીંધ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુર્શીદઅહેમદ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, અગ્રણીઓ સર્વ ડી. કે. સખીયા, નાગદાનભાઇ ચાવડા સહિત પોલીસ અને એસ.આર.પી.ના જવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ.
Next Article પવનદીપ રાજનના શીરે ઈન્ડિયન આઈડલ-12નો ખિતાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?