By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રજાલક્ષી કામગીરીના આધારે રાજ્યનાં પોલીસ સ્ટેશનોને હવે અપાશે રેન્કિંગ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રજાલક્ષી કામગીરીના આધારે રાજ્યનાં પોલીસ સ્ટેશનોને હવે અપાશે રેન્કિંગ!
રાજકોટ

પ્રજાલક્ષી કામગીરીના આધારે રાજ્યનાં પોલીસ સ્ટેશનોને હવે અપાશે રેન્કિંગ!

Khaskhabar Editor
Last updated: 2025/09/16 at 4:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

અગાઉ માત્ર ગુનાના આંકડાના આધારે થતું રેન્કિંગ હવે સિટિઝન સેન્ટ્રિક કામગીરી અને સુવિધાઓના આધારે થશે

પોલીસની વર્તણૂંક અને ઉપલબ્ધતાના 80 ટકા માર્ક્સ, 30થી વધુ મુદ્દાના આધારે મુલ્યાંકન

- Advertisement -

શહેર અને જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને પ્રશંસાપત્ર એનાયત કરાશે
શહેરી વિસ્તારમાં 2.83 લોકો વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તી વચ્ચે એક પોલીસ સ્ટેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે. રાજ્યના ડીજીપીએ જાહેર કરેલી નવી નીતિ વચ્ચે રાજ્યના એક લાખના પોલીસ દળ માટે નવો પડકાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યના શહેરી વિસ્તારમાં 2.83 લોકો વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તી વચ્ચે એક પોલીસ સ્ટેશન છે. સ્થિતિ એવી છે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 398 ચોરસ કિલોમીટર અને શહેરોમાં 60 ચોરસ કિલોમીટર વિસ્તારની સુરક્ષાની જવાબદારી એક પોલીસ સ્ટેશનના હવાલે હોય છે. સરેરાશ રેશિયા અનુસાર, ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં સરેરાશ 110 આસપાસ કર્મચારીઓ ફરજ બજાવે છે.

ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ)ના આધારે રેન્કિંગ થતું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી એટલે કે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓના આધારે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ કરવામાં આવશે. હવેથી રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં વર્ષમાં બે વખત આ નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નવી પદ્ધતિના રેન્કિંગમાં લગભગ 40 જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે. નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં અરજીઓનું ઝડપી નિવારણ, શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, પોલીસના ગેરવર્તનની અરજીઓ, ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અને તેરા તુજકો અર્પણ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, હાઈજેનિક મહિલા શૌચાલયની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, રાહત કક્ષ અને તેમાં નાગરિકો માટેની સુવિધા, વૃક્ષારોપણ કાર્યક્રમો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ માટે પણ ગુણ આપવામાં આવશે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. અને એસ.એચ.ઓ. દ્વારા સરકારી નંબરનો ઉપયોગ પણ આ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ નવી પદ્ધતિ મુજબ, દરેક શહેર અને જિલ્લાના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડા તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. આનાથી પોલીસ સ્ટેશનો વચ્ચે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થશે. આ નવી પદ્ધતીના આધારે ગુજરાત તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોની રેન્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ સ્થાન મેળવનાર પોલીસ સ્ટેશનોના થાણા ઈન્ચાર્જને રાજ્યના ડીજીપી દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં કામગીરીની ગુણવત્તા સુધરે તેવા હેતુથી કરવામાં આવેલા ફેરફારો પ્રજાલક્ષી હોઈ શકે છે.

ગુજરાત જ નહીં દેશભરમાં પોલીસ સ્ટેશન રેન્કિંગની નવી પદ્ધતિ અમલમાં મુકાઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિચર્સ અને ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરાયેલી પદ્ધતિ મુજબ પ્રજાજનોને પોલીસની કાર્ય પદ્ધતિથી સંતોષને પ્રાધાન્ય અપાયું છે.

નાગરિકો માટે પોલીસની ઉપલબ્ધતા, વ્યવહાર, ગુનાખોરી રોકવા ઉપરાંત ઉકેલ, જુના કેસોનો નિકાલ, કાયદો-વ્યવસ્થાની અમલવારી, ગેરવર્તન સામે કડક પગલાં, ડેટા કલેક્શન, પોલીસના ફિલ્ડ વર્કના સર્વેને પણ ધ્યાનમાં રખાશે. 80 ટકા માર્કસ પોલીસની વર્તણૂંક અને ઉપલબ્ધતાના તેમજ બાકીની બાબતો માટે 20 ટકા માર્કસ અપાશે. કુલ 30થી વધુ મુદ્દા રેન્કિંગમાં સામેલ છે.

322 પોલીસ સ્ટેશનમાંથી 81%માં સીસીટીવી, 84%માં વૂમન હેલ્પ ડેસ્ક
એક રિપોર્ટ મુજબ, ગુજરાતના 81 ટકા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા છે તેમજ 84 ટકા પોલીસ સ્ટેશનોમાં વૂમન હેલ્પ ડેસ્ક છે. રાજ્યમાં કુલ 322 પોલીસ સ્ટેશનો છે તેમાં પારદર્શિતા લાવવા માટે સીસીટીવી તેમજ મહિલાઓના પ્રશ્નો ઉકેલવા માટે વૂમન હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કોન્સ્ટેબ્યુલરી લેવલે મહિલા પોલીસ કર્મચારીની ટકાવારી 15 ટકા જેવી છે જે દેશમાં 11 ટકા કરતાં સારી ગણી શકાય તેમ છે. જો કે ગુજરાતની વસતી, વિસ્તાર, ક્રાઈમની પેટર્ન જોતાં વધુ પોલીસ કર્મચારીઓની આવશ્યકતા હોવાની રજૂઆતો ઉચ્ચસ્તરે સતત થતી રહે છે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરામાં ખદબદતો ભ્રષ્ટાચાર: કામદારોને 7320ની જગ્યાએ 4500 પગાર જ ચૂકવાય છે
Next Article DJનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?