અગાઉ સુરત અને વડોદરાની મુલાકાત લીધા બાદ રાજકોટનો કાર્યક્રમ ગોઠવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા એક એક મહત્વના સેન્ટરની મુલાકાતનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે અગાઉ સુરત અને વડોદરા મુલાકાત લીધા બાદ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે આવી પહોંચ્યા હતા અને રાજકોટના સીપી તેમજ સૌરાષ્ટ્રના એસપી, રેન્જ આઇજી સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
- Advertisement -
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા હતા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે તેઓએ બેઠક યોજી હતી જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, રાજકોટ જિલ્લા પોલીસવડા જ્યપાલસિહ રાઠોડ, રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના એસપી, સુરેન્દ્રનગર એસપી, જામનગર એસપી સહિતના એસપી અને રેન્જ આઇજી હાજર રહ્યા હતા તમામ ઉચ્ચ અધિકાર સાથે પોત પોતાના જિલ્લા દ્વારા ચૂંટણી અંતર્ગત કરેલ કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.