મેયર, દંડક સહિતના નેતાઓની ઉપસ્થિતિ: 2 હજારથી વધુ જલારામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો
અન્નકૂટ અને જલારામ ચરિત્ર પર બનાવવામાં આવેલી કેક આકર્ષણનું કેન્દ્ર બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આયોજિત કારતક સુદ-7 ને તા. 29-10-25 બુધવારના રોજ આનંદનગર, નિલકંઠ ટોકીઝ સામે, કોઠારીયા રોડ ખાતે વિશ્ર્વવંદનીય સંત શિરોમણિ પરમ પૂજ્ય શ્રી જલારામબાપાની 226મી જન્મજયંતીની ઉજવણી ખૂબ આસ્થાભેર ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જેમાં બપોરની મહાઆરતી ક્રિષ્નાબેન રાજુભાઈ ચોટાઈ (રસીકભાઈ ચેવડાવાળા), દક્ષાબેન કુમારભાઈ અઢીયા (નાથ સ્ટોલવાળા), રેખાબેન ભરતભાઈ નથવાણી, ભરતભાઈ ગોટેચા, કાશ્મીરાબેન નથવાણી, ભારતીય જનતા પાર્ટી રાજકોટ 70ના રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા મેયર આર.એમ.સી., દંડક રાજકોટ મહાનગરપાલિકાના મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા રાજકોટ મહાનગરપાલિકાના લીલુબેન જાદવ વગેરે ભક્તો તથા દાતાઓના હસ્તે થઈ હતી તથા અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકાયા હતા. ખીચડી, કઢી, બટેટાનું શાક, રોટલા, બુંદી, ગાંઠીયા, છાશ, સંભારો, ફ્રાઈમ્સ બપોરના મહાપ્રસાદમાં રાખેલ હતું.
- Advertisement -
મહાપ્રસાદમાં આશરે બે હજાર લોકોએ લાભ લીધો હતો. સવારે 10 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરેલ હતું. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતીમાં જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ), ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ પ્રમુખ), જયેશભાઈ નથવાણી તથા તમામ ભક્તોના હસ્તે થઈ હતી અને સાંજે 7 વાગ્યાથી ભોલેબાબા ગ્રુપ, કષ્ટભંજન ગ્રુપ દ્વારા ધુન-ભજનની રમઝટ બોલાવી હતી અને આશરે પાંચેક હજાર ભાવિક ભક્તોએ બાપાનો મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરમાં બાપાને અન્નકૂટ તથા શ્રી જલારામબાપાના જીવનચરિત્ર ઉપર બાપાની કેક મુખ્ય આકર્ષણ બન્યું હતું. શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ વતી પ્રમુખ લીનાબેન સમીરભાઈ રાજાણી બધા ભક્તો તથા તમામ દાતાઓનો સહકાર બદલ ખૂબ આભાર માને છે.



