By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    15 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    15 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    15 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    15 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    15 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા
Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 5:23 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

હોલીવૂડના ફિલ્મી હાઇપ વચ્ચે ગુજરાતી સાહિત્યમાં નવો પ્રયોગ: ‘ધ કોલ ઑફ ક્થુલુ’

આપણે બ્રહ્માંડમાં એકલાં નથી. આપણાંથી વધુ વિકસિત જીવો બ્રહ્માંડમાં વસેલા છે. પરગ્રહવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન સંપૂર્ણ માનવજાતિ માટે જોખમી છે. આ ચેતવણી કોઇ વિજ્ઞાનકથાના લેખકની નથી, પરંતુ આ ક્ષેત્રના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની છે. આવી, વાત તેમણે કોઈ કલ્પનાને આધારે નહીં, પણ બ્રહ્માંડના ઊંડા અભ્યાસ બાદ ગાણિતિક રીતે પરગ્રહવાસી હોવાની સંભાવનાઓ ગણીને કહી છે. આમ, પરગ્રહવાસીઓની વાતોને સાવ કપોળ કલ્પિત ગણી શકાય નહીં. પૃથ્વી પર જીવન વિકસ્યું એવું જીવન અન્ય તારામંડળોમાં વિકસ્યુ હોવાની સંભાવના ખૂબ વધુ છે. પરગ્રહવાસીઓ અંગે સૌથી વધુ આકર્ષણ ધરાવતી પ્રજા અમેરિકન છે. હોલીવૂડની ઘણી ફિલ્મો એ વિષયને આધારે જ બની છે. આમ, પણ આક્રમક મિજાજી અમેરિકન પ્રજાને વિશ્વની કોઇ પ્રજા કે દેશ તેમની સાથે દુ:શ્મની કરી તેમની સામે લડાઈમાં બરોબરી કરી શકે તેવું તે માનતા નથી. 1990ના દશક સુધી સોવિયેટ સંઘ એમનું મુખ્ય દુશ્મન ગણાતું ત્યારે સોવિયેટ સંઘના જાસુસો સામે કે તેની સામેની દુશ્મનીને લગતી ફિલ્મો ખાસ બનતી. પણ હવે તો તેમને બરોબરીના દુ:શમનો પરગ્રહવાસીઓ જ લાગે છે. તેનું પ્રતિબીંબ તેમની ફિલ્મોમાં પણ દેખાય છે. તેમની ફિલ્મોમાં અવકાશમાંથી આવનારી બધી આફતોથી વિશ્વને બચાવાનાર એક માત્ર તારણહાર અમેરિકા છે અને તે ધરતીનું રક્ષણ કરતું રહે છે. ભારતમાં પાકિસ્તાનને જાસુસી કે યુધ્ધની ફિલ્મો ખૂબ ચાલે છે. 2026માં ભારતમાં જેમ ધુરંધરના બીજા ભાગની આતુરતા છે એવી જ હોલીવૂડમાં આ વર્ષે સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ડિસક્લોઝર ડે’ની છે. ડિસ્ક્લોઝર ડે એલીયનને આધારિત ફિલ્મ જ છે. પરગ્રહવાસીઓની કલ્પનાના મૂળિયાં માનવજાતિના ઇતિહાસમાં ઘણા જૂના મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં ફ્યુચરીઝમ પ્રકારની કળાએ યુરોપ-અમેરિકામાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ફ્યુચરીઝમમાં વિચિત્ર કહી શકાય એવા દેખાવના ચિત્રો અને શિલ્પો કલાકારો દ્વારા બનાવવામાં આવતા. આવા જ વિચારોથી પ્રેરીત થઈ અમેરિકન લેખક એચ. પી. લવક્રાફ્ટે સાહિત્ય સર્જન શરૂ કર્યું. તેમનું પુસ્તક ધ કોલ ઑફ ક્થુલુનો ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. વાર્તાની શરૂઆતનો પ્રથમ ફકરો જ નીચે મુજબ છે. ‘વિશ્વમાં સૌથી રાહત આપનારી વસ્તુ મને એ લાગે છે કે માનવમનની એ અસમર્થતા, જે એને બધા વિષયોને સમજવામાં નિષ્ફળ બનાવે છે. આપણે અનંત કાળા સમુદ્રોની વચ્ચે અજ્ઞાનના શાંત ટાપુ પર રહીએ છીએ. આપણે બહુ દૂર સુધી પ્રવાસ કરી શકીએ એમ નથી. વિજ્ઞાનના વિવિધ દિશામાં થયેલા વિકાસે, અત્યાર સુધી આપણને થોડું નુકસાન પહોંચાડ્યું છે; પરંતુ કોઈ દિવસ અલગ પડેલા જ્ઞાનના ટુકડાઓને એકસાથે જોડવાથી વાસ્તવિકતાનાં એવાં ભયાનક દૃશ્યો ખૂલશે, જેનાથી આપણી સ્થિતિ એવી ભયંકર થશે કે ક્યાં તો આપણે ખુલાસાથી પાગલ થઈ જઈશું અથવા ભયાનક પ્રકાશથી નવા અંધકાર યુગની શાંતિ અને સલામતીમાં ભાગી જઈશું.’કથાની શરૂઆત જ સમગ્ર પૃથ્વી પર આધિપત્ય સ્થાપનારા માનવીને બ્રહ્માંડની અનંતતા સામેની તેના જ્ઞાનની સિમિત સ્થિતિને રજૂ કરે છે. વાર્તા પરગ્રહ પરથી અનંત સમય પહેલા પૃથ્વી પર આવેલા ક્થુલુ જીવ વિશે છે. તે માનવ જાતિના ઉદભવ પહેલા આ ધરતી પર આવી ક્યાંક ભેદી જગ્યાએ વસે છે. તે લોકોના સપનાંઓમાં આવી તેમની સાથે વાતો કરે છે. તેમાં માનનારી પ્રજા વિશ્વના વિવિધ ખૂણાઓમાં વસે છે. ક્થુલુ દેખાવે ભયાનક વિચિત્ર ઓક્ટોપસ જેવો છે. કથામાં આગળ શું થાય છે તે જાણવા આ નવિન પ્રકારની રચનાને ગુજરાતી વાચકોએ વાચવી રહી. અનુવાદક જીગર શાહ પ્રસ્તાવનામાં જણાવે છે એ મુજબ લેખકને આવા સ્વપ્નો આવતા એને આધારે તેણે કલ્પના કરી આવી વાર્તાઓનું સર્જન કર્યું હતું. લેખકે ત્યાર બાદ કોસ્મિક હોરર પ્રકારના સાહિત્યમાં ઘણી વાર્તાઓ લખી છે. તેમાં એટ ધ માઉન્ટેંસ ઑફ મેડનેસ અને ધ શેડો ઓવર ઇન્સમાઉથ કથાનું કેન્દ્ર બ્રહ્માંડની અસીમ શક્તિઓ ધરાવતા જીવો વિશે છે. લેખકનું સાહિત્ય શરૂઆતમાં એટલું સ્વીકૃત નહતું થયું. તેમની વાર્તાઓ વિયર્ડ ટેલ્સ જેવા મેગેઝિનમાં છપાતી, પરંતુ તેમના મૃત્યુ બાદ તેમના સાહિત્ય ખૂબ પ્રસિધ્ધી મળી. એમના પાત્ર ક્થુલુની કથાને આગળ વધારતી અન્ય વાર્તાઓ અન્ય લેખકોએ લખી. આજે એચ. પી. લવક્રાફ્ટને કોસ્મિક હોરરના પિતામહ ગણવામાં આવે છે. તેમની વાર્તાઓને આધારે ફિલ્મો અને વિડિયો ગેમ્સ પણ બની છે. ગુજરાતી ભાષામાં પુસ્તકો હવે સરકારી યોજનાઓમાં ખરીદાઇને લાઇબ્રેરીના કબાટોમાં સદાને માટે જ પુરાઈ જવા જ છાપવામાં આવે છે. ત્યારે આ અલગ જ વિષયનું આ લેખકનું પ્રથમ પુસ્તક ગુજરાતીમાં અનુવાદક જીગર શાહે રજૂ કર્યું છે. વાર્તાની ગૂંથણી, કલ્પના અને ભાષા બધુ થોડું અધરું છે. પણ અનુવાદક તેને સારી રીતે રજૂ કરી શક્યા છે. પુસ્તકમાં સુંદર ચિત્રો પણ છે. જે કથાની કલ્પનાઓને વધુ સારી રીતે સમજાવવામાં મદદ કરે છે.

- Advertisement -

આ પુસ્તક રાજકોટના નિચેના સ્થળોએ મળી રહેશે

1 રાજેશ બૂક સેન્ટર – રાજકોટ
ફોન નં : 99241 33519

2 પ્રવિણ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9265044262

- Advertisement -

3 નવયુગ પુસ્તક ભંડાર – રાજકોટ
ફોન નં : 9879023703

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
Next Article હેપ્પી રોઝ ડે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?