રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે સિદ્ધી વિનાયક ધામ ખાતે ભવ્ય ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા શ્રી ગણપતિ મંગલ મહોત્સવ પ્રસંગે દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણીને ઉજાગર કરતો વિશિષ્ટ કાર્યક્રમ હમ હિંદુસ્તાની (ઓપરેશન સિંદૂરની ગાથાઓ)નું ભવ્ય આયોજન થકી ભારતીય સેનાના શૂરવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક અભીજીત રાવ, મૃદુલ ધોષ અને ડો. પાયલ વખારીયાએ એક પછી એક દેશભક્તિ ગીતો રજૂ કરીને સમગ્ર પ્રેક્ષકગણને દેશપ્રેમની ભાવનામાં તરબતર કરી દીધા. કાર્યક્રમનું સંચાલન તેજસ શિશાંગીયા (જીલ એન્ટરટેનમેન્ટ) એ કર્યું હતું. આ કાર્યક્રમમાં જહા ડાલ ડાલ પર સોને કી, જહાં પાંવ મે પાયલ હાથોમે કંગન, વંદે માતરમ, કર ચલે હમ ફિદા, જીંદગી મોત ના બન જાયે, દેશ રંગીલા, સંદેશે આતે હૈ, જલવા તેરા જલવા સહિતના ગીતો રજૂ કરી સૌને દેશ ભક્તિના રંગમાં તરબતર કર્યા હતા.
દેશ ભક્તિના સ્વર લહેરોથી ગુંજ્યું સિધ્ધી વિનાયક ધામ: હમ હિંદુસ્તાની કાર્યક્રમ લોકોએ મોડી રાત સુધી માણ્યો

Follow US
Find US on Social Medias


