By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    15 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    13 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    14 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    14 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    2 days ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    14 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    14 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 3:21 PM
Khaskhabar Editor 7 days ago
Share
4 Min Read
SHARE

અદ્યતન મેમરી ટેક્નોલોજી અને ખાદ્ય નવીનતા અંગે પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશીનું વ્યાખ્યાન

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોના સંશોધન આધારિત વ્યાખ્યાનો બન્યા આકર્ષણનું કેન્દ્ર

- Advertisement -

ReRAM, મટિરિયલ સાયન્સ, બાયોફિઝિક્સ અને ખાદ્ય વિજ્ઞાનના નવા આયામો રજૂ, અનેક વક્તાઓને CRS એવોર્ડથી સન્માનિત કરાયા

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ચિરંતન રસાયણ સંસ્થા (CRS) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન પરિસંવાદના બીજા દિવસે દેશ-વિદેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોના સંશોધન આધારિત વ્યાખ્યાનો યોજાયા હતા. પરિસંવાદ દરમિયાન અદ્યતન મેમરી ટેક્નોલોજી, મટિરિયલ સાયન્સ, બાયોફિઝિક્સ, ફૂડ ઇનોવેશન અને આધુનિક સંશોધનના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રમાં ઉપસ્થિત સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક સંશોધનો અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિસંવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશીએ “A Brief Review of Advanced Materials in Electronics” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આગામી પેઢીની મેમરી ટેક્નોલોજી Resistive Random Access Memory (ReRAM) અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ્સ, ખાસ કરીને નિકલ ઓક્સાઇડ (NiO), ભવિષ્યની નોન-વોલેટાઇલ મેમરી માટે અત્યંત સંભાવનાસભર સામગ્રી તરીકે ઉભરી રહ્યા છે. તેમણે Resistive Switching (RS)ની કાર્યપદ્ધતિ સમજાવતાં જણાવ્યું કે વિદ્યુત ક્ષેત્રના પ્રભાવથી પદાર્થના પ્રતિકારમાં થતા પરિવર્તનના આધારે માહિતીનો સંગ્રહ શક્ય બને છે. તેમણે Cr:SrzrO3, LaCoO3, PCMO/YBCO/LAO અને NiO જેવી વિવિધ ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ સિસ્ટમ્સના સંશોધન પરિણામો રજૂ કરીને તેમની વિશેષતાઓ અને ઉપયોગિતા અંગે પ્રકાશ પાડ્યો હતો.
પ્રો. જોશીએ જણાવ્યું હતું કે ReRAM ટેક્નોલોજી નોન-વોલેટાઇલ મેમરી, નાનું સેલ સાઇઝ, ઝડપી રીડ-રાઇટ ગતિ અને ઓછા ઓપરેટિંગ વોલ્ટેજ જેવા ગુણધર્મોને કારણે ભવિષ્યની મેમરી ટેક્નોલોજી તરીકે અત્યંત આશાસ્પદ છે. તેમણે ઉમેર્યું કે પોલીક્રિસ્ટલાઇન પાતળી ફિલ્મો વધુ અસરકારક રેઝિસ્ટિવ સ્વિચિંગ દર્શાવે છે, જ્યારે બાઇનરી ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ્સ CMOS ટેક્નોલોજી સાથે વધુ સુસંગતતા ધરાવે છે. વ્યાખ્યાન દરમિયાન તેમણે વર્ષ 2002માં Samsung Electronics, South Korea દ્વારા રજૂ કરાયેલા વ્યાવસાયિક ReRAM વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે PCMO/SiO₂ સિસ્ટમમાં આશરે 950નો મહત્તમ Resistive Switching Ratio (RS Ratio) પ્રાપ્ત થયો હતો, જે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા મેમરી ઉપકરણોના વિકાસ માટે નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે.
આ ઉપરાંત મણિપાલ સ્કૂલ ઓફ લાઇફ સાયન્સિસના ડૉ. નિર્મલ મઝુમદારે પોતાના વ્યાખ્યાનમાં ખાદ્ય વિજ્ઞાન અને બાયોફિઝિક્સ ક્ષેત્રે થઈ રહેલા અદ્યતન સંશોધનો અંગે માહિતીસભર રજૂઆત કરી હતી. તેમણે ચોખાના સ્ટાર્ચની રચના, તેના ભૌતિક અને જૈવિક ગુણધર્મો તેમજ ખાદ્ય ક્ષેત્રે તેની વૈજ્ઞાનિક ઉપયોગિતા અંગે સંશોધન આધારિત માહિતી આપી હતી. સાથે જ તેમણે આધુનિક બાયોફિઝિકલ તકનીકો દ્વારા ખાદ્ય પદાર્થોની રચના અને કાર્યપ્રણાલી સમજવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ આવા સંશોધનો ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને નવીન ખાદ્ય ઉત્પાદનોના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પરિસંવાદમાં અન્ય વક્તાઓ તરીકે ડૉ. જે. પૉલ એટફિલ્ડ (ઓનલાઇન), ડૉ. એસ. સંપથ (ઓનલાઇન), ડૉ. સશિધર બી. સોમપ્પા, ડૉ. જીબ કે. પાત્રા, ડૉ. પ્રતાપ વિશ્નોઈ (ઓનલાઇન), ડૉ. દુર્ગા પ્રસાદ હરી, ડૉ. વાય. એસ. વિદ્યા, ડૉ. ઉમેદ સી. ભોયા, ડૉ. નવ્યા રાણી એમ., પ્રો. ડૉ. બેટિના વી. લોદ્શ (ઓનલાઇન), પ્રો. શોવન કે. મજુમદાર તથા ડૉ. શ્રીધર એમ. બી.એ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર સંશોધન આધારિત વ્યાખ્યાનો આપ્યા હતા. તેમના વ્યાખ્યાનો દ્વારા મટિરિયલ સાયન્સ, અદ્યતન મેમરી ટેક્નોલોજી, બાયોફિઝિક્સ અને ફૂડ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વૈશ્વિક સંશોધનો અંગે ઉપસ્થિતોને મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ચિરંતન રસાયણ સંસ્થા (CRS) દ્વારા ડૉ. જે. પૉલ એટફિલ્ડ (ઓનલાઇન), ડૉ. એસ. સંપથ (ઓનલાઇન), ડૉ. નિર્મલ મઝુમદાર, ડૉ. પ્રતાપ વિશ્નોઈ (ઓનલાઇન), ડૉ. દુર્ગા પ્રસાદ હરી, પ્રો. ડૉ. બેટિના વી. લોદ્શ (ઓનલાઇન), ડૉ. શ્રીધર એમ. બી. તેમજ ડૉ. આશિષ કુમાર સતપતિ (ઓનલાઇન)ને CRS એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર વ્યાખ્યાનમાળાનું જીવંત પ્રસારણ Saurashtra University Officialની YouTube ચેનલ પર કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશ-વિદેશના સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન પણ પરિસંવાદનો લાભ લીધો હતો. આ પરિસંવાદે વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાનને વધુ ગતિ આપતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વૈશ્વિક શૈક્ષણિક ઓળખને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
Next Article ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?