By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    23 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    22 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    24 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સ્પોર્ટ્સ

ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 3:25 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગૌરવવંતો ઇતિહાસ

બાંગ્લાદેશમાં યોજાયેલી IHF ટ્રોફી એશિયા ઝોન-2 જુનિયર મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં નોંધપાત્ર યોગદાન

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન લીંબડી સ્થિત સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી હેન્ડબોલ ખેલાડી ભાવેશ બાબુભાઈ તાવિયાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું સફળ પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બન્યું છે. ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર ખેલાડી તરીકે ભાવેશ તાવિયાની ભારતીય જુનિયર મેન્સ હેન્ડબોલ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધા પહેલાં ઉત્તરાખંડમાં યોજાયેલા 10 દિવસીય રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ત્યારબાદ 10થી 14 જૂન, 2026 દરમિયાન બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી IHF ટ્રોફી એશિયા ઝોન-2 જુનિયર મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે શાનદાર રમત દાખવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે ઉત્તમ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઐતિહાસિક વિજયમાં ભાવેશ તાવિયાનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.

ભાવેશ હાલમાં લીંબડીની સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ તેણે સતત પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે અને રાજ્યથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમના સભ્ય તરીકે ભાવેશે AIU વેસ્ટ ઝોન આંતર-યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ જયપુર ખાતે યોજાયેલી AIU ઓલ ઇન્ડિયા આંતર-યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે સમગ્ર દેશમાં ચોથું સ્થાન મેળવી નવો ઇતિહાસ રચ્યો હતો. આ બંને સ્પર્ધાઓમાં ભાવેશના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વ્યાપક પ્રશંસા થઈ હતી.

- Advertisement -

ભાવેશ છેલ્લા ઘણા વર્ષોથી S.A.G. ગુજરાત હેન્ડબોલ એકેડમીમાં સી.પી. સર અને પ્રવીણ સરના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ મેળવી રહ્યો છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમના કોચ ડૉ. ભાવેશ રાબા અને રાહુલભાઈના માર્ગદર્શન હેઠળ મળેલી તાલીમ અને વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓનો અનુભવ તેને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે સતત વધી રહેલી સફળતાઓ પાછળ કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના દુરંદેશી નેતૃત્વ અને ખેલાડી-કેન્દ્રિત અભિગમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓને આધુનિક તાલીમ, ગુણવત્તાસભર રમતગમત સુવિધાઓ અને સતત પ્રોત્સાહન આપવામાં આવતાં આજે યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભાવેશ તાવિયા પાંચમો ખેલાડી બન્યો છે. સાથે જ આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ પુરુષ ખેલાડીઓમાં તેનું નામ ગૌરવપૂર્વક નોંધાયું છે. આ સિદ્ધિ સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની બાબત બની છે. ભાવેશ તાવિયાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા તેમજ યુનિવર્સિટીના તમામ શારીરિક શિક્ષણના અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા. શુભેચ્છા સંદેશમાં કુલપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવેશ આવનારા સમયમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરીને ભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વધુ ગૌરવશાળી બનાવશે.

ખેલાડી: ભાવેશ બાબુભાઈ તાવિયા
કોલેજ : સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન)
અભ્યાસ : સેમેસ્ટર-3
રમત : હેન્ડબોલ
સિદ્ધિ : IHF ટ્રોફી એશિયા ઝોન-2 જુનિયર મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ
સ્પર્ધા : ઢાકા, બાંગ્લાદેશ
સમય : 10થી 14 જૂન, 2026
વિશેષતા : ગુજરાતમાંથી ભારતીય જુનિયર મેન્સ હેન્ડબોલ ટીમમાં પસંદ થયેલો એકમાત્ર ખેલાડી
અગાઉની સિદ્ધિઓ : AIU વેસ્ટ ઝોન આંતર-યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને AIU ઓલ ઇન્ડિયા આંતર-યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ચોથું સ્થાન અપાવવામાં મહત્વનું યોગદાન
તાલીમ : S.A.G. ગુજરાત હેન્ડબોલ એકેડમી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચિંગ હેઠળ સતત તૈયારી
ઐતિહાસિક નોંધ : આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ વર્ષનો પાંચમો ખેલાડી તેમજ આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર યુનિવર્સિટીના પ્રથમ પુરુષ ખેલાડીઓમાં સ્થાન.

You Might Also Like

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
Next Article માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?