By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    15 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    14 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    15 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    15 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    2 days ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    15 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    15 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
રાજકોટ

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 3:14 PM
Khaskhabar Editor 7 days ago
Share
6 Min Read
SHARE

સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂનાં આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયાનો વળતો પ્રહાર : વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યુ

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળીયાના અધ્યક્ષસ્થાને એક ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ કુલ 8 જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ નવી સમિતિઓની રચના થવાથી જિલ્લાની વહીવટી અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે. સામાન્ય સભા બાદ સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂ પીધો હોવાના આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયા દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. અને આવી ખોટી વાત ફેલાવાને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાએ પોતાના પર લાગેલા કથિત આક્ષેપો અંગે ખુલીને નિવેદન આપ્યું હતું. સાસણ ગીર પંથકમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ દરમિયાન તેમના પર દારૂ પીધા હોવાના જે આક્ષેપો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા લગાવવામાં આવ્યા હતા, તેને પ્રમુખે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેમણે આ મામલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર અને માત્ર વિરોધીઓની ચાલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે તે સમયે આયોજનમાં મારો આખો પરિવાર, ધારાસભ્યો અને આશરે 350 જેટલા કાર્યકરો રૂબરૂ ઉપસ્થિત હતા. હું કોઈપણ પ્રકારની કથિત હાલતમાં ન હતો. આ તમામ બાબતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. મને અને મારી રાજકીય છબીને સમાજમાં બદનામ કરવા હિતશત્રુઓ દ્વારા આ એક મોટી સાજિશ ઘડવામાં આવી છે. જોકે, આવા કોઈ પણ વિરોધ કે ખોટા આક્ષેપો વચ્ચે પણ અમે ડગ્યા વગર સતત લોકોની સેવા કરતા રહીશું.
બીજી તરફ, ચોમાસાની ઋતુ અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી અને જળાશયો માટે હજુ વધુ વરસાદની જરૂર છે. ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ અગવડતા પડે નહીં તે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને કટોકટીના સમયે એકબીજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આ બેઠકમાં માત્ર સમિતિઓની રચના ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2022-23થી વર્ષ 2025-26 દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કુલ 86 કામો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે 31-03-2027 સુધીનો મુદત વધારો આપવાનો મોટો નિર્ણય લેવાયો હતો. આ 86 કામોમાં વર્ષ 2022-23ના 15 કામો, વર્ષ 2023-24ના 3 કામો, વર્ષ 2024-25ના 15 કામો અને વર્ષ 2025-26ના 59 કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જૂન-2025માં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન ટેકનિકલ રીતે સમરસ થયેલી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપતો અભિનંદન પ્રસ્તાવ સભામાં રજૂ કરાયો હતો. સરકારની સમરસ ગ્રામ યોજના હેઠળ સર્વસંમતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઈ મુજબ, રાજકોટ જિલ્લાની આવી ટેકનિકલ સમરસ થયેલી 7 ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 34.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવનાર તમામ 7 ગ્રામ પંચાયતોના સરપંચોને સામાન્ય સભામાં પ્રોત્સાહક અનુદાનની રકમ એનાયત કરી અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર જિલ્લામાં નાણાપંચની ગ્રાન્ટના કામો 100% પૂર્ણ કરનારા અન્ય 3 સરપંચોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા એક મહત્વના પ્રસ્તાવમાં, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે અમલમાં મૂકાયેલી ‘MAIN_KEY_START મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાMAIN_KEY_END’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ નિબંધ સ્પર્ધા અને શ્રેષ્ઠ વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ગ્રામ્ય વિસ્તારના કુલ 66 વિદ્યાર્થીઓની પ્રોત્સાહન ઈનામ માટે પસંદગી કરવામાં આવી છે અને તેના માટે કુલ રૂ. 5,60,000ની ગ્રાન્ટ ફાળવાઈ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર 6 વિદ્યાર્થીઓને જિલ્લા કચેરી ખાતેથી તેમજ તાલુકા કક્ષાના વિજેતાઓને તાલુકા મથકેથી પુરસ્કાર રાશી એનાયત કરવામાં આવશે. તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત વતી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરતો પ્રસ્તાવ સભામાં મંજૂર કરાયો હતો.
આ સાથે જ, જસદણની વિખ્યાત અને ભવ્ય હસ્તકલા ‘જસદણ પટારી’ને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત GI ટેગ (Geographical Indication) મળવા બદલ સભામાં ભારે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જસદણની આ વર્ષો જૂની વિરાસત, લાકડા અને તાંબા-પિત્તળના અદ્ભુત મીનાકારી કામને વૈશ્વિક ઓળખ મળવી એ સમગ્ર જિલ્લા અને ગુજરાતની સંસ્કૃતિ માટે ખૂબ ગૌરવની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળશે, જેથી આ જીવંત વારસાને સાચવી રાખનાર તમામ કલાકારો, કારીગરો અને નગરજનોને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.

વિવિધ 8 સમિતિઓ અને નવ નિયુક્ત ચેરમેનોની યાદી
1) કારોબારી સમિતિ ચેરમેન : નરશીભાઈ શંભુભાઈ સોજીત્રા
2) સામાજીક ન્યાય સમિતિ ચેરમેન : જગદીશભાઈ દેવજીભાઈ પરમાર
3) શિક્ષણ સમિતિ ચેરમેન : નીલેશભાઈ અમરશીભાઈ હીરપરા
4) આરોગ્ય સમિતિ ચેરમેન : વિલાસભાઈ વલ્લભભાઈ ઢાંકેચા
5) બાંધકામ સમિતિ ચેરમેન : ભારતીબેન મજબુતભાઈ હુંબલ
6) અપીલ સમિતિ : ચેરમેન સંજયભાઈ પોલાભાઈ પીપળીયા
7) મહિલા અને બાળવિકાસ સમિતિ ચેરમેન : કુંદનબેન વિજયદાન માવલ
8) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન : દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?