કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા…માં હિન્દુત્વની તુલના બોકો હરામ અને ISIS જેવા સંગઠનો સાથે કર્યા બાદ કેન્દ્ર સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને સલમાન ખુરશીદને જેલના સળિયા પાછળ ધકેલી દેવો જોઈએ કારણ કે, સલમાન ખુરશીદે પોતાના પુસ્તક દ્વારા હિંદુઓનું અપમાન કર્યું છે તેમજ ભારતીયોની ભાવનાને ઠેંસ પહોંચાડી છે. સલમાન ખુરશીદનું પુસ્તક અને તેમાં દર્શાવેલા હિંદુત્વવિરોધી વિચારો ભાવના ભડકાવનાર છે ઉપરાંત સનાતન હિંદુ સંસ્કૃતિને બદનામ કરનાર છે. સમગ્ર વિશ્વમાં વસતો હિંદુ ધર્મનો કોઈપણ વ્યક્તિ સલમાન ખુરશીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વ વિશે લખેલા હીન કક્ષાના વિચારો સાંખી શકે તેમ નથી.
સલમાન ખુરશીદે પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા…ના પેજ નંબર 113 પર લખ્યું છે કે આજનું રાજનીતિક હિન્દુત્વ ISIS અને બોકો હરમ જેવા કટ્ટરપંથી વિચારધારા જેવા છે. આજે હિન્દુત્વનું રાજકીય સ્વરૂપ એક રીતે ઋષિ-મુનિઓના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે ચોક્કસપણે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામિક સંગઠનો જેવા જ લાગે છે. સલમાન ખુરશીદનું આ વિધાન અત્યંત આપત્તિજનક છે તદુપરાંત હિંદુત્વ પર એવો શાબ્દિક પ્રહાર છે જે દરેક હિંદુ ધર્મના વ્યક્તિને સ્વીકાર્ય નહીં જ હોય. તેથી વિશ્વભરના કરોડો હિંદુ એવું જ ઈચ્છશે કે ઈચ્છે છે, આ પુસ્તક પર પ્રતિબંધ મૂકાય અને હિંદુત્વ પર કાદવ ઉછાળનાર સલમાન ખુરશીદનું મોઢું કાળું કરી તેને સબક શીખવવામાં આવે. જો સલમાન ખુરશીદ પાકિસ્તાનમાં હોત તો પાકિસ્તાનમાં રહીને ઈસ્લામ વિશે આવું લખી શક્યો હોત?
- Advertisement -
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે અને ચૂંટણી રાજકારણમાં પણ રામનામની બોલબાલા છે એવું કોંગ્રેસ સમજે છે એટલે રામના વિરોધી અને રામને કાલ્પનિક કથા ચરિત્ર ઠેરવનારા પક્ષ પણ હવે રામની શરણમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે. આ જ કોશિશમાં યુપી ચૂંટણીથી થોડા સમય પહેલા સલમાન ખુરશીદે સનરાઈઝ ઓવર અયોધ્યા… પુસ્તક લખ્યું છે. કોંગ્રેસ અને તેના નેતાને એમ હતું કે, આ પુસ્તક દ્વારા તેઓ હિંદુ ધર્મ અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની છબી સુધારી શકશે પરંતુ આ પુસ્તકમાં જાણ્યે-અજાણ્યે કોંગ્રેસ અને તેના નેતા સલમાન ખુરશીદનો હિંદુત્વવિરોધી અસલી ચહેરો છતો થઈ ગયો છે ત્યારે હવે આ પુસ્તક પર પ્રતિબંધ જ અંતિમ ઉપાય છે અને સલમાન ખુરશીદને આ પ્રકારના લખાણ માટે કડકમાં કડક સજા થાય એ જ ઉચિત છે.



