ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્ન બાબતે ગુજરાત રાજ્યના કેબિનેટ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુલાકાત લીધી હતી. રાજુલામાં કેબિનેટ મંત્રી બાવળીયા પધારતાની સાથે જ ભાજપનાં આગેવાનો-અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે જે નવા ટાંકાઓ તથા સંપ બની રહ્યા છે તેની રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી. રાજુલા તાલુકાના પીપાવાવ શિયાળબેટ, ચાંચ બંદર, છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથોસાથ પીપાવાવ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત કરી હતી. રાજુલા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી પાણી પુરવઠાને લગતી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અને મુલાકાત દરમિયાન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સ્થાનિક લોકોની રજુઆતો સાંભળી લોકો સાથે સંવાદ કર્યો હતો. ખાસ કરીને પીપાવાવ શીયાળબેટ ખાતે પાણી વિતરણ કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષાઓ કરવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, વીરભદ્રભાઇ ડાભીયા, વનરાજભાઇ વરૂ, રવુભાઇ ખુમાણ, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઇ દવે, ઉપપ્રમુખ ધનશ્યામભાઇ વાઘ,
વિક્રમભાઇ શીયાળ, મુકેશભાઇ ગુજરીયા, મનહરભાઇ બારૈયા, કનૈયાલાલ સોલંકી, ચાંચ બંદર ગામના પૂર્વ સરપંચ કાનજીભાઇ ચૌહાણ તેમજ ભાજપના આગેવાનો, કાર્યકરો, આસપાસ ગામના સરપંચો, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



