ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી મોટા આગરીયા ગામથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. મળતી માહિતી મુજબ રાજુલા પો.સ્ટે.ના આગરીયા બીટ દ્વારા રાજુલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.09/2016 મુજબના કામે ગુમ થયેલ યુવતી છેલ્લા આઠ વર્ષથી ગુમ હોય
- Advertisement -
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આઇ.જે.ગીડાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગુમ થયેલ યુવતીને ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લામાંથી યુવતી ભુરીબેન ગોવીંદભાઇ મોહનભાઇ મુનીયા કે જે દિતીયાભાઈ સોમલાભાઈ ભીલ ઉ.વ.27 ધંધો ખેત મજુરી રહે.ગામ કુંડારપાડા તા.સરદારપુર જી.ધાર રાજય-મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી ગુમ થનારનું નિવેદન મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.