SP હર્ષદ મહેતાનો પરિવાર પણ શિક્ષણ સાથે અનેરો લગાવ
જૂનાગઢ જિલ્લામાં ફરજ દરમિયાન લોકો માટે અનેક સામાજિક કાર્યો કર્યા
જિલ્લામાં ક્રાઇમ કંટ્રોલ કરવામાં એસપીને ખુબ સફળતાઓ મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન એટલે શિક્ષકનું સન્માન સાથે તેની નજીક રહીને તેમના જીવનની સફર વિષે વાત કરવાનો અવસર સાથે અન્ય લોકો સાથે તેમની કેવી રહી સફર તેમજ સમાજને કંઈક આપવાની નેમ સાથે એક શિક્ષક શું ફરજ નિભાવી શકે તેનું નામ એક આદર્શ શિક્ષક તરીકે લોકો જોતા હોય તેવાજ એક શિક્ષક રહી ચૂકેલા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની એક જીવન વિષે આજે ખાસ ખબર એક ખાસ એહવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે. જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં એક પછી એક સામાજિક કાર્યો સાથે અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લગાવામાં ખુબ સફળતા મળી રહી છે તેની પાછળનું કારણ તેવો શિક્ષક માંથી આઇપીએસ સુધીની સંઘર્ષ ભરી સફર કર્યા બાદ આજે પણ તેમની જિલ્લામાં લોકચાહના એટલીજ છે.
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાનો જન્મ તા.26-5-1974ના રોજ અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામમાં થયો હતો અને પરિવાર પણ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ છે.ત્યારે વધુ વાત કરતા તેમના પિતા બાબુભાઈ મહેતા પણ પાણીયા દેવની પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવી બાદમાં તેઓ નિવૃત્ત થયા જયારે પરિવારની વાત કરીયે તો માતા નર્મદાબેનને ચાર પુત્રો જેમાં હર્ષદ મહેતાના બે મોટાભાઈ અને એક નાનોભાઈ છે આજે તેમની નાના એવા ગામથી અભ્યાસ શરુ કરીને શિક્ષક બન્યા અને ત્યાર બાદ આઇપીએસ ઓફિસર બન્યા તેના જીવનમાં અનેક સંઘર્ષ સાથે પડકારો જીલ્યા છે.એસપી હર્ષદ મહેતાએ ગરમલી ગામની શાળામાં અભ્યાસ કરી ત્યાર બાદ તેઓ ચલાલાની આર.કે.એમ.હાઈસ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ કોલેજ કરીને પીટીસી સુધી અભ્યાસ પૂર્ણ કર્યો અને બીએ સાથે ઈંગ્લીશ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સટીમાં ઈંગ્લીશ વિભાગમાં એમએ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યાર બાદ તેઓએ બીએડ કરીને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી અને ત્યાર બાદ લાઠીની સ્કૂલમાં ટીચર તરીકે પણ શિક્ષક તરીકેની ફરજ નિભાવી એ સમય દરમિયાન જીપીએસની પરીક્ષા પણ આપી પણ પરિણામમાં છ માર્ક ઓછા આવતા તે જીપીએસમાં રહી ગયા ત્યાર બાદ રાજકોટની ટીએન કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ નિભાવી ચુક્યા છે.
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ 2007માં જીપીએસસી પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા હતા. અને ચાર વર્ષ બાદ તેમનું પરિણામ આવ્યું હતું અને 27માં રેન્ક સાથે પાસ થઈ ડીવાયએસપી તરીકે સિલેક્ટ થયા ત્યારે પણ હજુ સંઘર્ષ શરુ હતો જેમાં હર્ષદ મહેતાને ટ્રેનિંગમાં જવાનું હતું.એ સમયે તેમના બંને હિપ જોઈન્ટમાં રુમેટોઇડ આર્થરાઈટિસ થયું હતું ત્યાર બાદ તેઓને ડોક્ટરની અલગ અલગ સલાહો સાથે તેમને આયુર્વેદિક અને હોમિયોપેથીક પદ્ધતિની સારવાર સાથે ડીવાયએસપી બન્યા અને આજે તેઓ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
- Advertisement -
આજે જયારે જિલ્લાના એસપી તરીકે ફરજ બજાવે છે તેની સાથે સામાજિક કાર્યોમાં તેઓ અનેક ક્ષેક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સાથે સંવાદ કરીને આજની પરિસ્થિતિમાં વિદ્યાર્થીભાઈ બેહનોએ જીવનમાં શું કરવું અને શું ન કરવું તેના ગુણ પણ શીખડાવે છે.બીજી તરફ તેઓ યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થ વિષે સમજણ આપીને દૂર રહેવા માટે અનેક જાણ જાગૃતિ કાર્યક્રમો યોજીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરે છે.તેની સાથે વડીલો અને મહિલા સહીત પ્રત્યેક પરિવાર સાથે અનેરો સ્નેહ અને પ્રેમ જોવા મળી રહ્યો છે.જિલ્લામાં આજે તેમની કાર્ય પદ્ધતિથી નાગરિકો એક સન્માન સાથે જુવે છે અને જૂનાગઢ જિલ્લામાં શાંતિ અને સલામતી સાથે કાયદો વ્યવસ્થા જળવાય રહે તેના માટે દિવસ રાત કામગીરી કરતા રહે છે.આમ એસપી હર્ષદ મહેતાની એક શિક્ષકથી લઈને પોલીસ અધિક્ષકની સંઘર્ષ ભરી સફર જોવા મળે છે.