ઈમરજન્સી વિભાગમાં 20 બેડનો એક્સ્ટ્રા વોર્ડ કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના તહેવારને લઈને આખા શહેરમાં માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરી રહ્યા છે અને ધનતેરસથી જ ફટાકડા ફોડવાના શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ હશે પણ હોસ્પિટલ, ફાયર શાખા, પોલીસ એવા વિભાગો છે જ્યાં દિવાળીમાં તહેવાર પર રજા નહિ પણ વધુ સાવધ રહેવાનો સમય હોય છે અને પહેલા કરતા પણ વધુ સ્ટાફ તૈનાત કરવો પડે છે. દિવાળીમાં કોર્પોરેટ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલમાં મોટાભાગે રજા હોવાથી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધે છે.
- Advertisement -
આ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. પદ્મકુંવરબા હોસ્પિટલની તૈયારી વિશે તબીબી અધિક્ષક જણાવ્યું હતું કે તમામ વિભાગના વડા દિવાળીને લઈને સ્ટેન્ડ ટુ રહેવાની તૈયારી રાખવાની છે. સ્ટાફ કોણ હાજર રહેશે તેની યાદી તેમજ સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. તેમ સુપ્રિટેન્ડન્ટ એન.એન.ઝાલાએ જણાવ્યું હતું. દવાઓનો જથ્થો તૈયાર રાખવા કહેવાયું છે.
દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેથી તે વિભાગ દ્વારા એક્સ્ટ્રા તૈયાર કરવામાં આવેલા છે.