By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂ.10 કરોડથી શરૂઆત કરનાર રાજકોટ મહાનગરપાલિકા આજે રૂ.3118 કરોડના બજેટે પહોંચી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૂ.10 કરોડથી શરૂઆત કરનાર રાજકોટ મહાનગરપાલિકા આજે રૂ.3118 કરોડના બજેટે પહોંચી
રાજકોટ

રૂ.10 કરોડથી શરૂઆત કરનાર રાજકોટ મહાનગરપાલિકા આજે રૂ.3118 કરોડના બજેટે પહોંચી

Khaskhabar Editor
Last updated: 2025/11/19 at 4:21 PM
Khaskhabar Editor 9 months ago
Share
7 Min Read
SHARE

19 નવેમ્બર 1973 આજે રાજકોટ મહાનગરપાલિકાનો 52મો સ્થાપના દિવસ

છેલ્લા બે દાયકામાં રાજકોટની મિલ્કતમાં ત્રણ ગણો વધારો નોંધાયો

- Advertisement -

હાલ ત્રણ ઝોન કાર્યરત આવતા દિવસોમાં વધુ એક ઝોન મળી શહેરમાં કુલ ચાર ઝોનમાં કાર્યરત થશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશ અને દુનિયામાં જાણીતું શહેર એટલે રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજનીતિની વાત હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રમાં રાજકોટનું આગવું મહત્વ સમાયેલું છે. રાજકોટ શહેરનો ચારેય તરફ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. 19 નવેમ્બર 1973 એટલે રાજકોટ મહાનગ પાલિકાનો સ્થાપના દિવસ છે. વર્ષ 1973થી ફેબ્રુઆરી 1974 સુધી અને 2000થી 2005 ને બાદ કરતા આજ દિવસ સુધી રાજકોટ મનપામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે વર્ષ 2025-26માં 3118 કરોડ પહોંચ્યું છે બીજી તરફ વિસ્તારની દ્રષ્ટિએ 3 કિલોમીટરનું રાજકોટ આજે 30 કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અને તેમાં પણ છેલ્લા બે દાયકામાં 2 લાખ મિલ્કત વધીને 6 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રાજકોટની સફર આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી, રેસકોર્સથી ન્યુ રેસકોર્સ સુધી, પ્રદ્યુમન પાર્ક ઝૂથી લાયન સફારી પાર્ક સુધી સફર પહોંચી છે. રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી.

- Advertisement -

વિસ્તારની દ્રષ્ટિએ 3 કિલોમીટરનું રાજકોટ આજે 30 કિલોમીટર સુધી ફેલાઈ ગયું

આજે 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો 52મોં સ્થાપના દિવસ છે. આ એ રાજકોટ છે જેને ખુબ જ સંઘર્ષ કર્યો છે. આ વિકાસ પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના વિકાસમાં સ્વ. ચીમનભાઈ શુક્લ, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ. વિજયભાઈ રૂપાણી, સ્વ. કેશુભાઈ પટેલ અને વજુભાઇ વાળા જેવા વડીલ આગેવાનોનો સિંહ ફાળો રહ્યો છે. સ્થાપના સમયે મિલકતોમાં ખુબ ઓછા ઇમારતો હતા આજે ખુબ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. રાજકોટ મનપાએ દેશની અગ્રેસર મહાનગર પાલિકામાંની એક મહાનગરપાલિકા છે. આજે રાજકોટ મનપામાં ચારેય દિશામાં સમાંતર વિકાસ થઇ રહ્યો છે. આજ દિવસ સુધી 3 ઝોનમાં રહેલ રાજકોટ આવતા દિવસોમાં ચાર ઝોનમાં કાર્યરત થઇ જશે આ માટે નવી કચેરી 45 કરોડના ખર્ચે બનાવવાની પ્રક્રિયા પણ આ વર્ષના બજેટમાં આવરી લેવામાં આવી છે. તમામ 18 વોર્ડની અંદર સ્માર્ટ વોર્ડ ઓફિસ છે, તમામ 18 વોર્ડમાં સારામાં સારું આધુનિક ખાનગી ક્લિનિક જેવું આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે કે જ્યાં બીપી, ડાયાબિટીસથી લઇ હ્ર્દયના રિપોર્ટ પણ આરોગ્ય કેન્દ્રમાં કરી દેવમાં આવે છે. એટલું જ નહિ રાજકોટના વિકાસમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ રહ્યો છે જેના કારણે આજે રાજકોટ શહેરનો ચારેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે.

ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થયું
રાજકોટ શહેર તમામ ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે આરોગ્ય ક્ષેત્ર. એક સમયે આરોગ્ય કેન્દ્રની સુવિધાસ હતી જે વધીને આગળ સરકારી હોસ્પિટલ અને મોટી મોટી ખાનગી હોસ્પિટલ સુધી તો પહોંચી પરંતુ તેન સાથે સાથે આજે આરોગ્ય લેવલે વિકાસ આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી પહોંચી ગયો છે. રાજકોટ જામનગર રોડ પર ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થયું છે જેનો લાભ રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત આખાએ રાજ્યને મળી રહ્યો છે. અને હા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ તબીબ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક મોટી સિદ્ધિ ચોક્કસ માનવામાં આવે છે.

રાજકોટમાં લાયન સફારી પાર્ક : સિંહના દર્શન કરવા સાસણ જવાની જરૂર નહીં પડે
એક સમયે રાજકોટ શહેરમાં ફરવા લાયક સ્થળોની અંદર એક માત્ર રેસકોર્સનો સમાવેશ થતો હતો જેની સામે આજે રાજકોટ શહેરમાં હરવા ફરવા માટે અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ઈશ્વરીયા પાર્ક, ગાંધી મ્યુઝિયમ, આજીડેમ સાઈડ, ન્યારી ડેમ સાઈડ, રામવન અને લાયન સફારી પાર્કનો સમાવેશ થાય છે જેની કામગીરી હાલ ચાલુમાં છે અને આવતા એક વર્ષની અંદર તે પણ શરૂ થતા પ્રવાસીઓને સાસણ સુધી સિંહ જોવા જવા જરૂર નહિ પડે અને રાજકોટમાં જ સિંહ દર્શનનો લાભ લઇ શકશે.

માધવરાવ સિંધિયાથી નિરંજન શાહ સ્ટેડિયમે રાજકોટને ઇન્ટરનેશનલ ઓળખ આપી
રાજકોટ શહેર તમામ ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે આરોગ્ય ક્ષેત્ર. એક સમયે આરોગ્ય કેન્દ્રની સુવિધાસ હતી જે વધીને આગળ સરકારી હોસ્પિટલ અને મોટી મોટી ખાનગી હોસ્પિટલ સુધી તો પહોંચી પરંતુ તેન સાથે સાથે આજે આરોગ્ય લેવલે વિકાસ આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી પહોંચી ગયો છે. રાજકોટ જામનગર રોડ પર ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થયું છે જેનો લાભ રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત આખાએ રાજ્યને મળી રહ્યો છે. અને હા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ તબીબ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક મોટી સિદ્ધિ ચોક્કસ માનવામાં આવે છે.

સૌથી જૂના કેસરે હિંદ પુલથી મલ્ટીલેયર અને સિગ્નેચર બ્રિજ સુધીની સફર
આ તરફ બ્રિજની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર કેસરે હિન્દ પુલ અને સાંઢિયો પુલ બે જ પુલ હતા. કેસરે હિંદ પુલ રાજકોટનો સૌથી જૂનો પુલ છે. 1993-84 દરમિયાન તેને પહોળો કરવામાં આવ્યો હતો. પુલના પુન: નિર્માણ ખર્ચની વસૂલાત માટે શહેરી વિસ્તાર માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત કેસરે-હિંદ પુલ ઉપર ટોલ ટેક્સની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી તે જ સમયે ચંપકભાઈ વોરા બ્રિજ બનાવવામાં આવ્યો અને તેમાં પણ ટોલટેક્સ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. જો કે, બાદમાં એ વસૂલાત બંધ કરી દેવામાં આવી હતી. સમયાંતરે શહેરમાં નવા બ્રિજોનું નિર્માણ થયું જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ, સ્વામી વિવેકાનંદ ટ્રાય એન્ગલ બ્રિજ, ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ, કેકેવી ચોક ઓવરબ્રિજ, ગોંડલ રોડ બ્રિજ, ભગવતીપરા બ્રિજ, રૈયા ચોક બ્રિજ, રામાપીર ચોક બ્રિજ, મવડી ઓવરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, આમ્રપાલી અંડરબ્રિજ, લક્ષ્મીનગર અન્ડર બ્રિજ, જડુસ બ્રિજ, માધાપર ચોકડી બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ, કેકેવી મલ્ટીલેયર બ્રિજ (શ્રી રામ બ્રિજ), વગેરેનો સમાવેશ થાય છે. જયારે હાલમાં કટારિયા ચોક ખાતે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલુમાં છે.

કોમર્શિયલ, રેસિડેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકત
વર્ષ મિલકત
1998 1.14 લાખ
2000 1.36 લાખ
2005 2.28 લાખ
2010 2.09 લાખ
2015 3.55 લાખ
2020 4.67 લાખ
2025 6.00 લાખ
શહેરમાં ક્યા વર્ષમાં કેટલી વસ્તી
વર્ષ વસ્તી
1901 36,000
1951 1,33,000
1981 4,44,000
1991 5,50,000
2001 10,00,000
2011 13,46,000
2025 20,00,000

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાતાર-ભવનાથ વિસ્તારના સાધુ-સંતોએ ગણતરી ફોર્મ ભરી પરત કર્યા
Next Article તાલાલા-સાસણ ગીર માર્ગ વાહનચાલકો માટે બંધ: રમળેચી ગીર-હરિપુર ગીર માર્ગ વૈકલ્પિક રૂટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?