પારદર્શક વહીવટી પ્રક્રિયા અને તમામ વિભાગો સાથેના સંકલનનું પરિણામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને વિવિધ યોજનાઓ થકી પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને, તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને, પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરી રહી છે. રાજ્ય સરકાર હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહ્યું છે અને આ દિશામાં પારદર્શિતા માટે ઈખ ઉઅજઇંઇઘઅછઉ પોર્ટલ ઉપલબ્ધ છે. આ પોર્ટલ પર પંચાયત, રૂરલ હાઉસીંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર એન્ડ કો ઓપરેશન, રોડ એન્ડ બિલ્ડિંગ, મહિલા અને બાળ વિકાસ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, એજ્યુકેશન વગેરે વિભાગોમાં ઊંઙઈં રજિસ્ટરમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પર આવેલ છે. ડીડીઓ ડો. નવનાથ ગવ્હાણેનાં વિઝન, પારદર્શક વહીવટી પ્રક્રિયા, તમામ વિભાગો સાથેના સંકલન થકી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતની સમગ્ર વહીવટી અધિકારીની ટીમની સંયુક્ત ગ્રામ્ય જનતાલક્ષી કામગીરી થકી રાજકોટ જિલ્લો પ્રથમ નંબર પર આવેલો છે. જે બદલ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ ડીડીઓ ડો. નવનાથ ગવ્હાણે, ઉપપ્રમુખ, તમામ સમિતિ ચેરમેનો, સદસ્યો, ટીમ જિલ્લા પંચાયત તેમજ સંગઠનના તમામ હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.



